મુલુંડના ફેરિયાઓ દ્વારા આંદોલન કરવામાં આવતાં ખાલીખમ બજાર. આઝાદ મેદાનમાં યોજાયેલા આંદોલનમાં ૩૦૦૦ જેટલા ફેરિયાઓએ ભાગ લીધો હતો.
બૃહન્યુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને પોલીસ પ્રશાસન દ્વારા વારંવાર થતી કાર્યવાહીથી ત્રાસી જઈને મુંબઈના ફેરિયાઓએ એક દિવસ માટે મુલુંડ સહિત અનેક વિસ્તારોમાં બજારો બંધ રાખીને આઝાદ મેદાનમાં મોટા પાયે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. BMC દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અન્યાયકારક હોવાનું જણાવીને ફેરિયાઓએ પોતાના રોજગારના રક્ષણ અને ૨૦૧૪ના ફેરીવાળા કાયદાની યોગ્ય અમલબજાવણી કરવાની માગણી કરી હતી. જનવાદી હોકર્સ સભાના આહવાન ન પર યોજાયેલા આ આંદોલનમાં મોટી સંખ્યામાં મુંબઈના ફેરિયાઓ જોડાયા હતા. મુલુંડમાં એક દિવસ માટે ફેરિયાઓ ન બેસતાં મહિલાઓ અને નોકરિયાત વર્ગને મુસીબતનો સામનો કરવો પડયો હતો.

મુલુંડના હોર્સ યુનિયનના એક સભ્યે કહ્યું હતું કે ‘આઝાદ મેદાન ખાતે યોજાયેલા આ આંદોલનમાં અંદાજે ૩૦૦૦ જેટલા ફેરિયાઓએ ભાગ લીધો હતો. BMC અને પોલીસ પ્રશાસન છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ફેરિયાઓ સામે કાર્યવાહી કરી રહ્યાં છે જેને કારણે હજારો લોકોના રોજગાર પર અસર પડી રહી છે. આ મુદે રાજ્યભરમાં એકસાથે આંદોલન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ફેરિયાઓનો સંઘર્ષ છેલ્લાં પચીસથી ૩૦ વર્ષથી ચાલુ છે. ફેરિયાઓને કાયદેસર રોજગારનું રક્ષણ મળે એ માટે સર્વોચ્ચ અદાલતે પણ કાયદો પસાર કર્યો છે. એમ છતાં આ કાયદાનો યોગ્ય અમલ કરવામાં આવતી નથી જેને કારણે વારંવાર કાર્યવાહીનો સામનો કરવો પડે છે. અમારી માગણી છે કે સરકાર અને BMC પ્રશાસન તાત્કાલિક આ કાયદાનો અમલ કરે અને અમને કાયદેસર વ્યવસાય કરવાની મંજૂરી આપે.
મુંબઈના ફેરિયાઓને બંગલાદેશી ગણાવવાના આરોપોનો પણ કડક વિરોધ કરવામાં આવ્યો હતો. મુંબઈના મોટા ભાગના ફેરિયાઓ સ્થાનિક અને ખાસ કરીને મરાઠી લોકો છે. BMCએ ૨૦૧૪માં ફેરિયાઓનો સર્વે કર્યો હતો અને એ સર્વે તપાસવામાં આવે તો હકીકત બહાર આવશે. છેલ્લા છથી ૭ મહિનાથી સતત કાર્યવાહી કરીને ફેરિયાઓ પર અન્યાય કરવામાં આવી રહ્યો છે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
