રાજ્ય વિધાનસભાના સોમવારે સરકારી આરોગ્ય યોજનાઓના અમલીકરણ મુદ્દે મહત્ત્વપૂર્ણ ચર્ચા થઈ. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય બબનરાવ લોણીકરે મહાત્મા જ્યોતિબા ફુલે જીવનદાયી આરોગ્ય યોજના અને આયુષમાન ભારતના અમલીકરણ અંગે ગૃહમાં પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે ફરિયાદ કરી કે કેટલીક જગ્યાએ દર્દીઓને આ યોજનાઓનો સંપૂર્ણ લાભ મળતો નથી, જેના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
લોણીકરે જણાવ્યું કે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના અને રાજ્ય સરકારની મહાત્મા જ્યોતિબા ફુલે આરોગ્ય યોજના બંને એકસાથે અમલમાં છે. આ યોજનાઓ હેઠળ મોટી સર્જરી માટે કુલ 6 લાખ રૂપિયાની નાણાકીય સહાય ઉપલબ્ધ છે, જેમાં 3 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર અને 3 લાખ રૂપિયા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે. તેમ છતાં, કેટલાક કિસ્સાઓમાં દર્દીઓને આ સહાય મળવામાં મુશ્કેલી પડી રહી હોવાનું તેમણે કહ્યું.

તેમણે પોતાના મતવિસ્તારના વિઠ્ઠલ કદમ નામના ખેડૂતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તેમને બાયપાસ સર્જરી કરાવવાની જરૂર છે, જેનો ખર્ચ લગભગ 11 લાખ રૂપિયા થાય છે. યોજના હેઠળ 6 લાખ રૂપિયાની સહાય મળવી જોઈએ છતાં સંબંધિત હોસ્પિટલે માત્ર 1 લાખ રૂપિયા જ મંજૂર કરવામાં આવશે એવી માહિતી આપતા સર્જરી બે મહિનાથી અટકી હોવાનું તેમણે ગૃહમાં જણાવ્યું. લોણીકરે સરકારને સીધો પ્રશ્ન કર્યો કે યોજના મુજબ 6 લાખ રૂપિયાની જોગવાઈ હોવા છતાં દર્દીને માત્ર 1 લાખ રૂપિયાની સહાય કેમ આપવામાં આવી રહી છે.
આ મુદ્દે જવાબ આપતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રકાશ અબિતકરે જણાવ્યું કે મહાત્મા ફૂલે આરોગ્ય યોજના અને આયુષ્માન ભારત યોજના હેઠળ બાયપાસ જેવી મોટી સર્જરી માટે દર્દીને એક પણ રૂપિયો ખર્ચવો પડતો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે, બંને યોજનાઓને જોડવાથી સારવાર માટે મંજૂર થતી રકમની મર્યાદા વધારવામાં આવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
