બજારમાં મળતાં ખાદ્યપદાર્થનાં પેકેટો પર કાજુ- આટા એવું લખાણ અને અંદર મેંદો- સાકર આપીને નાગરિકોના આરોગ્ય સાથે બાંધછોડ કરનાર વિરુદ્ધ ફૂડ્સ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા તવાઈ લાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. પેકેટો પર આટા, ફ્રેશ, કાજુ એવા મોટા આકર્ષિત કરનારા શબ્દો લખીને ગ્રાહકોની દિશાભૂલ કરનાર વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કાજુને નામે ફક્ત 0.9 ટકા રાજુ અથવા ઘઉંના લોટને બદલે મેંદો વાપરવામાં આવતો હોવાનું પણ આ કાર્યવાહીમાં બહાર આવ્યું છે. આવી કંપનીઓ પર કાર્યવાહી કરવા સાથે રૂ. 10 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, એમ એફડીએ મંત્રી નરહરી ઝિરવાળે જણાવ્યું હતું.

રાજ્યમાં 1 એપ્રિલ, 2025થી 31 જાન્યુઆરી, 2026 વચ્ચે ખાદ્યપદાર્થનાં પેકેટો પર દિશાભૂલ કરીને ભેળસેળિયો અથવા હલકી ગુણવત્તાનો માલ વેચવાનાં 16 પ્રકરણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આમાંથી આઠ પ્રકરણ કોર્ટમાં છે, જ્યારે ચાર પ્રકરણમાં તડજોડ અજી દાખલ કરવામાં આવી છે, એમ તેમણે વિધાન પરિષદમાં પંકજ ભુજબળ, અમોલ મિટકરી, ઈદ્રિસ નાયકવડીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.
છેલ્લા થોડા મહિના એફડીએ દ્વારા કરાયેલી કાર્યવાહીની આંકડાવારી આંચકાજનક છે. તેમાં દિશાભૂલ કરનારી જાહેરાતો પ્રકરણે 7 ખટલા દાખલ કરવામાં આવ્યા છે. પોષણમૂલ્યની ખોટી માહિતી આપનારાં 31 પ્રકરણોમાં કાર્યવાહી કરવામાં આવી હોઈ 29 પ્રકરણમાં રૂ. 7.25 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.આ જ રીતે ગુટખા અને પાનમસાલા પરની બંધીને ધ્યાનમાં રાખી 517 આસ્થાપનાઓની તપાસ કરવામાં આવી હતી. તેમાં રૂ. 75.29 લાખનો માલ જપ્ત કરાયો હોઈ 151 આસ્થાપનાઓને સીલ મારવામાં આવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
