પરિવહન પોલીસના વર્તન પર પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે નારાજગી વ્યક્ત કરતા રાજ્યના પરિવહન અપર પોલીસ મહાસંચાલકે રાજ્યના તમામ જિલ્લાના પોલીસ કમિશનર અને અધિક્ષક માટે પરિપત્ર જારી કર્યો છે. એમાં બધા પરિવહન પોલીસ (ટ્રાફિક પોલીસ) અધિકારીઓ અને કર્મચારીઓને ચાલકો પાસેથી ઈ-ચલાનના દંડની વસૂલી માટે કોઈ પણ જબરદસ્તી કરવી નહીં, સૌમ્યતાથી વર્તવું એવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. તેમ જ આ સૂચના અથવા ઈ-ચલાન વસૂલી બાબતે જારી કરેલા પરિપત્રનું પાલન ન કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

રાજ્યના વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનોએ 5 માર્ચ 2026ના પોકારેલા દેશવ્યાપી હડતાલને ધ્યાનમાં લેતા તાજેતરમાં પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આ બાબતે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ટ્રાન્સપોર્ટર સંગઠનોના પ્રતિનિધિઓએ ટ્રાફિક પોલીસના કામકાજ બાબતે ગંભીર ફરિયાદ કરી હતી. એમાં ટ્રાફિક પોલીસ ચાલતા વાહનને બિનજરૂરી રીતે રોકે છે, દસ્તાવેજો જપ્ત કરવાની ધમકી આપે છે, ડ્રાઈવરો સાથે ઉદ્ધત વર્તન કરે છે, ઈ-ચલાન દંડ જબરદસ્તી વસૂલ કરે છે અને કેટલાક પ્રકરણમાં રૂપિયાની ગેરકાયદે માગણી કરે છે એવા આરોપ કરવામાં આવ્યા હતા. આ પ્રકરણો બાબતે સરનાઈકે નારાજગી નોંધાવ્યા પછી રાજ્યના પરિવહન વિભાગના અપર પોલીસ મહાસંચાલકે પરિપત્ર જારી કરીને આ પ્રકારનું વર્તન પોલીસ દળની છબી ખરડાવે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
