રેલવે સ્ટેશનના સ્ટોલ પર મળતા વડાપાઉ, બ્રેડપકોડા, સમાસો જેવા તળેલા ખાદ્યપદાર્થો હવે નહીં મળે એવા ચિહ્ન છે. વ્યવસાયિક ઉપયોગ માટે જરૂરી એલપીજી ગેસ સિલિંડરની અછતના કારણે પુરવઠાદારોએ રેલવે ખાદ્ય સ્ટોલધારકોને આ બાબતે સૂચના આપી છે. એ ધ્યાનમાં લેતા રેલવે પ્રશાસન તરફથી બે મહત્વના પત્ર જારી કરવામાં આવ્યા છે. ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન મહામંડળે (આઈઆરસીટીસી) મુંબઈના રેલવે સ્ટેશન પરના તમામ ફૂડસ્ટોલ લાયસંસ ધારકોને પત્ર મોકલીને સંભવિત ગેસ અછતને જોતા વૈકલ્પિક ઉપાયયોજના કરવાની સૂચના આપી છે. તેથી લાયસંસ ધારકોએ ચિંતા વ્યક્ત કરી છે.

આઈઆરસીટીસીએ મોકલેલા પત્રમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના લીધે વ્યવસાયિક એલપીજી પુરવઠા પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેથી ફૂડ પ્લાઝા, રિફ્રેશમેંટ રૂમ અને જનઆહાર કેન્દ્રમાં સેવા ચાલુ રાખવા માટે એલપીજીના બદલે માઈક્રોવેવ અથવા ઈંડક્શન જેવી વૈકલ્પિક પદ્ધતિનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. તેથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુંબઈ વિભાગના રેલવે સ્ટેશન પર 460 કરતા વધુ ખાદ્યપદાર્થના સ્ટોલ છે. એમાંથી પશ્ચિમ રેલવેના ચર્ચગેટ-દહાણુ માર્ગ પર જ 264 સ્ટોલ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
