બાન્દરા સ્ટેશન પર કચરો અને ગંદકી વિશે એક વિદેશી પર્યટકે સોશિયલ મીડિયામાં વીડિયો મૂક્યો હતો. એ પછી મુંબઈની અને ખાસ કરીને રેલવે સ્ટેશનોની સ્વચ્છતાનો પ્રશ્ન સપાટી પર આવ્યો હતો. આ વીડિયોની નોંધ લેતા બાન્દરા રેલવે સ્ટેશનમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
ટી-20 વર્લ્ડ કપની મેચ નિમિત્તે અનેક વિદેશી પર્યટકો મુંબઈ આવ્યા હતા. અનેક પર્યટકોએ મુંબઈમાં વિવિધ ઠેકાણે જઈને વીડિયો રેકોર્ડિંગ કર્યા હતા. વિદેશી પર્યટકોમાંથી એક જણે પશ્ચિમ રેલવેના બાન્દરા રેલવે સ્ટેશનની મુલાકાત કરી હતી. એ સમયે એને બાન્દરા રેલવે સ્ટેશન નજીક ગંદકી, કચરો અને ત્યાંના જનજીવનની પરિસ્થિતિ દેખાઈ હતી. એણે વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. આ વીડિયોમાં રેલવે પાટા નજીક ભરાયેલો કચરો, પ્લેટફોર્મ પર ગંદકી અને આસપાસની ઝૂંપડપટ્ટીનું શૂટ કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક જણે પ્રશાસનની ટીકા કરી હતી.

બાન્દરા સહિત અનેક સ્ટેશનમાં ગંદકી બાબતે લોકોએ ફરિયાદ કરી. વૈશ્વિક સ્તરે દેશના ગંદા સ્ટેશન ચર્ચાનો વિષય બન્યો. વૈશ્વિક સ્તરે રેલવેની છબી ખરડાવાથી રેલવે પ્રશાસને બાન્દરા રેલવે સ્ટેશનમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી હતી. રેલવે પાટા નજીક લોખંડની જાળી ઊભી કરી. સ્થાનિક રહેવાસીઓને રેલવે માર્ગમાં કચરો ફેંકવા મનાઈ ફરમાવી. સુરક્ષિત રેલવે પરિવહન સુનિશ્ચિત કરવા અહીંના રેલવે માર્ગ એન્જિનિયરીંગ વિભાગ તરફથી નિયમિતપણે મક સ્પેશિયલ ટ્રેન (કચરો ઉંચકતી વિશેષ ટ્રેન) વાપરીને સ્વચ્છતા કરવામાં આવે છે. નજીકની રેલવે જમીન પર મોટા પ્રમાણમાં અતિક્રમણ થયું છે. મોટા પ્રમાણમાં એ ખસેડવાના પ્રકરણ કોર્ટમાં છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
