બૉમ્બે હાઈ કોર્ટે મેટ્રો 4નો સ્લૅબ તૂટી એટલા રિપોર્ટ રજૂ કરવાનો આદશા આપ્યાં છે. મુંબઈ રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) અત્યારે કયા તબક્કે તપાસ કરી રહી છે એ જણાવવાનું કહેવામાં આવ્યું છે. મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખરની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે વકીલ રુજુ ઠક્કર દ્વારા દાખલ કરાયેલી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) પર સુનાવણી દરમ્યાન નોંધ્યું હતું કે PILમાં ઊભા કરવામાં આવેલા પ્રશ્નો અને જવાબદાર અધિકારીઓ પર થઈ રહેલી કાર્યવાહી અંગે સ્પષ્ટ ચિત્ર ઊભું થશે . PILમાં તમામ મેટ્રો લાઈનનું થર્ડ-પાર્ટી સેફ્ટી ઓડિટ કરવાની માગણી પણ કરવામાં આવી છે.

મુલુંડમાં મેટ્રો 4ના બાંધકામ દરમ્યાન કૉન્કીટ પેરાપેટ તૂટી પડવાની ઘટનાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે ઉત્તર પ્રદેશના એક ગામમાંથી વેલ્ડર રામ આશિષની ધરપકડ કરી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા છ થઈ ગઈ છે. જોકે પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ સાઈ સુરેશ હજી પણ ફરાર છે.
૧૪ ફેબ્રુઆરીએ મુલુંડ-વેસ્ટમાં LBS રોડ પર એલિવેટેડ મેટ્રો 4 વાયડક્ટનો ૬ ફુટ બાય ૪ ફુટનો કોન્ક્રીટ પૅરાપેટ સેગમેન્ટ એક રિક્ષા અને કાર પર પડ્યો હતો, જેમાં પચાસ વર્ષની એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ૩ અન્ય ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે વેલિંગ કરવાની જવાબદારી રામઆશિષની હતી, પરંતુ તેણે પૅરાપેટ વચ્ચેનાં બે ઇન્ટરલૉક કાપી નાખ્યાં હતાં જેને કારણે કૉન્ક્રીટ સેગમેન્ટ પડી ગયો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
