અભિનેત્રી વર્ષા ઉસગાવકર અને ચાર અન્યો સાથે રોકાણ પર આકર્ષક વળતરોનું વચન આપીને રૂ. 47 લાખની છેતરપિંડી કરવા સંબંધે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. એફઆઈઆર દાખલ થયાનું જણાવતાં ગુરુવારે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે મૃણાલિની સુભાષ જાંભળે નામે મહિલાની ફરિયાદ બાદ આ પ્રકરણ બહાર આવ્યું.આ સંબંધમાં અવિનાશ જાધવ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જાંભળેએ જણાવ્યું કે જાધવે ફિલ્મ નિર્માતા અને બિલ્ડર તરીકે પોતાની ઓળખ આપી હતી અને થાણે જિલ્લામાં ડોંબિવલી ખાતે બાંધકામ પ્રકલ્પમાં રોકાણ કરવાની લાલચ આપી હતી.

જાધવે ઉચ્ચ વળતરો અને મૂળ રકમની પુનઃચુકવણી એક વર્ષમાં કરવાની લાલચ આપી હતી, એમ એફઆઈઆર ટાંકીને અધિકારીએ જણાવ્યું હતું.નવેમ્બર 2019થી ફેબ્રુઆરી 2020 વચ્ચે મરાઠી અને હિંદી ફિલ્મની અભિનેત્રી અને ત્રણ અન્ય પાસેથી આરોપીએ ચેક અને ઓનલાઈન વ્યવહાર થકી રૂ. 47 લાખ લીધા હતા. આરંભમાં આરોપીએ વચન આપ્યા પ્રમાણે વળતરના ભાગરૂપે રૂ. 4.52 લાખની ચુકવણી કરી. જોકે ત્યાર પછી પેમેન્ટ આપવાનું બંધ કરી દીધું. જાંભળેએ વારંવાર સંપર્ક કરવાનું શરૂ કરતાં જાધવે મોબાઈલ નંબર અને સરનામું બદલી નાખ્યાં.આથી છેતરપિંડી થઈ છે એવું ભાન થતાં ફરિયાદીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જાધવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા હેઠળ છેતરપિંડી અને ફોજદારી ગુના સંબંધી ગુના દાખલ કરાયા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
