ઘાટકોપરને આંગણે પ્રથમ વખત શિવપુરાણ કથાનું આયોજન સમસ્ત સત્સંગી સેવા સમાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ કથાનું રસપાન ધરમપુરવાળા શ્રી બટુકભાઈ વ્યાસ પોતાની મધુર વાણીમાં કરાવી લોકોને શિવ અને જીવ કઈ રીતે એક થાય છે અને સંસારના દુઃખોને નાથવા માટે શિવજીની ભક્તિ કેટલી જીવનમાં ડગલે ને પગલે રાહ બતાવે છે તેવુ જ્ઞાન પીરસશે.
આ આયોજનમાં આકર્ષિત કરે તેવું 15 ફૂટનું શિવજીનું લિંગ બનાવવામાં આવશે. આ સાથે તેમાં 11 લાખ રુદ્રાક્ષ પરોવાયેલા હશે. આ લિંગનાં દર્શનનો સવારે ૮ કલાકથી રાત્રે 8 કલાક સુધી લાભ લઈ શકાશે. આ સાથે આવનારા ભક્ત 15 ફૂટ ઊંચા લિંગ ઉપર બનાવેલા પ્લેટફોર્મ ઉપર ઊભા રહી જલધારા કરી શિવજી પ્રત્યેની પોતાની ભાવનાના પ્રદર્શિત કરી શકશે.

આ કથાનું આયોજન તા. 18.૦3.2026થી 24.03.2026 સુધી ઘાટકોપરમાં કરવામાં આવ્યું, જેના દર્શને લોકો મુંબઈના વિવિધ પરાંમાંથી આવીને લાભ લેશે. આ આયોજનની સાથે દ્વાદશ લિંગના અલગ અલગ બાર મંદિરોમાં શિવજીનાં અલગ અલગ સ્વરૂપોના જેવાં મૂળ લિંગ છે તેવાં જ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેથી લોકો બાર જ્યોતિર્લિંગનાં દર્શન કરી ભક્તિ પ્રદર્શિત કરી શકે.
રુદ્રાક્ષની સેવા પણ આપી શકાશે આ આયોજન દરેક હિન્દુ સનાતન ધર્મી માટે દર્શન અર્થે ખુલ્લું રાખવામાં આવ્યું છે. આ આયોજનમાં નાનામાં નાનો માણસ પણ પોતાનું યોગદાન આપી શકે તે માટે રુદ્રાક્ષની સેવા જેવા કે એક રુદ્રાક્ષની ન્યોછાવર રૂ. 50 તરીકે બે-પાંચ દસ પચાસ 100 વગેરે રુદ્રાક્ષની સેવા આપી માનસિક સેવા કરીને આનંદ મેળવી શકે છે, એમ એક યાદીમા જણાવાયું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
