અકસ્માતમાં પ્રિયજન ગુમાવ્યાના મહિનાઓ પછી પણ મહારાષ્ટ્રમાં એક પરિવારને પોલિસીના પૈસા અપાવવા માટે લાંચની માંગણી કરનાર એલઆઈસીના બે અધિકારીઓ સામે સીબીઆાઈએ ગુનો નોંધ્યો છે.
સીબીઆઈએ ૪૦ લાખના મૃત્યુના દાવાના કેસની પતાવટ માટે ચાર લાખ રૃપિયાની માગણી કરવાના આરોપસર એલઆઈસીના છત્રપતિ સંભાજી નગર (ઔરંગાબાદ) યુનિટના ફિલ્ડ ઓફિસર /ડેવલપમેન્ટ ઓફિસર તરીકે તૈનાત આરોપીઓ સી.કદમ અને એમ પાટીલ પર ભારતીય ન્યાય સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનાહિત કાવતરું અને અયોગ્ય લાભની માંગણી સંબંધિત જોગવાઈઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

આ કેસ ગયા વર્ષે છઠ્ઠી ઓગસ્ટના રોજ એક પોલિસીધારકના આકસ્મિક મૃત્યુથી ઉદ્ભવ્યો હતો. મૃતકે એલઆઈસીની છ પોલિસી ખરીદી હતી. જેમા તેની માતા અને બહેનનું નામ નોમિની તરીકે હતું. ઓક્ટોબર, ૨૦૨૫માં મૃતકના ભત્રીજા-નોમિનીમાંથી એકના પુત્રએ દાવાઓના પતાવટ માટે અરજી સબમિટ કરી હતી. ફરિયાદ મુજબ બંને અધિકારીઓએ દાવાની પ્રક્રિયા માટે જરૃરી દસ્તાવેજોની ચકાસણી કરવા માટે ૨૦ જાન્યુઆરીના રોજ પરિવારના નિવાસસ્થાનની મુલાકાત લધી હતી. એક મહિના કરતાં વધુ સમય પછી ૨૩ ફેબુ્રઆરીના રોજ આરોપી કદમે એક વોટ્સએપ મેસેજ દ્વારા કથિત રીતે ૪ લાખ રૃપિયા એટલે કે કુલ દાવાના ૧૦ ટકાની માંગણી કરી હતી. જેમા કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે આ રકમ તેની અને પાટીલ વચ્ચે વહેંચી લેવામાં આવશે.
આ મેસેજ બાદ ફરિયાદીએ સીબીઆઈનો સંપર્ક કર્યો હતો. જેણે ૨૪ ફેબુ્રઆરીએ સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં ચકાસણી હાથ ધરી હતી જેમાં ફરિયાદી અને આરોપી બીડમાં મળ્યા હતા. એફઆઈઆર મુજબ એક લાખ બે દિવસમાં ચૂકવવાના હતા. જ્યારે બાકીના ૩ લાખ વીમાની રકમ જમા થયા પછી સોંપવાના હતા.

ફરિયાદ અને ચકાસણીના આધારે સીબીઆઈએ ગુરુવારે ઔપચારિક કેસ નોંધ્યો હતો. તપાસકર્તાઓ કથિત વોટ્સએપ એક્સચેન્જ અને રેકોર્ડ કરેલી વાતચીત સહિત અન્ય ઈલેક્ટ્રોનિક પુરાવાઓની તપાસ ચાલી રહી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
