થાણેના ઘોડબંદર રોડ વિસ્તારમાં પાણીનું સંકટ દિવસે-દિવસે ગંભીર બની રહ્યું છે. નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતાં રહેવાસીઓને ભારે મુશ્કેલી થઈ રહી છે. અનેક રહેણાક સોસાયટી હવે પાણીનાં ટેન્કર પર નિર્ભર હોવાનું કહેવાય છે ત્યારે સ્થાનિક રહેવાસીઓ અને સ્થાનિક નગરસેવકોએ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)ના કમિશનરને પત્ર લખીને જ્યાં સુધી પાણીની અછત દૂર ન થાય ત્યાં સુધી નવા બાંધકામના પ્રોજેક્ટને પરવાનગી ન આપવામાં આવે એવી માગણી કરી છે. ઘોડબંદરમાં આવેલી એક ઈમારતને દર મહિને અંદાજે એક લાખથી સવા લાખ રૂપિયા સુધીનો વધારાનો પાણી માટે ખર્ચ કરવો પડે છે જેને કારણે રહેવાસીઓ પર આર્થિક બોજ વધે છે.

થાણેના વિસ્તરણ સાથે ઘોડબંદર વિસ્તારમાં મોટી સંખ્યામાં નવી ઈમારતો ઊભી થઈ છે અને હજી પણ બાંધકામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. જોકે વધતી વસ્તી પ્રમાણે પાણીપુરવઠાની યોગ્ય યોજના ન થવાને કારણે હાલની સ્થિતિ વધુ વણસી રહી છે.
આ વિસ્તારમાં આવેલાં કેટલાંક રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સમાં એકથી વધુ ઈમારતો છે અને હજારો લોકો વસે છે એમ જણાવતાં કાસારવડવલીમાં રહેતા એક રહેવાસીએ કહ્યું હતું કે ‘ઘોડબંદર પર કાસારવડવલી, આનંદનગર, ભાઈંદરપાડા અને માનપાડામાં હજારો લોકો વસે છે છતાં નિયમિત પાણી ન મળતાં લોકોને મજબૂરી થી ટેન્કર મંગાવા પડે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
