ચેમ્બુરમાં સુભાષ નગર પરિસરમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના આઠમા માળા પરથી પડીને છ મજૂરો ગંભીર રીતે જખમી થયા હોવાની દુર્ઘટના શનિવારે બની હતી. તમામ મજૂરોને ઘાટકોપરની રાજવાડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું. તો એકની હાલ ગંભીર હોઈ બાકીના જખમી પર સારવાર ચાલી રહી છે.
ચેમ્બુરના સુભાષ નગરમાં છેલ્લા અનેક વર્ષોથી જૂની બિલ્િંડગોનું રિડેવલપમેન્ટનું કામ મોટા પાયા પર ચાલી રહ્યું છે. બિલ્િંડગ નંબર ૩૬નું પણ રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું હોઈ શનિવારે સવારના મજૂરો આઠમા માળા પર કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક છ મજૂર ઉપરથી નીચે પડયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે જખમી મજૂરોને રાજવાડી હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે સારવાર અગાઉ જ રામલલ્લૂ નામના મજૂરનું મૃત્યુ થયું હોવાનું હૉસ્પિટલના ડૉકટરે જણાવ્યું હતું. તો બાકીના પાંચમાંથી બાવીસ વર્ષના ગુણધર રાયન હાલત ક્રિટીકલ છે.
આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.

આ દુર્ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ એવો આરોપ કર્યો હતો કે મજૂરોની સુરક્ષાને લગતા કોઈ પણ સાધન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નહોતા. પોલીસ આ બાબતે વધુ તપાસ કરી રહી છે.
આ દુર્ઘટના બાદ મેયર રીતુ તાવડે સહિત પાલિકાના વિરોધપક્ષ નેતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મેયરે બાંધકામમાં બેદરકારી દાખવવા બદલ જવાબદાર ડેવલપર અને કૉન્ટ્રેક્ટર સામે આકરા પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ જ જવાબદાર સામે સદોષ મનુષ્યવધ ગુનો નોંધવા પર પણ તેમણે ભાર આપ્યો હતો. એ સાથે જ તેમણે પાલિકા અને મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ને ભવિષ્યમાં આવા અકસ્માત ન બને તે માટે તમામ આવશ્યક પગલાં અમલમાં મૂકવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
