ગુસ્સો માત્ર તમારા વ્યવહાર અને સંબંધોને ખરાબ કરતો નથી પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તાજેતરમાં થયેલા સંશોધનમાં સામે આવ્યું કે માત્ર 8 મિનિટનો ગુસ્સો રક્ત વાહિકાઓને સંકુચિત કરી શકે છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.
ગુસ્સો માત્ર એક ભાવનાત્મક પ્રતિક્રિયા નથી, પરંતુ તે આપણા હ્રદયના સ્વાસ્થ્ય પર ગંભીર પ્રભાવ પાડી શકે છે. તાજેતરમાં થયેલા રિસર્ચમાં સામે આવ્યું કે જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય છે તો તેના શરીરમાં તણાવ હોર્મોન જેમ કે એડ્રેનાલિન અને કોર્ટિસોલનો સ્ત્રાવ થાય છે. આ હોર્મોન રક્ત વાહિકાઓને સંકુચિત કર છે, બ્લડપ્રેશર વધારે છે અને હ્રદયની ગતિ વધારે છે. તાજેતરમાં એક અભ્યાસમાં સામે આવ્યું કે માત્ર 8 મિનિટનો ગુસ્સો તમારી રક્ત વાહિકાઓને કઠોર બનાવી શકે છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. વૈજ્ઞાનિકોએ 300 સ્વસ્થ વયસ્કો પર અભ્યાસ કર્યો, જેમાં ગુસ્સાની યાદોને 8 મિનિટ સુધી યાદ કરવાનું કહેવામાં આવ્યું. તેના પરિણામ ચોંકાવનારા હતા, કારણ કે ગુસ્સો રક્ત વાહિનીઓની પહોળાઈ લગભગ અડધી કરી દે છે અને તેનો પ્રભાવ 40 મિનિટ સુધી રહે છે. ડો. નીત શાહ, એક હ્રદયરોગ નિષ્ણાંતે કહ્યું કે એકવારનો ગુસ્સો સ્થાયી નુકસાન નથી પહોંચાડતો, પરંતુ વારંવાર ગુસ્સો રક્ત વાહિકાઓને ધીમે-ધીમે નુકસાન પહોંચાડી શકે છે.

રિસર્ચના આંકડા
અભ્યાસમાં 300 સ્વસ્થ વયસ્કોને સામેલ કરવામાં આવ્યા હતા. તેને ગુસ્સાની કોઈ યાદને આઠ મિનિટ સુધી વિચારવાનું કહેવામાં આવ્યું. પરિણામસ્વરૂપ તેની રક્ત વાહિકાઓની પહોળાઈમાં 50 ટકાનો ઘટાડો થયો. તેનાથી વિપરીત ઉદાસી કે ચિંતા જેવી અન્ય ભાવનાઓનો સમાન પ્રભાવ ન પડ્યો. જ્યારે રક્ત વાહિકાઓ કઠોર થઈ જાય છે તો હ્રદયે લોહીને પંચ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે, જેનાથી હ્રદય પર તણાવ વધે છે. સમયની સાથે ગુસ્સાનો વારંવાર અનુભવ કરવાથી બ્લડ પ્રેશર, ધમનીઓને નુકસાન, પ્લાકનું નિર્માણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી શકે છે.
ગુસ્સો અને હાર્ટ હેલ્થનો સંબંધ
આધુનિક જીવનશૈલીમાં શારીરિક ગતિવિધિઓનો અભાવ, ખરાબ ઊંઘ અને તણાવના સ્તરમાં વધારાથી હ્રદયના સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડે છે. જ્યારે ગુસ્સો આ કારણો સાથે મળી જાય છે તો હ્રદય પર વધુ દબાવ પાડે છે. ડો. શાહે ચેતવણી આપી કે યુવા, સ્વસ્થ વ્યક્તિ પણ જો ગુસ્સાને એક સામાન્ય પ્રતિક્રિયાના રૂપમાં અપનાવે છે તો તે અજાણતા લાંબાગાળે હ્રદયનું જોખમ વધારે છે.
ગુસ્સાને કંટ્રોલ કરવાનો ઉપાય
ગુસ્સાને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવો જરૂરી નથી, પરંતુ તેને મેનેજ કરવો મહત્વપૂર્ણ છે. ડોક્ટર કેટલીક સરળ રણનીતિઓ જણાવે છે.

ગુસ્સો આવવા પર ઊંડા શ્વાસ લો કે 10 સુધી ગણતરી કરો.
ઉત્તેજક સ્થિતિથી દૂર જાવો
નિયમિત ચાલો અને વ્યાયામ કરો
દરરોજ 8-9 કલાકની ઊંઘ લો
તણાવ મેનેજમેન્ટ માટે ડોક્ટર સાથે વાત કરો કે ધ્યાન અને યોગ કરો
તમારા હ્રદયની નિયમિત તપાસ કરાવો.
કોલેસ્ટ્રોલ અને સુગરના સ્તરને નિયંત્રણમાં રાખો
વજન કંટ્રોલમાં રાખો
આ સરળ ઉપાયો અપનાવી તમે હ્રદયના સ્વાસ્થ્યની રક્ષા કરી શકો છો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકો છો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
