શ્રી કચ્છી રાજગોર બ્રાહ્મણ સમાજ ડોંબીવલી દ્વારા 30 મા સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન રવિવાર તારીખ 15-2-26 ના રોજ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડીલ વંદના કરી 70 વર્ષની ઉપરના સિનિયર સિટીઝનો નું બહુમાન કરવામાં આવ્યું હતું તથા સમારોહ પ્રમુખ પ્રકાશ વીરજી પેથાણીનું પણ શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું.












આ કાર્યક્રમ માં લોહાણા, સારસ્વત બ્રાહ્મણ, ડોમ્બીવલી ગુજરાતી સમાજ જેવા સાત સમાજોના પ્રમુખ તથા પદાધિકારીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. શ્રી કચ્છી રાજગોર બ્રાહ્મણ સમાજ (ડોંબિવલી) દ્વારા આયોજીત સ્નેહમિલન તથા શૈક્ષણિક સન્માન સમારોહમા સ્ટેજ પરથી સંચાલનનો દૌર સંભાળનાર હતા શ્રીમતિ વર્ષાબેન હેમંતભાઈ પેથાણી તથા શ્રી તેજસ ભાઈ માકાણી. શ્રી પુનિતભાઈ બોડાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે જ્ઞાતિબંધુઓ સમક્ષ તેજસ્વી અને આકર્ષક વાણી થી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
