સવારે જાગો ત્યારથી પેટ ભારે અને ફુલેલું લાગતું હોય અને વિચિત્ર બેચેનીનો અનુભવ થતો હોય તો સમજી લેજો તમને બ્લોટિંગની સમસ્યા છે. વ્યક્તિની ખાવાપીવાની ખરાબ આદત અને અમુક સમયે બેસી રહેવાની આદતના કારણે બ્લોટિંગ થાય છે. તો ચાલો આજે તમને બ્લોટિંગ થવાના આવા 6 કારણો વિશે જણાવીએ.
બ્લોટિંગ એટલે કે પેટ ફૂલી જવાની સમસ્યા પાચન સંબંધિત થતી સામાન્ય સમસ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે બ્લોટીંગ થવાનું મુખ્ય કારણ વ્યક્તિની 6 ખરાબ આદતો હોય છે ? વ્યક્તિની ખાવા પીવાની ખરાબ આદતોના કારણે તેને બ્લોટીંગ જેવી તકલીફ સહન કરવાનો વારો આવે છે. જ્યારે વધારે પડતો ભારે ખોરાક ખાધો હોય, તળેલો ખોરાક ખાધો હોય ત્યારે પેટમાં ગેસ કે ભારેપણું અનુભવાતું હોય છે. પરંતુ કેટલાક લોકોને તો રોજ સવારે પેટ ભારે અને ફૂલેલું લાગે છે. જો કોઈ વ્યક્તિને રોજ પેટ ફુલેલું રહેતું હોય તો તેની પાછળ તેની જ કેટલીક આદતો જવાબદાર હોય છે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ રોજની ખાવા પીવાની અને જીવનશૈલીને કઈ ખરાબ આદતો હોય છે જેના કારણે વારંવાર બ્લોટીંગ ની તકલીફ થઈ જાય છે.
ફાઇબર વધારે પ્રમાણમાં લેવું

ખોરાકના પાચન માટે શરીરમાં ફાઇબર હોવું જરૂરી છે પરંતુ જો ફાઇબર અચાનક વધી જાય તો પણ તકલીફ થઈ જાય છે. ફાઇબર વધુ લેવાઈ જાય તો પણ પેટ ફૂલી જાય છે. જો શરીરમાં ફાઇબર ઓછું હોય તો ફાઇબરની માત્રા ધીરે ધીરે વધારવી જોઈએ. વયસ્ક વ્યક્તિએ રોજ બે થી ત્રણ ગ્રામથી વધારે ફાઇબર લેવું નહીં. જો તમે ફાઇબર માટે કોઈ વસ્તુનું સેવન કરો છો તો તેની સાથે પાણી પીવું પણ જરૂરી છે. લોકો ભૂલ એ કરતા હોય છે કે ફાઇબરનું પ્રમાણ તો વધારે છે પરંતુ પાણી પીતા નથી જેના કારણે બ્લોટિંગની તકલીફ વધી જાય છે.
પાણી વધારે પીવું અને પાણી ઓછું પીવું
બ્લોટીંગ થવાનું અન્ય એક કારણ પાણી પણ છે. ઘણા લોકો એટલું બધું પાણી પી લેતા હોય છે કે તેમની પાચનતંત્રની સ્થિતિ બગડી જાય. તો વળી કેટલાક લોકો એવા પણ હોય છે કે જે દિવસ દરમિયાન ખૂબ જ ઓછું પાણી પીવે છે. આ બંને સ્થિતિ બ્લોટિંગનું કારણ બને છે. જ્યારે તમે આહારમાં ફાઇબરનું પ્રમાણ વધારો છો ત્યારે પાણીનું પ્રમાણ પણ વધારવું જરૂરી છે.
ઉતાવળમાં જમવું
તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે ઉતાવળમાં ખોરાક બરાબર ચાવ્યા વિના પેટમાં ઉતારો છો તો તેનાથી પણ બ્લોટીંગ થઈ શકે છે. જ્યારે પણ તમે ઝડપથી ખોરાક બરાબર ચાવ્યા વિના ખાધો હશે ત્યારે તમને બીજા દિવસે ગેસ અને ભારેપણાનો અનુભવ ચોક્કસથી થશે. કારણ કે જ્યારે આપણે ખોરાક ઉતાવળમાં ખાઈએ છીએ ત્યારે તેની સાથે હવા પણ જાય છે જેના કારણે પેટમાં ગેસ બને છે. આવું મોટાભાગે ત્યારે થાય છે જ્યારે લોકો ટીવી કે મોબાઈલ સામે બેસીને જમતા હોય. તેથી જમતી વખતે ખોરાકને બરાબર ચાવીને ધીરેથી ગળે ઉતારવો.
વધારે પડતું ભોજન
ડોક્ટરો એવી સલાહ આપતા હોય છે કે ભૂખ હોય તેના કરતાં પણ થોડું ઓછું જમવું જોઈએ. તેનાથી વિરુદ્ધ કેટલાક લોકો પેટ ભરીને જમી લેતા હોય છે. ક્યારેક કોઈ વસ્તુ વધારે ભાવે તો પેટ ભરાઈ ગયા પછી પણ થોડું જમી લેતા હોય છે. આ રીતે વધારે પડતો આહાર લેવો બ્લોટિંગનું કારણ બને છે. કારણ કે એક સાથે વધારે પડતો ખોરાક લેવાથી પાચન તંત્ર પર પ્રેશર વધે છે અને ખોરાકનું પાચન થઈ શકતું નથી.

મોડી રાત્રે જમવું
હેલ્ધી રહેવા માટે હેલ્થ એક્સપર્ટ સલાહ આપતા હોય છે કે સુવાનો સમય હોય તેના ત્રણ કલાક પહેલા જમી લેવું જોઈએ. કારણ કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ પાચન ક્રિયા ધીમી પડી જાય છે.. મોડી રાત સુધીમાં શરીર આરામ કરવાની તૈયારીમાં હોય છે. આવા સમયે જો તમે કંઈ પણ ખાવાનું શરૂ કરો છો તો તેનું પાચન થતું નથી અને બીજા દિવસે બ્લોટિંગ થઈ જાય છે. તેથી મોડી રાત્રે કંઈ પણ ખાવાનું ટાળવું જોઈએ.. જો તમને રોજ મોડી રાત્રે જમવાની આદત છે તો આ આદત સુધારી લેવી.
સતત કલાકો સુધી બેસી રહેવું
જો તમે દિવસમાં એક કલાક વર્કઆઉટ કરી લો છો પરંતુ બાકીના સમયે ચેર પર સતત બેસી રહો છો તો તેનાથી પાચન ક્રિયા પ્રભાવિત થશે. એવા અનેક લોકો હશે જેમને કલાકો સુધી બેસીને કામ કરવાનું હોય. પરંતુ આદર્શ સ્થિતિ એ હોય છે કે દર 30 મિનિટ કે 40 મિનિટે ચેર પરથી ઉભા થઈને થોડું ચાલી લેવું અથવા તો સ્ટ્રેચિંગ કરી લેવું. સતત એક કલાક કે તેનાથી વધારે સમય સુધી બેસી રહેવાથી બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થાય છે અને બ્લોટીંગ પણ થવાના ચાન્સ રહે છે. તેથી કલાકો સુધી બેસી રહેવાને બદલે દર 30 મિનિટે એક વોક કરી લેવી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
