કચ્છી લોહાણા ઠા. નરોતમદાસ દાવડા (ઉં. વ. ૮૯) ગામ નખત્રાણા હાલ માધાપર (કચ્છ) તે સ્વ. સાકરભાઇ નારાણજી વાલજી દાવડાના પુત્ર. સ્વ. ઝવેરબેનના પતિ. બીના નિતીનકુમાર કોઠારી, જયોતિ અને નરેશના પિતાજી. સ્વ. દીનકરરાય, સ્વ. ચંદ્રસિંહ, ગં. સ્વ. સાવિત્રીબેન નારાણજી પલણ, સ્વ. લક્ષ્મીબેન કરસનદાસ ભગદે, સ્વ. હીરાલાલના ભાઇ. સ્વ. કાશીબેન કાનજીભાઈ કુંવરજી પવાણી (કેરા)ના જમાઇ. તા. ૩૦-૧-૨૬ના શ્રી રામચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી દશા સોરઠીયા વણિક સમાજ
બિલખા નિવાસી હાલ થાણે, અ. સૌ. ચંદ્રિકાબેન (ઉ. વ. ૬૭) તે, તા. ૧-૨-૨૬ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે રમેશભાઈ છબિલદાસ ભૂપતાણીના ધર્મપત્ની, તે સ્વ. ચંપકલતા નટવરલાલ, સ્વ. વ્રજબાળા હસમુખરાય, સ્વ. રસિકલાલ, સ્વ. નવનીતલાલ અને કિશોરચંદ્રના નાના ભાઈના પત્ની તે સ્વ. જયાબેન જયંતિલાલ સાંગાણીના સુપુત્રી. તે ભારતીબેન હરેશભાઈ, પ્રવિણાબેન દીપકકુમાર, સ્વ. હસમુખભાઈ તથા સ્વ. કિશોરભાઈના ભહેન. તે યાસિકા, મિહિર, કલશ, જય, હર્ષ, અનિરુદ્ધ અને વણના દાદી સર્વપક્ષીય પ્રાર્થના સભા તા. ૫-૨-૨૬, ગુસ્વારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ તૃપ્તિ બેન્કવેટ હોલ, એમ.એચ. હાઈસ્કૂલ બિલ્ડીંગ, ઝુડિયોની સામે, શિવાજી પથ, થાણે, ૪૦૦૬૦૧ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઢસા – આંબરડી નિવાસી હાલ ઘાટકોપર – સ્વ. કાશીબેન નાગરદાસ બોટાદરાના પુત્રવધૂ અ. સૌ. ભારતીબેન (ઉ. વ. ૮૩) તે ધીરજલાલ બોટાદરાના ધર્મપત્ની. ધારી નિવાસી સ્વ. ગુણવંતરાય મોહનલાલ ઠોસાણીના બેન. દીપ્તિ દિલીપ શાહ, જતીન – અમિતા, પ્રીતિ સંજય ધોળકિયાના માતુશ્રી. ધૃતિ – પંક્તિના દાદી. સ્વ. રસિકભાઈ, લલિતભાઈ, સ્વ. કિશોરભાઈ, જયેશભાઈ અને નયનાબેન હર્ષદભાઈ શાહના ભાભી, સોમવાર તા. ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ ના સ્વર્ગવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૫-૨-૨૬ ના સાંજે ૪.૩૦ થી ૬.૩૦ લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઈ.) માં રાખેલ છે. ત્વચાદાન કરેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
