બાંધકામ પ્રકલ્પોના લીધે શહેરમાં વધેલી ભારે વાહનોની અવરજવર નિયંત્રિત કરવા મુંબઈ પરિવહન પોલીસે 1 ફેબ્રુઆરીથી દરરોજ સવારે 8 થી 11 અને સાંજ 5 થી 9 વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનો પર પ્રવેશબંધી લાગુ કરી છે. જો કે એના પર ટ્રાન્સપોર્ટ સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે અને હવે આંદોલન કરવાની તૈયારીમાં છે.
વધેલા બાંધકામ પ્રકલ્પોના લીધે શહેરમાં ભારે વાહનોની અવરજવર વધી છે. તેથી શહેરમાં ટ્રાફિકજામનું પ્રમાણ વધ્યું છે. મુંબઈમાં અનેક ઠેકાણે વિકાસકામ ચાલુ છે. તેથી અનેક રસ્તા સાંકડા બન્યા છે. ત્યાં સખત ટ્રાફિકજામ થાય છે. આ રસ્તાઓ પર ભારે વાહન આવે ત્યાારે ટ્રાફિ્કજામમાં વધારો થાય છે. તેમ જ બાંધકામના લીધે વિવિધ પ્રકારના ભારે વાહન મુંબઈના રસ્તાઓ પર દોડે છે.

સવારે અને સાંજે ગિરદીના સમયે વાહનોની લાંબી લાઈન લાગે છે. એના કારણ અકસ્માતોનું પ્રમાણ પણ વધે છે. તેથી ભારે વાહનો પર શહેરમાં પ્રવેશબંધીનો નિર્ણય મુંબઈ પરિવહન પોલીસે લીધો. દક્ષિણ મુંબઈમાં આ પરિવહન નિયમ વધુ કઠોર કરવામાં આવ્યા છે. લક્ઝરી બસ સહિત તમામ ભારે વાહનો પર સવારે 7 થી મધરાતે 12 વાગ્યા સુધી બંધી મૂકવામાં આવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
