અળસીના બીજને સુપરફુડ કહેવામાં આવે છે તેની પાછળ તેના ગુણ જવાબદાર છે. આ દાણા ખાવાનો સૌથી સારો સમય શિયાળો છે. ઠંડીના દિવસોમાં અળસી ખાવાથી શરીરને લાભ થાય છે. તો ચાલો આજે તમને આ અંગે વિસ્તારપૂર્વક માહિતી આપીએ.
અળસી દેખાવમાં સામાન્ય લાગે છે પરંતુ આ નાના નાના દાણા શરીરમાં મોટા ફેરફાર અને ફાયદા કરી શકે છે. અળસી ખાવી શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર અળસીના બીની તાસીર ગરમ હોય છે. તેથી અળસી ખાવાનો ઉત્તમ સમય શિયાળાની ઋતુ ગણાય છે. શિયાળામાં રોજ અળસીના બી ખાવા જોઈએ. અળસીના બી રોજ ખાવાથી શરીરને કેવા ફાયદા થાય છે આજે તેના વિશે તમને જણાવીએ.. તમારે વધારે અળસી ખાવાની જરૂર પણ નથી રોજ એક ચમચી જેટલી અડસી ખાઈ લેવાથી શરીરમાં તમે કલ્પના પણ નહીં કરી હોય તેવા ફાયદા દેખાવા લાગશે.
શરીરને મળશે ગરમી

અળસીની તાસીર ગરમ હોય છે તેથી શિયાળાના દિવસોમાં તેને સુપર ફૂડ ગણવામાં આવે છે. એક ચમચી અળસીના દાણા પણ શરીરને જરૂરી ગરમી આપે છે. અળસી ખાવાથી શરીર અંદરથી ગરમ રહે છે. જેના કારણે ઠંડીની ઋતુમાં પણ તમને ઉર્જા અને તાજગીનો અનુભવ થાય છે.
ઈમ્યુનિટી વધે છે
અળસી સૌથી શ્રેષ્ઠ ઇમ્યુનિટી બુસ્ટર છે. ફ્લેક્સ સીડ્સ મેગ્નેશિયમ, ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામીન થી ભરપૂર હોય છે.. રોજ એક ચમચી અળસી ખાવાથી શરદી, ઉધરસ, તાવ અને સિઝનલ બીમારીઓથી રક્ષણ થાય છે. આવી બીમારીઓ ત્યારે થાય છે જ્યારે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, જો તમે રોજ અળસી ખાશો તો રોગપ્રતિકારક શક્તિ વધી જશે અને આવી બીમારીઓ નહીં થાય.
પાચન સુધરશે અને હાડકા મજબૂત થશે
રોજ એક થી બે ચમચી શેકેલી અળસી અથવા તો તેનો પાવડર ખાવાથી શરીરને એનર્જી મળે છે. શેકેલી અળસી ખાવાથી પાચન સુધરે છે અને તેનાથી હાડકાને પણ મજબૂતી મળે છે.
વજન ઘટાડશે અળસી
અળસીમાં હેલ્ધી ફેટની સાથે ફાઇબર સારી એવી માત્રામાં હોય છે. અળસીમાં કાર્બ્સ ઓછા હોય છે જે વજન ઘટાડવા માટે જરૂરી છે. જો તમે વજન ઘટાડવા માંગો છો તો અળસીના બી ડાયટમાં સામેલ કરી લો તેનાથી વેટ લોસ જર્ની સરળ થઈ જશે.
બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે
અળસીમાં ઘુલનશીલ ફાઇબર હોય છે જેના કારણે સુગર ઓછું કરવામાં મદદ કરી શકે છે. જો તમને ટાઈપ ટુ ડાયાબિટીસ છે તો અળસીને આજથી જ ડાયટમાં સામેલ કરી લેજો તમને થોડા જ દિવસમાં ફેરફાર દેખાવા લાગશે
બ્લડ પ્રેશર કંટ્રોલ થશે
અળસીના બી હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે લાભકારી છે. જો બ્લડ પ્રેશર ઝડપથી વધી જતું હોય તો મેગ્નેશિયમથી ભરપૂર અળસીના બી ડાયટમાં સામેલ કરી લેજો તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

અળસી ખાવાની રીત
અળસી ખાવાના ફાયદા વિશે તો જાણી લીધું આ ફાયદા જાણ્યા પછી તમને પણ અળસી ખાવાનું મન ચોક્કસથી થઈ જશે. પરંતુ સાથે જ એક પ્રશ્ન થશે કે અળસીને ડાયટમાં કેવી રીતે સામેલ કરી શકાય? તો ચાલો તમને જણાવીએ કે અળસીને ડાયટમાં કેવી રીતે સામેલ કરી શકાય. અળસી એવી વસ્તુ છે જેને તમે અલગ અલગ રીતે ડાયટમાં એડ કરી શકો છો. અળસીને શેકી તેનો પાવડર બનાવીને તમે પાણીમાં મિક્સ કરીને પી શકો છો. આ સિવાય કોઈ સ્મુધી બનાવો તો તેમાં પણ અળસીના દાણા ઉમેરી શકો છો. શેકેલી અળસીને તમે દહીંમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો. જો તમારે આ રીતે અળસી ન ખાવી હોય તો તમે જમ્યા પછી જે મુખવાસ રોજ ખાતા હોય તેમાં પણ શેકેલી અળસી મિક્સ કરી શકો છો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
