બાળકને જન્મ આપ્યા પછી મહિલાઓના શરીરમાં ઘણા ફેરફાર થાય છે. આ ફેરફાર દરમિયાન તેને કેટલીક પરેશાનીઓ પણ સહન કરવી પડે છે. તેમાંથી 4 સમસ્યા એવી છે જે લગભગ દરેક મહિલાને સહન કરવી પડે છે. આ 4 સમસ્યા વિશે દરેક સ્ત્રીને ખબર હોવી જોઈએ.
જ્યારે એક મહિલા બાળકને જન્મ આપે છે તો તેનું જીવન બદલી જાય છે. બાળકના જન્મ પછી મહિલાનું જીવન બાળકને ઉછેરવા પાછળ જ મોટાભાગે પસાર થતું હોય છે. બાળકના જન્મ પછી જે રીતે નવજાત શિશુની સંભાળ કરવી જરૂરી છે તે રીતે જ બાળકના જન્મ આપનારી માતાની સંભાળ પણ જરૂરી હોય છે. ખાસ કરીને ડિલિવરી પછીનો કેટલાક સમય સ્ત્રી માટે મુશ્કેલ હોય છે. મહિલાઓના શરીરમાં ડિલિવરી પછી કેટલીક સમસ્યાઓ પણ થાય છે. આ સમસ્યાઓ એવી છે જેમાંથી લગભગ દરેક સ્ત્રીને પસાર થવું પડે છે. તેથી તેના વિશે જાણકારી હોવી પણ જરૂરી છે. જે પણ સ્ત્રી માં બનવા જઈ રહી છે તેને પણ આ સમસ્યાઓ વિશે જાણવું જોઈએ જેથી તે મેન્ટલી પ્રિપેર રહે. સાથે જ પરિવારના લોકોને પણ આ વિશે જાણકારી હોવી જોઈએ જેથી સ્ત્રીના મુશ્કેલ સમયમાં તેને પૂરતો મળે અને તેનું ધ્યાન રાખવામાં આવે.
જ્યારે સ્ત્રી બાળકને જન્મ આપે છે તો તેના શરીરમાં કેટલાક ફેરફાર થાય છે. આ ફેરફાર દરમિયાન કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. આ સમસ્યાઓ વિશે જાણકારી હોવી જરૂરી છે કારણ કે તો જ સ્ત્રી પોતાની અને પોતાના બાળકની સંભાળ સારી રીતે લઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ ડીલેવરી પછી મહિલાઓમાં થતી 4 સૌથી સામાન્ય સમસ્યાઓ વિશે.

હેવી બ્લીડિંગ
હેલ્થ એક્સપર્ટ અનુસાર ડિલીવરી પછી બ્લીડિંગ થાય તે નોર્મલ છે. મોટાભાગે મહિલાઓને બાળકના જન્મ પછી બે થી છ અઠવાડિયા સુધી બ્લીડિંગ થઈ શકે છે. ઘણી મહિલાઓને હેવી બ્લીડિંગ પણ થતું હોય છે. બ્લીડિંગ સમય જતા ધીરે ધીરે નોર્મલ થાય છે અને પછી બંધ થાય છે. પરંતુ સમય જતા પણ બ્લીડિંગ ઓછું ન થાય અને બ્લીડિંગ સાથે ક્લોટિંગની સમસ્યા પણ વધે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ઇન્ફેક્શન
જો ડીલેવરી સર્જરી દ્વારા થઈ હોય તો ટાંકામાં ઇન્ફેક્શન થવાનું જોખમ પણ હોય છે. મોટાભાગે ડોક્ટર્સ ડિલીવરી પછી સાફ-સફાઈ નું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપે છે. જો ઓપરેશનથી ડિલીવરી થઈ હોય તો આ બાબતે ખાસ તકેદારી રાખવી. સી સેક્શન પછી જો યુરીનેશન દરમિયાન દુખાવો, તાવ, રેડનેસ, ઈરીટેશન જેવા લક્ષણોનો અનુભવ થાય તો તે ઇન્ફેક્શનના કારણે હોઈ શકે છે આ સ્થિતિમાં ડોક્ટરનો તુરંત સંપર્ક કરવો.
બ્રેસ્ટ પેન
ડીલેવરી પછી બ્રેસ્ટ પેન ની સમસ્યા સામાન્ય છે પરંતુ તેનો અનુભવ થાય ત્યારે સ્ત્રી અસામાન્ય અનુભવ કરવા લાગે છે. શરૂઆતના સમયમાં બ્રેસ્ટ ફિડીંગ દરમિયાન સોજો અને દુખાવો પણ રહી શકે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે કોલ્ડ અને હોટ કમ્પ્રેસ નો ઉપયોગ કરી શકાય છે. થોડા દિવસોમાં દુખાવો દૂર થવા લાગશે. પરંતુ જો દુખાવો બંધ ન થાય અને તેની સાથે જ તાવ રેડનેસ જેવા લક્ષણ દેખાય તો ડોક્ટરની સલાહ લેવી.

ડિપ્રેશન
પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાંથી લગભગ દરેક સ્ત્રી પસાર થાય છે. આ સમય સૌથી વધારે સંભાળવાનો હોય છે. ડિલિવરી પછી થોડા સમય દરમિયાન સ્ત્રી અસહજ અનુભવ કરે છે. હોર્મોનલ ફેરફારના કારણે મૂડ અપડાઉન થાય છે. ઘણી મહિલાઓ બાળકના જન્મ પછી તુરંત આ ડિપ્રેશનનો સામનો કરે છે તો કેટલીક મહિલાઓને થોડાક સમય પછી આ અનુભવ થાય છે. ડિપ્રેશનના કારણે મહિલાને લાગે છે કે તે બાળકની સંભાળ નથી લઈ શકતી, તે હેલ્ધી ફીલ નથી કરતી. જેના કારણે ઘણી વખત રડવું આવે, તો ઘણીવાર ગુસ્સો આવે છે. આ બધા જ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના લક્ષણ હોઈ શકે છે. આ સ્થિતિમાં પાર્ટનર સાથે વાતચીત કરી અને જરૂરી લાગે ત્યારે ડોક્ટરની મદદ પણ લેવી
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
