જો તમે રોટલીના ઘઉંના લોટને ફાઈબર, પ્રોટીન સહિતના પોષકતત્વોથી ભરપુર બનાવવા માંગો છો તો હવે પછી જ્યારે પણ ઘઉં દળાવો ત્યારે તેમાં કાળા દેશી ચણા ઉમેરી દેજો. ઘઉં અને ચણાના મિશ્રણથી જે લોટ તૈયાર થશે તે શરીર માટે બૂસ્ટર ડોઝ સાબિત થશે. તો ચાલો તમને જણાવીએ લોટ માટે ઘઉં ચણાનું માપ શું રાખવું અને આ લોટની રોટલી શરીરને કેવા ફાયદા કરે છે.
ઘઉંના લોટની રોટલી તો દરેક ઘરમાં બનતી જ હોય છે. પરંતુ ઘઉંના લોટની રોટલીમાં ગ્લુટન હોય છે. ઘઉંના લોટમાં અન્ય અનાજની સરખામણીમાં કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય છે જેના કારણે શુગર ઝડપથી વધી શકે છે. આ કારણે આજના સમયમાં લોકો ગ્લુટન ફ્રી, કાર્બ્સ ફ્રી રોટલીનો ઓપ્શન શોધતા હોય છે. તેથી ઘઉંને બદલે અન્ય અનાજની રોટલી ખાવાનું પસંદ કરે છે. જો કે એવું નથી કે ઘઉં હેલ્થ માટે સારા નથી. તમે ઘઉંની રોટલીને પણ પોષ્ટિક બનાવી શકો છો. ઘઉંના લોટની રોટલી આપણા આહારનો મહત્વનો ભાગ વર્ષોથી છે. આજના સમયમાં લોકોની જીવનશૈલી બેઠાળુ થઈ ગઈ છે જેના કારણે પણ સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી હોય છે. આ સ્થિતિમાં જો તમે રોટલીને હેલ્ધી બનાવવા માંગો છો તો તેનો રસ્તો આજે તમને જણાવીએ.

આ રસ્તામાં તમારે ઘઉંની રોટલી ખાવાનું છોડવાનું પણ નથી. ઘઉંના લોટની સ્વાદિષ્ટ, સોફ્ટ અને હેલ્ધી રોટલી રોજ ખાવાની છે. બસ ફેરફાર એ કરવાનો છે કે ઘઉંના લોટને પ્રોટીન અને ફાઈબરથી ભરપુર બનાવવા માટે તેમાં કાળા ચણા ઉમેરવાના છે. રોટલીનો લોટ તૈયાર કરાવવા માટે જ્યારે તમે ઘઉં દળાવો ત્યારે તેમાં દેશી કાળા ચણા ઉમેરી દેવા. ઘઉં અને ચણાના મિશ્રણથી જે લોટ તૈયાર થશે તેની રોટલી શરીરને ફાયદો કરશે
ઘઉં અને કાળા ચણાના લોટની રોટલી ખાવાથી શરીરને પ્રોટીન મળશે
કાળા ચણા પ્રોટીનથી ભરપુર હોય છે. પ્રોટીન શરીરના સ્નાયૂને મજબૂત કરે છે અને શરીરની ઉર્જા જાળવી રાખવામાં મદદ કરે છે. જે લોકો શાકાહારી હોય તેમના માટે કાળા ચણા પ્રોટીન મેળવવાનો સરળ અને સસ્તો રસ્તો છે. જો તમે રોજ ઘઉં અને કાળા ચણાના લોટની 2 રોટલી ખાશો તો પણ તમને શરીરની રોજની જરૂરીયાતનું પ્રોટીન મળી જશે.
ઘઉં અને કાળા ચણાની રોટલી પાચન સુધારશે
કાળા ચણા અને ઘઉંના લોટની રોટલી પાચન માટે અમૃત સમાન છે. કાળા ચણામાં ફાઈબર હોય છે. ફાઈબર આપણા પાચનતંત્રને ઠીક કરવાનું કામ કરે છે. આ રોટલી કબજિયાતની સમસ્યાથી બચાવશે, પેટ કલાકો સુધી ભરેલું રાખશે. આ રોટલી ખાવાથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળશે.
ડાયાબિટીસમાં બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
કાળા ચણામાં ગ્લાયસેમિક ઈંડેક્સ ઓછો હોય છે તેથી આ રોટલી ખાધા પછી રક્તમાં શુગર લેવલ ઝડપથી વધશે નહીં. કાળા ચણા અને ઘઉંની રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

ઘઉં અને ચણાથી હાડકા થશે લોખંડ જેવા મજબૂત
કાળા ચણા અને ઘઉંના લોટની રોટલી ખાવાથી હાડકા લોખંડ જેવા મજબૂત થાય છે. કાળા ચણા કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા પોષકતત્વોથી ભરપુર હોય છે. જે હાડકાને મજબૂત રાખે છે અને રક્તની ખામીને દુર કરે છે. જે લોકો નબળા હાડકાને લઈ ચિંતિત છે તેમણે આ લોટની રોટલી ખાવી જોઈએ.
રોટલીના લોટ માટે ઘઉં અને ચણાનું માપ કેટલું રાખવું ?
જો તમે ઘઉંના લોટને પ્રોટીન અને ફાઈબરથી ભરપુર બનાવવા માંગો છો તો તેના માટે ઘઉં અને ચણાનું માપ કેટલું રાખવું તે પણ જાણી લો. જો તમે એકવારમાં 5 કિલો ઘઉં દળાવો છો તો તમે 1 કિલો સુધીના કાળા ચણા ઘઉંમાં મિક્સ કરી શકો છો. એટલે કે દર 5 કિલો ઘઉંએ 1 કિલો ચણા મિક્સ કરવા. આ માપથી ઘઉં અને ચણા લેશો તો જે લોટ તૈયાર થશે તેની રોટલીનો સ્વાદ પણ બેસ્ટ હશે અને આ લોટની રોટલી નરમ પણ બને છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
