કચ્છી લોહાણા
સ્વ. પાવર્તબેન વલ્લભજી મુરજી ઠક્કર (રાયમંગ્યા) (ઉં.વ. ૮૫) કચ્છ ગામ મઊ (મોટી) હાલે ડોમ્બીવલી વાળાના પુત્ર જમનદાસ વલ્લભજી સોમવાર તા. ૨૬.૧.૨૬ના રામશરણ પામેલ છે તે દમયંતીબેનના પતિ. તે સ્વ. ગીરીશ, સ્વ. સુરેશ નીતા દીપક સોમૈયા અને વિપુલના પિતાશ્રી. તે સ્વ. ઝવેરબેન રતનશી ગણાત્રા, ભાનુબેન તુલશીદાસ, વિનોદભાઈ, જીતેન્દ્રભાઈ વિજયાબેન મહેશભાઈ પલણ અને સ્વ. પ્રતાપભાઈના ભાઈ. તે સ્વ. ઓધવજી લીલાધર ગટ્ટાના જમાઈ. તે સ્વ. માલતીબેન, નિર્મલાબેન અને ગં. સ્વ. પૂજાબેનના જેઠ. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૯.૧.૨૬ના ૫ થી ૭. ઠે. શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. પુષ્પાબેન (અમૃતબેન) પ્રતાપ ઠક્કર (નૈન સોમૈયા) (ઉં.વ. ૮૪) તે સ્વ. પ્રતાપભાઈ ઠક્કરના પત્ની તા. ૨૭.૧.૨૬ના સ્વર્ગવાસ પામ્યા છે. મૂળ ગામઃ ઝરૂ (કચ્છ), હાલ મુલુંડ તે સ્વ. કાશીબેન અને સ્વ. પુરુષોત્તમ સુંદરજી ઠક્કરના મોટા પુત્રવધુ. પિયર પક્ષઃ તે સ્વ. લક્ષ્મીબેન રામજીભાઈ હરીરામ અનુમ (ગામ: વરસામેડી)ના સુપુત્રી. તે નિલેશ, જીતેન્દ્ર અને મનોજ ઠક્કરના માતુશ્રી. તે મીના નિલેશ, સ્વ. કાશ્મીરા જીતેન્દ્ર અને નીતા મનોજ ઠક્કરના સાસુ. તે ચિંતન, રાજ અને જેનિલના દાદી. પ્રાર્થનાસભાઃ ગોપુરમ હોલ, જ્ઞાન સરિતા સ્કૂલ પાસે, આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ) તા. ૨૯.૧.૨૬ ગુરુવાર, ૫.૩૦થી ૭.૦૦.
કચ્છી લોહાણા મૂળ ગામ કચ્છ કોઠારા, હાલ મુલુંડ, જનકભાઈ (ઉં.વ.૬૭) સ્વ. નિર્મળાબેન કરમશી ધીરાવાણીના પુત્ર. તે નિશાબેન (નિમા)ના પતિ. સ્વ. પુષ્પાબેન મોતીરામ સેજપાલના જમાઈ. સ્વ. સરોજ અરવિંદભાઈ સોમૈયા, અ.સૌ. ભારતી શરદ ચોથાણીના નાનાભાઈ. કરણ, પાર્થના પપ્પા, ખુશ્બુ કરણ ધીરાવાણીના સસરા. તા. ૨૭.૧.૨૬ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૯/૧/૨૬ના સાંજે ૫.૩૦ થી ૭. સ્થળ- પવાણી હોલ, કચ્છી લોહાણા મહાજન વાડી, આર.આર.ટી. રોડ, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન રાજકોટ નિવાસી હાલ મુલુંડ હિતેષ ભોગીલાલ પારેખના ધર્મપત્ની અ.સૌ. છાયા (ઉં.વ. ૬૩) તે રિચા પુનિત ગુપ્તા, કુ. શ્રેયાના માતોશ્રી. સ્વ. માનવંતાબેન ભોગીલાલ હિરાચંદ પારેખના પુત્રવધૂ. ચંદ્રકાંતભાઈ, ભારતીબેન મહેન્દ્ર ગોડા, રેખા અશોક શાહ તથા સ્વ. અતુલભાઈના ભાભી. મેંદરડા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. કંચનબેન ચંદુલાલ પોપટલાલ માવાણીની સુપુત્રી. ધર્મેશભાઈ, રાગીણી મુકેશ સોની, સ્વાતી ભરત કોઠારીના બહેન તા. ૨૬-૧-૨૬ના અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
દશા શ્રીમાળી સ્થા. જૈન અમરાપુર ધાનાણી નિવાસી હાલ (ચેંબુર/વડોદરા) સ્વ. જયાબેન ઉત્તમચંદ કપુરચંદ દેસાઈના પુત્ર અરવિંદભાઈ (ઉ.વ.૭૭) તા. ૨૪/૧/૨૬ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. તે હર્ષાબેનના પતિ. સમીર, નિરવ ત્યા સોનલના પિતાશ્રી. સીમી ત્થા સમીરકુમાર કિર્તીકાંતભાઈ શાહના સસરા. બિપીનભાઈ, કિર્તીભાઈ, પ્રકાશભાઈ ત્થા ભાનુબેન કિશોરભાઈ ગોડાના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.
વીઢના શ્રી તરુણ નરશી ગોસર (ઉવ.૬૯) તા. ૨૬-૧-૨૬ના અવસાન પામેલ છે. દમયંતીબેન નરશીના પુત્ર. સરલાબેનના પતિ. હરખચંદ, મધુબેન, હંસાબેનના ભાઈ. ખેતબાઈ નેણશીના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. પ્રા. શ્રી ક.વિ.ઓ. દેરાવાસી જૈન મહાજન સં. શ્રી જીરાવલ્લા દેરાસર વાડી, દેરાસર લેન, પાટકોપર (ઈ), મું. ૭૭. ટા. ૨ થી ૩.૩૦.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ ભાવનગર હાલે મુલુંડ, રેખાબેન ચેતન મોદી (ઉ.વ. ૭૩) તા. ૨૬.૧.૨૬ના અવસાન પામ્યા છે. જશવંતીબેન નવનીતલાલ મોદીના પુત્રવધુ. તે ચેતનભાઈના ધર્મપત્ની. તે નિતુલ, રિદ્ધિના માતુશ્રી. તે છાયાબેન સતીષભાઈ મોદીના જેઠાણી. તે હેતલના સાસુજી. પિયર પક્ષે કચ્છ-પત્રીના લક્ષ્મીબેન જીવરાજ પુંજાભાઈ દેઢીયાના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
નવીનારના જ્યોત્સના (જયા) વિનય વોરા
(ઉ.વ. ૭૯) ૨૭/૧/૨૬ના અવસાન પામેલ છે. સ્વ. વિનયના પત્ની. સ્વ. લક્ષ્મીબેન નાનજી શીવજીના પુત્રવધુ. સ્વ. જાગૃતિ / કૃતિકા, જસ્મીનના માતુશ્રી. વડાલાના મણીબેન નાગજી લધા દેઢિયાના પુત્રી. વડાલાના ભવાનજી, હરખચંદ, પત્રીના દેવકાબાઇ, લાયજાના રંજનબેનના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : જસ્મીન જીગ્નેશ, ૯૩૩૭/એ બિલ્ડીંગ નં. ૨૩૯, કન્નમવરનગર નં.૨, વિક્રોલી (ઇસ્ટ), મુંબઇ-૮૩.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
