ફિટનેસ વધારે અને જરૂરી પોષકતત્વો પુરા પાડે તેવી વસ્તુઓમાં કોળાના બીજનું નામ સૌથી પહેલા આવે છે. લોકો આ બીજનો ઉપયોગ કરતાં પણ હોય છે પરંતુ પોષકતત્વોથી ભરપુર હોવા છતા આ બી શરીરને નુકસાન કરી શકે છે. આવું ક્યારે થાય ચાલો જાણીએ.
ફિટનેસ જાળવી રાખવા અને શરીરને જરૂરી પોષકતત્વો નેચરલી મળે તે માટે લોકો અલગ અલગ પૌષ્ટિક વસ્તુઓ ખાતા હોય છે. જેમાં હાલ ટ્રેંડ શરુ થયો છે અલગ અલગ બીજ ખાવાનો. ચિયા સીડ્સ, પમ્પકીન સીડ્સ, સનફ્લાવર સીડ્સ સહિતના બીજ શરીર માટે લાભકારી હોય છે. પરંતુ કેટલાક લોકો આ બીજને મુખવાસની જેમ ખાવા લાગે છે. જેમાં સૌથી વધુ લોકપ્રિય છે પમ્પકીન સીડ્સ, આ બીજ ગુણકારી હોય છે પરંતુ જો તમે જરૂર કરતાં વધારે ખાવ તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
પમ્પકીન સીડ્સ ગુણકારી હોય છે પરંતુ રોજ તમે વધારે માત્રામાં આ બીજ ખાવા લાગો તો તે શરીરમાં સમસ્યા વધારે છે. તમે જે વસ્તુને સુપરફુડ ગણીને ખાતા હોય તે વસ્તુ જ વજન વધવાનું, પેટમાં દુખાવાનું અને ગેસનું કારણ બની શકે છે. આજે તમને પમ્પકીન સીડ્સથી થતા આવા 5 નુકસાન વિશે જણાવીએ. રોજ તમે વધારે માત્રામાં આ બીજ ખાશો તો તમને આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
પમ્પકીન સીડ્સ વધારે ખાવાથી થતા નુકસાન

પેટમાં ગડબડ
પમ્પકીન સીડ્સમાં ફાઈબર વધારે માત્રામાં હોય છે. ફાઈબર કબજિયાત મટાડે છે પરંતુ જો તમે એકવારમાં એક સાથે વધારે કોળાના બીજ ખાઈ લેશો તો તમારું પેટ આટલું ફાઈબર હેન્ડલ નહીં કરે છે. તેના કારણે તમને ગેસ, બ્લોટિંગ અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. કારણ કે શરીર વધારે ફાઈબર એકસાથે પચાવી શકતું નથી.
વજન વધવા લાગશે
જો તમે ડાયટ કરો છો અને થોડી માત્રામાં કોળાના બીજ રોજ લેશો તો ફાયદો થશે. તમારું વજન ઓછું કરવામાં મદદ પણ મળશે. પરંતુ જો તમે વધારે માત્રામાં પમ્પકીન સીડ ખાશો તો આ બીજ વજન વધવાનું કારણ બની જશે. કારણ કે આ બીજ કેલેરીથી ભરપુર હોય છે. એક કપ બીજમાં કેલેરી અને ફેટ બંને વધારે હોય છે. રોજ એક મુઠ્ઠી પમ્પકીન સીડ ખાવામાં આવે તો વજન વધવા લાગે છે.
બ્લડ પ્રેશર લો થઈ શકે
પમ્પકીન સીડ્સ એવા લોકો માટે બેસ્ટ છે જેમનું બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય. કારણ કે તેમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પરંતુ જો તમારું બ્લડ પ્રેશર પહેલાથી જ લો રહેતું હોય અથવા તમે બીપીની દવા નિયમિત લેતા હોય તો કોળાના બીજ તમારું બીપી સાવ લો કરી શકે છે.

એલર્જીની સમસ્યા
આવું ખૂબ ઓછા મામલામાં થાય છે પરંતુ કોળાના બીજ ખાવાથી એલર્જીની સમસ્યા થઈ શકે છે. પમ્પકીન સીડ ખાધા પછી ત્વચા પર ખંજવાળ, એલર્જી, રૈશેસ કે શ્વાસ લેવામાં સમસ્યાનો અનુભવ થઈ શકે છે. બીજ ખાધા પછી આવું થાય તો સમજી લેવું કે તમને બીજ સૂટ નહીં કરે.
પોષકતત્વોની ખામી
જો તમે દિવસ દરમિયાન એકસાથે વધારે માત્રામાં કોળાના બીજ ખાઈ લેશો તો પોષકતત્વોનું અવશોષણ અટકી શકે છે. કોળાના બીજને બરાબર ચાવ્યા વિના અને વધારે માત્રામાં લેવાથી પાચન તંત્ર સુસ્ત થઈ જાય છે. જેના કારણે બાકીના ખોરાકથી શરીરને પોષણ મળતું નથી.
પમ્પકીન સીડ્સ દિવસમાં 1 કે 2 ચમચી જ લેવા જોઈએ. સ્વસ્થ અને વયસ્ક વ્યક્તિએ 2 ચમચીથી વધુ કોળાના બીજ ખાવા જોઈએ નહીં. આ સિવાય કોળાના બીજને કાચા ખાવાને બદલે શેકીને ખાવા જોઈએ. શેકેલા બીજ વધારે સેફ અને ફાયદાકારક હોય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
