જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) મુંબઈમાં બે ઠેકાણે વર્ષનો પ્રથમ વૈશ્વિક દાગીનાઓનો મેળો આઈઆઈજેએસ ભારત- સિગ્નેચર 2026ની 18મી આવૃત્તિ યોજવા માટે સુસજ્જ છે. આ મેળા થકી જેન એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ પોતાના વૈશ્વિક દાગીનાની તિથિની શરૂઆત કરી રહી છે. આ પ્રદર્શન બાંદરા કુર્લા કોમ્પ્લેક્સના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 8-11 જાન્યુઆરીએ અને આઈજીજેએમઈ ભારત- સિગ્નેચર 2026 યંત્રસામગ્રી અને ટેકનોલોજી પ્રદર્શન સાથે 9-12 જાન્યુઆરીએ ગોરેગાવ બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (નેસ્કો)માં યોજાશે.આઈઆઈજેએસ એટલે રત્ન અને દાગીના ક્ષેત્રમાં વ્યવસાયને સમાનાર્થી એક પ્રતિષ્ઠિત નામ છે.
વર્ષનો પ્રથમ જ મેળો આયોજિત કરનાર આઈઆઈજેએસ ભારત- સિગ્નેચર માર્કેટનો દ્રષ્ટિકોણ નક્કી કરે છે અને તે થકી જ આગામી વર્ષ માટે સોર્સિંગ, ડિઝાઈન અને વ્યવસાયની દિશા નક્કી થાય છે. 1.25 લાખ ચોરસમીટર વિસ્તારમાં આ પ્રદર્શનમાં 3300થી વધુ સ્ટોલ્સ થકી 1600થી વધુ પ્રદર્શક ભાગ લેશે અને ભારતનાં 800થી વધુ શહેરોમાંથી 25,000થી વધુ વેપારી ખરીદદારોનું તેમ જ દુનિયાભરના 40 દેશોમાંથી 1400 આંતરરાષ્ટ્રીય ખરીદદારોનું સ્વાગત કરાશે. સોનું, હીરા, ચાંદી, નૈસર્ગિક છૂટક હીરા, રંગીન રત્નો, કુટૂર દાગીના અને પ્રયોગશાળામાં તૈયાર કરાયેલા હીરા અને યંત્રસામગ્રી તેમ જ સંબંધિત વિભાગો સાથે એક સર્વસમાવેશક સોર્સિંગ વાતાવરણનો ખરીદદારો અનુભવ લઈ શકશે.

પ્રદર્શનમાં 12 આંતરરાષ્ટ્રીય ખરીદદાર પ્રતિનિધિમંડળ પણ ભાગ લેશે, જેને લીધે એક વૈશ્વિક સોર્સિંગ પ્લેટફોર્મ તરીકે આઈઆઈજેએસ ભારત- સિગ્નેચર સ્થાન વધુ મક્કમ કરશે. ખાસ કરીને આ પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શક પણ ભાગ લેશે, જેમાં અમેરિકા, યુએઈ, હોંગકોંગ, જાપાન, થાઈલેન્ડ, તુર્કી અને જર્મનીની 21 દાગીનાની કંપનીઓના 43 સ્ટોલ્સ અને આંતરરાષ્ટ્રીય યંત્રસામગ્રીના 4 અને સંબંધિત કંપનીઓના 7 સ્ટોલ્સનો સમાવેશ થાય છે. વ્યાવસાયિક ગતિ અને ઉદ્યોગની પસંદગી દર્શાવતાં આ પ્રદર્શનમાં 368થી વધુ નવી કંપની ભાગ લેશે, જેમણે એકત્રિત રીતે 472 સ્ટોલ્સ લીધા છે.
પ્રાસંગિકતા થકી અધોરેખિત થાય છે: આઈઆઈજેએસ ભારત- સિગ્નેચરનો સતત વિસ્તાર અને પ્રાસંગિકતા થકી અધોરેખિત થાય છે. જીજેઈપીસીના અધ્યક્ષ કિરીટ ભણસાલીએ જણાવ્યું કે ભારતમાં રત્ન અને દાગીના ક્ષેત્ર વૈશ્વિક સ્તરે દ્રઢ કરવા સાથે બજારમાં વિસ્તાર અને ગુણવત્તા, નાવીન્યતા તેમ જ જવાબદાર કાર્યપદ્ધતિ દ્વારા દીર્ઘકાલીન સ્પર્ધાત્મકતા નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આઈઆઈજેએસ આ જ વ્યાપક ધ્યેયના હેતુની આગેકૂચ કરે છે.

પ્રદર્શકોની માગણી પૂરી કરવામાં મદદ ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય પ્રદર્શનના સંયોજક શૌનક પારીખે જણાવ્યું કે બે ઠેકાણે પ્રદર્શનના આયોજનને લીધે અમને પ્રદર્શકોની વધતી માગણી પૂરી કરવામાં મદદ મળશે અને ખરીદદારોને એક અનોખો અનુભવ કરાવી શકાશે. ખાસ તૈયાર કરાયેલા વિભાગ, માહિતી આપતી વ્યવસ્થા અને ટેકનોલોજી આધારિત સેવા સુધી આ પ્રદર્શન વ્યવસાયોને વર્ષની શરૂઆતની સ્પષ્ટતા અને આત્મવિશ્વાસમાં મદદરૂપ થશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
