ભૂપેન્દ્ર (લાલુ) વાલજી જોશી (ઉ. વ. ૫૮) ગામ કોકલીયા હાલ મુલુંડ તા. ૨૪-૧૨-૨૫ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે ચંપાબેન વાલજી જોશીના પુત્ર. તે જયશ્રીબેન ભરતભાઇ જોશી, દીપકભાઇ તથા ગીરીશભાઈના ભાઇ. અવનીબેનના પતિ. હિમાનીના પિતા, અશેષના કાકા. અંજાર નિવાસી અંકિતાબેન અનિલભાઇ હર્ષના જમાઇ. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૬-૧૨-૨૫ના સાંજે પ થી ૬. ઠે. સાઇ કોમ્પ્લેક્સ, સાઇ વિહાર પ્રિમાઇસીસ, નવધર રોડ, મુલુંડ (ઇસ્ટ).
કચ્છ વાગડ લોહાણા
મુળ ગામ રવ હાલ મઝગામ ગં. સ્વ. ઉર્મિલાબેન ચમનલાલ પૂજારા (ઉં. વ. ૭૭) તા. ૨૪-૧૨-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. ધરમશી સુંદરજી ચોથાણી (તૃણા) વાળાની દીકરી. સ્વ. રંભાબેન લવજી પૂજારાના પુત્રવધૂ. સ્વ. ભારતીબેન લાલજીભાઈ, ગં. સ્વ. દક્ષાબેન કિશોરભાઇ શાન્તીબેન ઇશ્વરભાઇ, ધનીબેન, સ્વ. જયાબેન, સ્વ. લક્ષ્મીબેન, ગં. સ્વ. ગૌરીબેનના ભાભી. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૬-૧૨-૨૫ના સ્વામીનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, પાટકોપર (ઇસ્ટ) સાંજે ૪.૩૦થી ૬. લૌકિક પ્રથા બંધ છે.
દેશલપુર (કંઠી)ના શ્રી નિલેશ જાદવજી વીરા (ઉં.વ. ૫૪) તા. ૨૪-૧૨-૨૫ના અવસાન પામેલ છે. જીવીબેન કાનજીના પૌત્ર. પત્રીના સાકરબેન (ભાનુબેન) વેરશીના દોહિત્ર. જયાબેન જાદવજીના પુત્ર. તરુણ, ભારતીના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જાધવજી વીરા, ૪૨૭/૪૧, શાંતિનાથ ભવન નં. ૧, ત્રીજો માળ, શ્રદ્ધાનંદ રોડ, માટુંગા, મુંબઈ-૧૯.
કચ્છી માહેશ્વરી વણિક મુળ ગામ નલિયા હાલે થાણા, સ્વ. છગનલાલ પ્રાગજી ગંગાણી (ઉં.વ. ૮૭) તા. ૨૪-૧૨-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નવલબેનના પતિ. સ્વ. નારાયણદાસ પ્રાગજી ગગગ્રણીના નાનાભાઈ. સ્વ. હીરજી રામદાસ ભૂતશના જમાઈ. નરેન્દ્રભાઇ, હિતેષભાઇ તથા સ્મિતાબેનના પિતાશ્રી. પ્રતિમાબેન, પ્રીતિબેન તથા પંકજભાઈ મલ્લના સસરા. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૭-૧૨-૨૫, શનિવારના ૪ થી ૫.૩૦. તેરાપંથ ભવન, માજીવાડા, થાણા. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. મંજુલાબેન શાંતિલાલ જેઠાલાલ દનાણીના સુપુત્ર રમેશભાઇ (ઉં. વ. ૫૦) તે ગામ સાયરા કોઠારા હાલે મસ્જિદ બંદર તા. ૨૩-૧૨-૨૫ના મંગળવારે નિધન થયેલ છે. તે અ. સૌ. બીના પ્રજ્ઞેશ ઠક્કરના ભાઇ. સ્વ. રાધાબેન હંસરાજભાઇ તથા ગં. સ્વ. સાવિત્રીબેન મંગલભાઇ, ગં. સ્વ. આશાબેન મહેન્દ્રભાઇ તથા અ. સૌ. જયોત્સના પ્રતાપભાઇ તથા સ્વ. લીલાવંતી કરમશી ઠક્કરનો ભત્રીજો. સ્વ. દિવાળીબેન ધરમશી દક્ષિણીના દોહિત્રો. સ્વ ગૌરીબેન દામોદર શેઠિયા, સ્વ. પુષ્પાબેન લક્ષ્મીકાંત ઠક્કરનો ભાણેજ. નિયતિ સુદર્શન સિંગ અને કિંજલ રૂપભ અગ્રવાલના મામા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
