થાણે મહાનગરપાલિકાની ચૂંટણી માટે આચારસંહિતા અમલમાં આવ્યા બાદ શહેરમાં ઠેક ઠેકાણે લાગેલી જાહેરાત, બેનર અને પોસ્ટર્સ હટાવવાની ઝુંબેશ થાણે મહાનગરપાલિકાના અતિક્રમણ વિભાગે હાથ ધરી છે, જે અંતર્ગત ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ના બપોરના ચાર વાગ્યાથી ૧૮ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીના સમયગાળામાં શહેરના કુલ ૩,૭૭૮ પોસ્ટર્સ , દિવાલ પર લાગેલા સ્ટીકર અને બેનર વગેરે દૂર કરવામાં આવ્યા છે.

મુંબઈ સહિત થાણે મહાનગરપાલિકાની ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના ચૂંટણી થવાની છે, તે પાર્શ્ર્વભૂમી પર શહેરમાં લાગુ કરવામાં આવેલી આદર્શ આચારસંહિતાનું સખતાઈપૂર્વક પાલન કરવામાં આવી રહ્યું છે, તે માટે તમામ રાજકીય પક્ષના તથા સ્વતંત્ર રીતે રાજકીય નેતાઓ દ્વારા ગેરકાયદે રીતે લગાવેલા પોસ્ટરો અને બેનરો હટાવવામાં આવી રહ્યા છે.
થાણે શહેરના નવ વોર્ડમાંથી અત્યાર સુધી ૩,૭૭૮ ગેરકાયદે પોસ્ટર્સ, બેનર વગેરે હટાવવામાં આવ્યા છે, જેમાં ૬૩૦ દિવાલ પરના સ્ટીકર, ૮૯૭ પોસ્ટર, ૮૩ કટઆઉટસ ૧,૨૬૬ બેનર અને ૬૦૨ ફ્લેગનો સમાવેશ થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
