મુંબઈ મહાપાલિકાની આગામી ચૂંટણીને લઈ મહાયુતિમાં સામેલ ભાજપ અને શિવસેના- શિંદે જૂથ વચ્ચે બેઠક વહેંચણી અંગે બીજી મહત્વપૂર્ણ બેઠક ગુરુવારે યોજાઈ. આ બેઠક બાદ ભાજપના નેતા અને વિધાનસભ્ય અમિત સાટમે જણાવ્યું કે, બંને પક્ષો વચ્ચે 227માંથી 150 બેઠકો પર સહમતિ થઈ ગઈ છે. બાકી રહેલી 77 બેઠકો અંગેની ચર્ચા ચાલુ છે, અને આગામી બે થી ચાર દિવસમાં અંતિમ નિર્ણય લેવાશે.
જો કે, મહાયુતિમાં આરપીઆઈ અઠ્ઠાવલે પક્ષને પણ કેટલીક બેઠકો ફાળવવામા઼ આવશે એમ જાણવા મળ્યું છે.અમિત સાટમે જણાવ્યું કે, બાકી રહેલી બેઠકો માટે બંને પક્ષો પરસ્પર આંકડાકીય માહિતીની આપ-લે કરીશું, અને ત્યારબાદ ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા લેવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

અમિત સાટમે બેઠકોના ફોર્મ્યુલા અંગે જણાવ્યું કે, મહાયુતિનો મુખ્ય હેતુ મુંબઈ મહાપાલિકાને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવાનો છે. તેમણે કહ્યું કે, કોણ કેટલીઅ બેઠકો લડશે તે મહત્વનું નથી, મહત્વનું એ છે કે, મહાયુતિ 227 બેઠકો પર ચૂંટણી લડશે અને 150થી વધુ બેઠકો જીતીને મુંબઈનો મહાયુતિનો મહાપૌર પસંદ થશે.
સાટમે આરોપ લગાવ્યો કે છેલ્લા 25 વર્ષથી કેટલાક પક્ષોએ મહાપાલિકામાં રહીને ભ્રષ્ટાચાર કર્યો અને મુંબઈ વેચી ખાધું હવે પોતાનું ખતમ થયેલું રાજકીય અસ્તિત્વ જીવંત કરવા માટે મતલાભ માટે મુંબઈ શહેરનો રંગ બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેને નિષ્ફળ બનાવવા માટે મહાયુતિ કટિબદ્ધ છે.
એનસીપી સાથે મુંબઈમાં યુતિ નહીં રાષ્ટ્રવાદી કોંગ્રેસ અંગે અમિત સાટમે સ્પષ્ટ કર્યું કે, નવાબ મલિકના નેતૃત્વવાળી એનસીપી સાથે મહાયુતિને કોઈ લેવાદેવા નથી. નવાબ મલિક પર ગંભીર આરોપો હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, તેઓ નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી તેમની સાથે કોઈપણ પ્રકારની રાજકીય ભાગીદારી શક્ય નથી. જો એનસીપી પોતાની ભૂમિકા બદલે અને નવાબ મલિકને દૂર કરે, તો તેના પર વિચાર કરી શકાય તેમ હોવાનું પણ તેમણે ઉમેર્યું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
