ઘણા લોકો રાત્રે જમ્યા પછી અલગ અલગ ફળ ખાતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ફળ એવા હોય છે જેને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. આ ફળ રાત્રે ખાવાથી નુકસાન કરે છે. તો ચાલો તમને જણાવીએ રાત્રે કયા ફળ ખાવા અને કયા ફળ ખાવાનું ટાળું જોઈએ.
ફળ ખાવા શરીર માટે લાભકારી છે. ડોક્ટર પણ સીઝનને અનુરૂપ મળતા ફળ ખાવાની સલાહ આપતા હોય છે. કારણ કે શરીરને ફળ ખાવાથી જરૂરી પોષક તત્વ મળે છે. પરંતુ ફળ ખાતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે ખાસ કરીને સમયનું. દરેક ફળ ખાવાનો એક સમય હોય છે, જો તે સમયે ફળ ખાવામાં આવે તો ફાયદો થાય છે જો ખોટા સમયે તે ફળને ખાવામાં આવે તો તે નુકસાન કે આડઅસર પણ કરી શકે છે. આજે તમને જણાવીએ રાતના સમયે કયા ફળ ખાવા જોઈએ અને કયા ફળ ખાવાનું ટાળવું જોઈએ.

હેલ્થ એક્સપર્ટ અનુસાર ફળમાં વિટામિન, મિનરલ અને એન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ તમે ફળ કયા સમયે ખાવ છો તે વધારે મહત્વનું હોય છે. રાતના સમયે શરીરનું મેટાબોલિઝમ સ્લો થઈ ગયું હોય છે. આ સમયે જો તમે વધારે પડતું ભોજન પણ કરો છો તો પાચનમાં સમસ્યા થાય છે અને તેના કારણે વજન વધવાથી લઈને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. આ સ્થિતિમાં જો તમે કેટલાક ફળ ખાવ છો તો તેનાથી સુગર લેવલ ઝડપથી વધી શકે છે.
રાત્રે સુતા પહેલા ફળ ખાઈ શકાય છે પરંતુ તમે કયું ફળ ખાવા માટે લો છો તેનું ધ્યાન રાખવું. આ વાતનું ધ્યાન રાખીને ફળ ખાશો તો ફાયદો ચોક્કસથી થશે. જો તમને રાત્રે ફળ ખાવાની આદત હોય અથવા તો ભૂખ લાગે અને કોઈ ફળ ખાવું હોય તો એવા ફળની પસંદગી કરવી જે સરળતાથી પચી જાય અને શરીરને પોષક તત્વો પણ આપે. રાત્રે મેટાબોલિઝમ સ્લો હોય છે તેથી રાતના સમયે જો ફળ ખાવા હોય તો સફરજન, પપૈયું, નાસપતી, દાડમ કે શક્કરિયા ખાઈ શકાય છે. સૌથી વધારે સારું પપૈયું રહે છે. પપૈયામાં એવા તત્વ હોય છે જે પાચન ક્રિયાને સુધારે છે. રાત્રે દાડમ ખાવાથી પણ સારી ઊંઘ આવે છે. .
રાત્રે કયા ફળ ન ખાવા ?

રાતના સમયે કેટલાક ફળનું સેવન બિલકુલ ન કરવું કારણકે આ ફળ રાત્રે ખાવાથી ફાયદાને બદલે નુકસાન કરે છે. રાતના સમયે કેરી, કેળા, દ્રાક્ષ અને ચીકુ જેવા ફળ ખાવા નહીં આ ફળમાં નેચરલી સુગર વધારે હોય છે. જો રાત્રે તમે આ ફળ ખાવ છો તો બ્લડ સુગર લેવલ ઝડપથી વધી શકે છે અને પાચન ક્રિયા પર પણ પ્રેશર વધે છે. રાત્રે ખાવાથી ગેસ, એસીડીટી અને પેટ ફુલવા જેવી સમસ્યા પણ થઈ શકે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
