TMC અને જાહેર બાંધકામ વિભાગ દ્વારા થાણે-ઘોડબંદર રૂટ પર ગાયમુખથી કાજુપાડા ઘાટ સુધી રસ્તાના સમારકામનું કામ હાથ ધરવામાં આવ્યું છે, તેથી ૧૪ ડિસેમ્બરના રવિવાર સુધી સતત ત્રણ દિવસ માટે આ રૂટ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ થોડા દિવસો પહેલા થાણે-ઘોડબંદર રોડની ખરાબ હાલત અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ, વહીવટીતંત્રે તાત્કાલિક મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયંત્રણ હેઠળના ફાઉન્ટેનથી ગાયમુખ સુધીના સાડા ચાર કિલોમીટર લાંબા રસ્તાનું સમારકામ હાથ ધર્યું હતું. ૨૪ નવેમ્બરના રોજ આ રસ્તો ભારે ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો. આ કામ પૂર્ણ થયા પછી પણ, મુસાફરો ગાયમુખથી કાજુપાડા સુધીના માર્ગ પર ખાડા હોવાની ફરિયાદ કરી રહ્યા હતા.

થાણે જાહેર બાંધકામ વિભાગ અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને આ માર્ગનું સમારકામ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે આવતીકાલે રાતના ૧૨ વાગ્યાથી થી ૧૪ ડિસેમ્બરના રાતે ૧૨ વાગ્યા સુધી આ રૂટ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેથી જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી આ માર્ગ પર મુસાફરી ન કરવાની પોલીસે અપીલ કરી છે. વાહનચાલકો આ રૂટને બદલે વૈકલ્પિક માર્ગ તરીકે, શિરસાડ ફાટાથી ગણેશપુરી અને ચિંચોટી-ખારબાવ થઈને મુસાફરી કરી શકશે.
ગુજરાતથી આવતા વાહનોએ મનોર-વાડા નાકા થઈને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો. થાણેથી ઘોડબંદર તરફ જતા વાહનોને વાય જંકશનથી નાસિક રોડ થઈને સીધા માનકોલી તરફ વળવાની સૂચના આપવામાં આવી છે. વિરારથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર જનારા વાહનોને શિરસાડ જંકશનથી વરસાવે દિશામાં નોએન્ટ્રી રહેશે.
વસઈથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર જનારા વાહનોને ચિંચોટી ચેકપોઇન્ટથી વરસાવે દિશામાં પ્રવેશવાની મનાઈ રહેશે. મુંબઈ અથવા મીરા ભાઈંદરથી ઘોડબંદર રોડ થઈને આવતા વાહનોને ફાઉન્ટેન હોટલ નજીકથી થાણેમાં પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
