શિયાળામાં ખજૂર ખાવા ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ આ ફાયદો ત્યારે છે થાય છે જ્યારે ખજૂર યોગ્ય રીતે અને યોગ્ય સમયે ખાવામાં આવે. જો તમને આ અંગે જાણકારી નથી તો આજે તમને જણાવીએ શિયાળામાં ખજૂર ખાવાથી થતા ફાયદા વિશે.
શિયાળામાં વાતાવરણ ઠંડુ થઈ જાય છે તેથી જ શરીરને વધારે ગરમી અને વધારે શક્તિની જરૂર પડે છે. ખજૂર એવી વસ્તુ છે જે શરીરને ગરમ રાખે છે. શિયાળામાં ખજૂર ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને નબળાઈ દૂર થાય છે. ખજૂરમાં આયરન, પોટેશિયમ, ફાઇબર અને વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. જો તમે રોજ 4 ખજૂર ખાવ છો તો તેનાથી શરદી ઉધરસ થી બચી શકાય છે અને શરીરમાં એનર્જી પણ જળવાઈ રહે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર રોજ ત્રણથી ચાર ખજૂર ખાવા થી શરીર ની જરૂરિયાત પૂરી થઈ જાય છે. જો તમે તેનાથી વધારે ખજૂર દિવસ દરમિયાન ખાવ છો તો બ્લડ સુગર લેવલ વધી શકે છે ખાસ કરીને ડાયાબિટીસ હોય તે લોકોએ ખજૂર ખાવામાં સાવધાની રાખવી જોઈએ. એક દિવસમાં ચાર ખજૂર ખાવા તે પરફેક્ટ માત્રા છે તેનાથી વધારે ખજૂર નુકસાન કરી શકે છે.

ખજૂર ખાવાનો બેસ્ટ સમય
રાત્રે પાણીમાં પલાળેલા ચાર ખજૂર સવારે ખાલી પેટ સૌથી પહેલા ખાવા જોઈએ તેનાથી પાચન ઠીક રહે છે અને આખો દિવસ કામ કરવાની એનર્જી મળે છે.
શિયાળામાં જ્યારે સાંજે ચાર થી પાંચ વચ્ચે ભૂખ લાગે કે પછી થાક નો અનુભવ થાય ત્યારે બે થી ત્રણ ખજૂર દૂધ સાથે લઈ શકાય છે તેનાથી શરીરને ગરમાવો પણ મળે છે.
જો રાત્રે ખજૂર ખાવા હોય તો બે ખજૂરને ગરમ દૂધમાં ઉકાળી બ્લેન્ડ કરીને પી લેવાથી ઊંઘ સારી આવે છે અને શિયાળામાં સાંધાના દુખાવાની તકલીફ પણ ઓછી થાય છે..
ખજૂર ખાવાની બેસ્ટ રીત
ખજૂર ખાવાની સૌથી સારી રીત છે કે તમે રાત્રે પાણી અથવા દૂધમાં ચાર ખજૂર પલાડી દો. બીજા દિવસે સવારે તેની ઉપરની છાલ અને અંદરના ઠળિયા કાઢી પલાળેલા ખજૂરને ચાવીને ખાઈ લો. જો તમે ખજૂર દૂધમાં પલાળ્યો હોય તો ખજૂર ખાધા પછી દૂધ પી લેવું. ખજૂરને તમે બદામ અખરોટ અને કિસ્મત સાથે પણ લઈ શકો છો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
