BMC દ્વારા દાદરમાં ઐતિહાસિક કબૂતરખાનું બંધ કરવાના નિર્ણય પર જૈન મુનિ નીલેશચંદ્ર ફરી એક વાર આક્રમક બન્યા છે. તેમણે વહીવટીતંત્ર અને સરકારને જૈન ધર્મમાં ‘જીવદયા’ ના સિદ્ધાંતનું પાલન કરવા માટે તાત્કાલિક કબૂતરખાનું ફરીથી ખોલવા માટે સીધો પડકાર ફેંક્યો છે, અને જો માગણી પૂર્ણ નહીં થાય તો મૃત્યુ સુધી ભૂખ હડતાળ કરવાની ચેતવણી આપી છે.
મુંબઈ હાઈ કોર્ટના આદેશ બાદ મહાપાલિકાએ દાદર સહિતનાં કબૂતરખાનાં બંધ કરી દીધાં છે. જોકે, નીલેશચંદ્રજીનું કહેવું છે કે દાદરનું કબૂતરખાનું 100 વર્ષથી વધુ જૂનું છે અને જૈન સમુદાયની શ્રદ્ધાનું પ્રતીક છે. મહાપાલિકાએ કબૂતરખાના માટે સૂચવેલા ચાર વૈકલ્પિક સ્થળોમાંથી કોઈને પણ અમે સ્વીકારતા નથી. કબૂતરો 4 થી 7 કિલોમીટર ઊડી શકતા નથી. જ્યાં સુધી અમારામાં શ્વાસ છે ત્યાં સુધી અમે આ માટે લડીશું.મુનિએ આ માગણી માટે આઝાદ મેદાનમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. જોકે, રાજ્યમંત્રી મંગલ પ્રભાત લોઢા અને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે દરમિયાનગીરી કરીને 15 દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી આપ્યા બાદ, મુનિએ ઉપવાસ પાછા ખેંચ્યા હતા.

સરકારે હજુ સુધી કશું કર્યું નથી, જેનો અર્થ એ થયો કે તેની પર પગલાં લેવા માગતી નથી, એમ મુનિએ કહ્યું છે.નીલેશચંદ્રએ રાજકીય નેતાઓને ચેતવણી આપી છે કે તેઓ પોતાને ‘કટ્ટર સનાતની’ ગણાવે છે. હું કોઈ પક્ષનો સમર્થક નથી, હું ફક્ત જીવ ખાતર આ કરી રહ્યો છું. પરંતુ યાદ રાખો, અબોલ જીવો પર દયા કરનાર જ મુંબઈ પર રાજ કરશે, એમ તેમણે કહ્યું. તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો કે અમે તેને ‘હિન્દુ રાષ્ટ્ર’ બનાવવા માગીએ છીએ. જૈન ધાર્મિક સ્થળો અને કબૂતરખાનાંઓનું રક્ષણ કરવા માટે ગૌરક્ષક બોર્ડ જેવું એક અલગ બોર્ડ સ્થાપિત કરવું જોઈએ. તેમણે ક્યારેક ધર્મ માટે કડક પગલાં લેવાની ચેતવણી પણ આપી હતી, પરંતુ પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેઓ શાંતિપૂર્ણ રીતે સત્યાગ્રહ કરશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
