કચ્છી સારસ્વત બ્રાહ્મણ ગં. સ્વ. સુશીલાબેન મથુરાદાસ ચંડીચઠ્ઠ ગામ જડોધર કોટડાવાળાના જયેષ્ઠ પુત્ર રાજેન્દ્ર જોશી (ઉં. વ. ૬૬) હાલે મુલુન્ડ મંગળવાર, તા. ૨-૧૨-૨૫ના રામશરણ પામેલ છે. તે મીનાબેનના પતિ. તે વૈશાલી, શ્વેતા, નિખિલના પિતાશ્રી. તે જિશાના સસરા. માયાબેન ભરતભાઈ હરિયામાણેક, તરુણ, સ્વ. સંજયના ભાઈ. દુર્લભદાસ નાનજી સોનીના જમાઈ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૪-૧૨-૨૫ના સાંજે ૫ થી ૭. સારસ્વત વાડી, પહેલે માળે, ઝવેર રોડ, મુલુન્ડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા મૂળ ગામ સખપુર હાલ ઘાટકોપર, અ.સૌ. હર્ષા પ્રફુલભાઈ ઘવડા (ઉં.વ. ૬૯) તા. ૩૦-૧૧-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે શ્વેતા તથા નિકિતાના માતોશ્રી. સંતોષ કેદારે અને અમિત કાથરાણીના સાસુ. સ્વ. મિતાબહેન મહેશ દાવડ, જયશ્રી રમેશ દાવડા, લતાબહેન બિપીન મશરૂના ભાભી. સ્વ. ચંદ્રકાંત તથા શાંતિલાલ ગોવિંદજી દાવજ્રના વહું. રીનાબહેન, કિંજલ અને ચિરાગના ભાભુ. સ્વ. લાભુબેન ગોરધનદાસ રાયજાદાના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪/૧૨/૨૫ના ૪.૩૦ થી ૬.૦૦. વિશ્વેશ્વર મહાદેવ મંદિર, રાજાવાડી, રામ મંદિરની સામે, એમ.જી. રોડ, સિંધુવાડી બસ સ્ટોપની બાજુમાં, ઘાટકોપર ઈસ્ટ. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
વડાલાના પ્રીતિ શેઠીયા (ઉં.વ. ૫૨) તા. ૨/૧૨/૨૫ના અવસાન પામેલ છે. મણીબેન અને ભચીબેન શિવજી તેજશી વેલાના પુત્રવધૂ. નરેશના ધર્મપત્ની. કૃપાલી, વિરલ, ચિરાગના મમ્મી. સ્વ. તારાબેન વસનજી ભેદાની પુત્રી. મનોજના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રા. શ્રી થાણા વર્ધમાન શ્રાવક સંઘ, તળાવ પાળી થાણા (વે) ટા. ૩ થી ૪:૩૦. નિ. નરેશ શેઠિયા, ૪૦૩, ઓમ લક્ષ્મી, ભંડાર આલી. થાણા (વે).
ભોજાય હાલે મુલુંડના ડો. ખુશાલ વેજબાઇ ધનજી વિસરીયા (ઉં.વ. ૭૪) તા. ૨-૧૨-૨૫ના અરિહંત શરણ પામ્યા છે. વેજબાઇ ધનજીના પુત્ર. નિર્મલાના પતિ. ડો. રચના, ડો. મિલન, રચિતના પિતા. મહેન્દ્ર, ચેતન, મોટા આસંબિયા કલ્પના (મુક્તા) કૌશિક, સાભરાઈ ભાવના (લક્ષ્મી) ભરતના ભાઈ. નલિયા લક્ષ્મીબેન ખેતસી છેડાના જમાઈ. પ્રાર્થના: રોયલ સેલિબ્રેશન બેંકવેટ હોલ, નાહુર (પશ્ચિમ) રેલ્વે સ્ટેશન સામે, ટા. ૩ થી ૪.૩૦. નિ. ખુશાલ વિસરીયા, ૧૮૦૧, મેરિગોલ્ડ એકસોટિક, પી. કે. રોડ, મુલુંડ (વે).
દશાશ્રીમાળી સ્થા. જૈન ગોંડલ નિવાસી હાલ ઘાટકોપર, લાભુભાઈ ગૌરીશંકર કોઠારી (ઉં.વ. ૯૭) તે વિમળાબેનના પતિ. દક્ષાબેન મુકેશભાઈ કામદાર, સ્વ. સુષ્મા અને અમિતના પિતા. મુકેશભાઈ તથા શ્રમિનીબેનના સસરા. વિધિ ગૌરવ ખેતાણી, વૃત્તિ સ્વપ્નિલ શાહ, અનુર્વ, મુદીતના દાદા-નાના સ્વ. ભાનુભાઇ, સ્વ. તનસુખભાઈ, કૌશિકભાઈ, ધીરેનભાઈ, મંજુલાબેન સહુણભાઇ પારેખ, હેમલતાબેન કિશોરભાઈ શાહના ભાઈ. જેતપુર નિવાસી સ્વ. પ્રીતમલાલ દેસાઈના જમાઈ. તા. ૨/૧૨/૨૫ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. દેહદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
