
મુંબઈની વધતી વસતી અને હાઈરાઈસ ઈમારતોનું પ્રમાણ વધી રહ્યું હોવાથી લાંબા સમયથી મુંબઈ મહાનગરપાલિકા મુંબઈના ફાયર સ્ટેશનોનોની સંખ્યા વધારવાની યોજના બનાવી રહ્યું હતું અને હવે આને અનુલક્ષીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં મુંબઈમાં પાંચ નવા ફાયર સ્ટેશન માટે ભંડોળ ફાળવવામાં આવ્યું છે, તેમાંથી બે ફાયર સ્ટેશન મુંબઈ કોસ્ટલ રોડ (દક્ષિણ છેડા) પાસે બંધાશે.
પાલિકાએ બજેટમાં ફાયરબ્રિગ્રેડના અપગ્રેડેશન તથા નવા ફાયર સ્ટેશન બાંધવા માટે ૨૬૧.૭૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે.શહેરમાં આગ લાગવાથી લઈને બિલ્ડિંગ તૂટી પડવા સહિતની અનેક દુર્ઘટના સમયે ફાયરબ્રિગેડ બચાવ કામગીરી હાથ ધરતી હતી. તેથી ફાયરબ્રિગેડને વધુ સક્ષમ બનાવવામાં આવવાનું છે. ૨૦૨૪-૨૫નાં નાણાકીય વર્ષમાં ફાયરબ્રિગેડ માટે ૧૫૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જેમાં નવા વર્ષમાં ભંડોળમાં વધારો કરવામાં આવ્યો છે, તેને કારણે ફાયરબ્રિગેડ પાંચ નવા ફાયરબિગ્રેડ સ્ટેશન તો બાંધી શકશે સાથે જ નવાં અત્યાધુનિક સાધનો પણ સમાવેશ કરી શકશે.

હાલ મુંબઈમાં ૩૫ મોટાં અને ૧૯ નાનાં ફાયર સ્ટેશન આવેલા છે, તેમાં હવે કાંદિવલી (પૂર્વ)માં ઠાકુર વિલેજમાં બનાવવામાં આવી રહેલા ફાયર સ્ટેશનનું કામ પૂરું થયું છે. કાંજુ રમાર્ગ (પશ્ચિમ)માં એલ.બી.એસ. માર્ગ પર પણ બાંધવામાં આવી રહેલા ફાયરબ્રિગેડ સ્ટેશનનું કામ લગભગ પૂરું થવાની તૈયારીમાં છે. સાંતાક્રુઝ (પશ્ચિમ)માં જુહુ તારા રોડ પર નવું ફાયર સ્ટેશન અને ચેમ્બુરમાં માહુલ રોડ પર તથા તિલક નગરમાં ગયા વર્ષે નવું ફાયર સ્ટેશન બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભંડોળના અભાવે કામ થોડું અટવાઈ ગયું હતું અને હવે નવા નાણાકીય વર્ષમાં ભંડોળ ફાળવવામાં આવ્યું હોવાથી કામ ઝડપથી પૂરું કરવાનો લક્ષ્યાંક છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
