નવી મુંબઈમાં ૪૦ વર્ષીય મહિલા સાથે ઓનલાઈન શેર ટ્રેડિંગમાં રૃ.૧.૯૩ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલામાં નવ સાયબર સામે કેસ નોંધવામાં આવ્યો છે, એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.
આ ટોળકીમાં ન્યુ પનવેલમાં રહેતી પીડિતાને ઓનલાઈન ટ્રેડિંગમાં તેના રોકાણ પર ઉચ્ચ વળતરની લાલચ આપી હતી.
સાયબર પોલીસ સ્ટેશનથી સિનિયર પોલીસ ઈન્સ્પેકટર ગજાનન કદમે જણાવ્યું હતું કે આરોપીઓની સૂચન મુજબ મહિલાએ ડિસેમ્બર ૨૦૨૩થી વિવિધ બેન્ક ખાતાઓમાં અંદાજે રૃ.૧.૯૩ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ બાદમાં તેને વળતર કે રોકાણ કરેલી રકમ પાછી મળી નહોતી. તેઓ મહિલાને સંતોષકારક જવાબ પણ આપતા નહોતા આથી તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી.
પોલીસે આ મામલે નવ આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦, ૪૦૬, ૩૪ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ટેકનોલોજી એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે આરોપીઓને પકડવા વધુ તપાસ આદરી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH