ભારતીય ટીમના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ ક્રિકેટના મેદાન પર ધમાકેદાર પુનરાગમન કર્યું છે. રણજી ટ્રોફીમાં બંગાળ તરફથી રમતા શમીએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને દિલ્હી સામેની મેચમાં માત્ર ૩૦ રન આપીને ૪ મહત્વપૂર્ણ વિકેટો ઝડપી છે. આ ઘાતક બોલિંગ પ્રદર્શન બાદ હવે ક્રિકેટ જગતમાં અને ચાહકો વચ્ચે શમીના ટીમ ઈન્ડિયામાં કમબેકને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
રણજી ટ્રોફીમાં શમીનો દબદબો
રવિવારે રમાયેલી બંગાળ વિરુદ્ધ દિલ્હીની મેચમાં ૩૬ વર્ષીય મોહમ્મદ શમીએ પોતાની કાતિલ ગતિ, સચોટ લાઈન-લેન્થ અને સ્વિંગથી બેટ્સમેનોને પરેશાન કરી દીધા હતા. તેણે મેચમાં શાનદાર બોલિંગ કરતા ૩૦ રન આપીને ૪ વિકેટ પોતાના નામે કરી હતી. આ પ્રદર્શનથી તેણે સાબિત કરી દીધું છે કે લાંબા ફોર્મેટની ક્રિકેટમાં તેનો અનુભવ અને વિકેટ ઝડપવાની ક્ષમતા આજે પણ ટીમ માટે કેટલી ઉપયોગી સાબિત થઈ શકે છે.

ક્યારે રમ્યા હતા છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ?
મોહમ્મદ શમીએ ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ બાદથી ભારત માટે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. જો કે, તે સતત ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને સિલેક્ટર્સના દરવાજા ખટખટાવી રહ્યો છે અને ટીમમાં વાપસી કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યો છે.
ચાહકો અને નિષ્ણાતોના સવાલો: “તમે તેને ક્યાં સુધી અવગણી શકો?”
શમીના તાજેતરના પ્રદર્શને ચાહકોમાં મોટો સવાલ ઊભો કર્યો છે કે સિલેક્ટર્સ તેના અનુભવ અને ફિટનેસને કેટલા સમય સુધી નજરઅંદાજ કરતા રહેશે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની આગામી T20I શ્રેણી માટે ભુવનેશ્વર કુમારની ભારતીય ટીમમાં પુનરાગમન બાદ, શમીના પ્રશંસકો પણ તેને ટેસ્ટ અને વનડે ટીમમાં પરત લાવવાની માંગ કરી રહ્યા છે. શમીનું આ શાનદાર ફોર્મ ભારતની આગામી સિરીઝ માટે સિલેક્ટર્સ સમક્ષ મોટો પડકાર ઊભો કરી શકે છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



