થાણે: ડૉ. હંસા ઠક્કર સંચાલિત બ્લેસિંગ્સ ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા નાગરિકોમાં તંદુરસ્તી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી ૩ કિલોમીટરની ‘વોકેથોન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના મિડીયા પાર્ટનર ગુર્જરભૂમિ (ન્યુઝ પેપર, ન્યુઝ ચેનલ, ન્યુઝ પોર્ટલ ) તથા ઠાણે વૈભવ છે. અને સહયોગી સંસ્થા તરીકે વાગલે એસ્ટેટ ડૉક્ટર્સ એસોસિએશન (WEDA) છે.
‘સ્ટેપ ટુવર્ડ્સ બેટર હેલ્થ, ટુગેધર!’ ના સંદેશ સાથે આયોજિત આ વોકાથોનમાં તમામ વયના નાગરિકોને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
કાર્યક્રમની વિગત:
- તારીખ: રવિવાર, ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬
- સમય: સવારે ૬:૦૦ કલાકે
- સ્થળ: લામન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, વાગલે ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, થાણે (વેસ્ટ) – ૪૦૦૬૦૪

આકર્ષણ અને સુવિધાઓ:
આ વોકાથોનમાં રજિસ્ટ્રેશન તદ્દન મફત રાખવામાં આવ્યું છે. ભાગ લેનાર તમામ સ્પર્ધકો માટે નાસ્તો (રિફ્રેશમેન્ટ્સ) અને ગિફ્ટ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત વિજેતાઓ માટે ખાસ ઇનામો પણ આપવામાં આવશે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

