મુલુન્ડ (વેસ્ટ) સ્થિત રૂનવાલ ગ્રીન્સમાં રહેતા ૭૫ વર્ષીય હનુમંતરાવ નામના સિનિયર સિટિઝન સાથે ચાલાકીથી છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. એક અજાણ્યા ગઠિયાએ સોનાની શુદ્ધતા તપાસવાના બહાને વૃદ્ધને પોતાની વાતોની જાળમાં ફસાવી રૂ. ૨ લાખથી વધુ કિંમતના ૩૮ ગ્રામ સોનાના દાગીના તફડાવી લીધા હતા. આ ઘટના અંગે મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
જૂની ઓળખાણ કાઢીને વાતોની જાળમાં ફસાવ્યા
પોલીસ ફરિયાદ અનુસાર હનુમંતરાવ પોતાની કારનું એસી ખરાબ થઈ જતાં તેને રિપેર કરાવવા માટે પી.કે. રોડ પર આવેલા એક ઓટો ગેરેજ પર ગયા હતા. તેઓ ગેરેજ પાસે ઊભા હતા ત્યારે જ એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને જૂની ઓળખાણ હોવાનો ડોળ કરવા લાગ્યો હતો. તેણે “હું તમને કેટલાય સમયથી ફોન કરું છું, તમે મારાથી નારાજ છો? ચાલો ચા પીવા જઈએ” કહીને નિકટતા કેળવવાનો પ્રયાસ કર્યો હતો.

‘કોનું સોનું વધારે શુદ્ધ?’ કહીને સોનું પડાવી લીધું
હનુમંતરાવે અજાણ્યા વ્યક્તિ સાથે ચા પીવાની ના પાડી, છતાં ગઠિયાએ પીછો છોડ્યો નહોતો. તેણે વૃદ્ધની આંગળીમાં પહેરેલી વીંટી પકડીને “તમારા પર ભગવાનના આશીર્વાદ છે” તેમ કહી વાતોમાં પરોવી લીધા હતા. ત્યારબાદ પોતાના ગળામાંથી સોનાની ચેઈન કાઢીને “ચાલો જોઈએ કોનું સોનું કેટલું શુદ્ધ છે” તેવું કહી હનુમંતરાવની ૮ ગ્રામની સોનાની વીંટી અને ૩૦ ગ્રામની સોનાની ચેઈન પોતાના હાથમાં લઈ લીધી હતી.
ખિસ્સામાં મૂકવાનો ડોળ કરી ગઠિયો રફુચક્કર
ગઠિયાએ ખૂબ જ ચાલાકીથી દાગીના હસ્તગત કરી લીધા બાદ તેને હનુમંતરાવના પેન્ટના ખિસ્સામાં પાછા મૂકી દીધા હોવાનો માત્ર ડોળ કર્યો હતો અને ક્ષણવારમાં ત્યાંથી સરકી ગયો હતો. ગઠિયાના ગયા બાદ તંદ્રામાંથી બહાર આવેલા વૃદ્ધે ખિસ્સામાં તપાસ કરતા દાગીના ગાયબ હતા, જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું તેમને ભાન થયું હતું.
હનુમંતરાવે તરત જ મુલુન્ડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ગઠિયા સામે ગુનો નોંધીને ગેરેજ અને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
