મહાનગર ગેસ લિમિટેડ (MGL)નું બિલ બાકી હોવાનું કહીને ગેસ કનેક્શન કાયમી ધોરણે બંધ કરી દેવાની ધમકી આપીને સાયબર ગઠિયાઓએ મુલુન્ડના એક રહીશને રૂ. ૨ લાખનો ચૂનો ચોપડ્યો છે. આ અંગે નવઘર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર ઠગ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
બિલ બાકી હોવાનો ડર બતાવીને વોટ્સએપ કોલ કર્યો પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, મુલુન્ડ (ઈસ્ટ) સ્થિત ટાટા કોલોનીમાં રહેતા ૪૬ વર્ષીય દશરથ દત્તાત્રેયને ૩૧ માર્ચના રોજ એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારના ડિસ્પ્લે પિક્ચર (DP)માં મહાનગર ગેસ લિમિટેડ (MGL)નો સત્તાવાર લોગો લાગેલો હતો. સામેથી બોલતા વ્યક્તિએ દશરથને જણાવાયું કે, “તમારું એમજીએલનું બિલ ભરાયેલું નથી. જો તમે સાંજ સુધીમાં આ બિલ નહીં ભરો તો તમારું ગેસ જોડાણ કાયમી ધોરણે કાપી નાખવામાં આવશે.”

APK ફાઈલની જાળ અને ૨ લાખ ખાલી! ગેસ કનેક્શન કપાઈ જવાની ભીતિથી દશરથ ગભરાઈ ગયા હતા. ગઠિયાએ તેમને વિશ્વાસમાં લઈને ઓનલાઈન પેમેન્ટ કરવા માટે વોટ્સએપ પર એક APK ફાઈલ (મોબાઈલ એપ્લિકેશન) મોકલી આપી હતી.
- દશરથે તે ફાઈલ ડાઉનલોડ કરીને પોતાની વિગતો ભરી અને માત્ર રૂ. ૧૩ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પેમેન્ટ ફેલ (Unsuccessful) થયું હતું.
- તેમણે ગઠિયાને પેમેન્ટ ન થયાનું જણાવતા તેણે “હું તમને ૧૦ મિનિટમાં ફરી ફોન કરું છું” કહીને કોલ કટ કર્યો હતો.
- આ ૧૦ મિનિટના સમયગાળા દરમિયાન ગઠિયાએ દશરથનો મોબાઈલ હેક કરી લીધો હતો. ક્ષણવારમાં જ દશરથના બેંક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. ૨ લાખ ડેબિટ થઈ ગયા હોવાના મેસેજ આવવા લાગ્યા હતા.
પોતાની સાથે મોટો ફ્રોડ થયો હોવાનું ભાન થતાં જ દશરથે તુરંત સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ નવઘર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી.

સાવધાન રહો: મુલુન્ડમાં MGL સ્કેમર્સ સક્રિય ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે જ મુલુન્ડ (વેસ્ટ)ના વૈશાલીનગર સ્થિત એક સોસાયટીમાં એક જ દિવસમાં ૪ થી ૫ રહેવાસીઓને આવા જ એમજીએલના નામે ફેક કોલ્સ આવ્યા હતા. જોકે, ત્યાંના જાગૃત રહીશ લોકો ગઠિયાની વાતોમાં આવ્યા નહોતા અને સ્કેમથી બચી ગયા હતા. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરવી નહીં કે બિલ ભરવાના નામે આવેલી શંકાસ્પદ લિંક પર ક્લિક કરવું નહીં.

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
