મુલુન્ડમાં આ વર્ષે ફરી એકવાર કલાક્ષેત્રે અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. જાણીતા કલાકાર શ્રી મોહનકુમાર ડોડેચાના કલાત્મક નેતૃત્વ હેઠળ નિર્માણ પામતી વિશ્વપ્રસિદ્ધ “સાબુદાણા ગણેશ રંગોળી” પોતાના સફળતાપૂર્વકના ૬૬મા વર્ષમાં પ્રવેશી રહી છે.
૮૩ વર્ષીય શ્રી મોહનકુમાર ડોડેચા છેલ્લા ૬૬ વર્ષથી સાબુદાણાનો ઉપયોગ કરીને ભગવાન શ્રી ગણેશજીની અત્યંત આકર્ષક, જીવંત અને વિશાળ રંગોળી બનાવવાની અનોખી પરંપરા જાળવી રહ્યા છે. આ વર્ષે પણ તેમણે આશરે 7×8 ફૂટની વિરાટ રંગોળી તૈયાર કરી છે. આ અદભુત કલાકૃતિ બનાવવામાં લગભગ ૪૦ કિલો સાબુદાણા અને ૩૫૦થી વધુ વિવિધ રંગોના શેડ્સનો અત્યંત ચોકસાઈપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ભવ્ય રંગોળીના નિર્માણમાં મોહનકુમાર ડોડેચા સાથે સહયોગી કલાકારો ભૂપેશ જોશી, દયારામ હિન્દીસોતા, અર્ચના પાલન, ભાવના ભાનુશાલી, ભરત ગોરી, દીપક રૂપારેલ અને ડૉ. ચેતને ભારે જહેમત ઉઠાવીને આ કલાત્મક વિરાસતને આકાર આપ્યો છે.

શ્રી મોહનકુમાર ડોડેચાની આ અનોખી અને દુર્લભ કળાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે સન્માન સાંપડ્યું છે. તેમની આ ગણેશ રંગોળીનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records), લિમકા બુક ઓફ રેકોર્ડ્સ (Limca Book of Records) અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ (Asia Book of Records) જેવા વિશ્વપ્રસિદ્ધ રેકોર્ડ પુસ્તકોમાં સ્થાન પામી ચૂક્યું છે.
દર્શન માટેની માહિતી:
ગણેશભક્તો અને કલાપ્રેમીઓ માટે સાબુદાણાની આ અનોખી રંગોળીના દર્શન આજથી શરૂ થઈ રહ્યા છે:
દર્શન સમયગાળો: મંગળવાર, તા. ૨૨ સપ્ટેમ્બરથી રવિવાર, તા. ૪ ઓક્ટોબર સુધી.
સમય: સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી.
સ્થળ: શ્રી ભરત આર. પટેલ, સુખસાગર બિલ્ડીંગ, પહેલો માળ, પી. કે. રોડ, દેશમુખ બંગલાની બાજુમાં, મુલુન્ડ (વેસ્ટ).
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



