મહારાષ્ટ્ર સરકાર ૧.૫ લાખ ‘ગોવિંદા’ને વીમા કવચ પૂરું પાડશે, એમ રાજ્યના રમતગમત મંત્રી દત્તાત્રય ભરણેએ વિધાનસભામાં જણાવ્યું હતું.
ગોવિંદા એ લોકો છે જેઓ ગોકુળાષ્ટમીના તહેવાર દરમિયાન માખણથી ભરેલી માટીની મટકી ફોડવા માટે માનવ પિરામિડ બનાવે છે .જેને મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા ભાગોમાં ‘દહીં હાંડી’ પણ કહેવામાં આવે છે.
મહારાષ્ટ્ર સરકારે સરકારી વીમા કંપની દ્વારા ૧.૫લાખ ગોવિંદાને વીમા કવચ પૂરું પાડવાનો નિર્ણય લીધો છે. ઉત્સવ દરમિયાન માનવ પિરામિડ બનાવવાની પ્રવૃત્તિને સરકારે એક સાહસિક રમત તરીકે માન્યતા આપી છે.
દહીં હાંડી ઉજવણીમાં વધતી ભાગીદારીને ઘ્યાનમાં રાખીને, વીમાકૃત ગોવિંદોની સંખ્યા પાછલા વર્ષોની ૭૫૦૦૦ની તુલનામાં બમણી કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું

પત્રકારો સાથે વાત કરતા મંત્રીએ કહ્યું કે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય રમતગમત વિકાસ ભંડોળમાંથી ૧.૨૫ કરોડ રૃપિયાનું ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, ૨૦૨૩ અને ૨૦૨૪માં, કુલ ૭૫,૦૦૦ ગોવિંદોને ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આવરી લેવામાં આવ્યા હતા, અને ૨૦૨૫ માટે આ સંખ્યા વધારીને ૧.૫૦ લાખ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે દહીંહાંડી ઉજવણી દરમિયાન માનવ પિરામિડ બનાવતી વખતે બધા ભાગ લેનારા યુવાનોએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ. કારણ કે પિરામિડ બનાવતા ઘણી વખત ખૂબ જ ઉપરથી નીચે પડતા ગંભીર પણે જખમી થાય છે. આથી તેઓને વીમાનું કવચ પૂરું પાડવામાં આવે છે.

For more details… Contact 9322529232 / 9324483455
