ભાંડુપમાં ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ થયેલા ભયાનક BEST ઈલેક્ટ્રિક બસ અકસ્માત કેસમાં બોમ્બે હાઈકોર્ટે આરોપી ડ્રાઈવર સંતોષ રમેશ સાવંત (ઉંમર ૫૨ વર્ષ)ને જામીન મંજૂર કર્યા છે. આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા હતા અને ૧૨ અન્ય ઘાયલ થયા હતા. છેલ્લા ૧૧ મહિનાથી જેલમાં બંધ ડ્રાઈવરને રાહત આપતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે BEST દ્વારા ડ્રાઈવરને ઈલેક્ટ્રિક બસ ચલાવવાની તાલીમ મળી હોવા અંગેનું કોઈ સર્ટિફિકેટ ઉપલબ્ધ નથી, છતાં તેને બસ ચલાવવા માટે સોંપવામાં આવી હતી.
શું હતો સમગ્ર અકસ્માત?
વિગત અનુસાર, ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ની રાત્રે આશરે ૯:૩૦ વાગ્યે સંતોષ સાવંત ભાંડુપ રેલવે સ્ટેશન (વેસ્ટ) પાસે BESTની ઈલેક્ટ્રિક બસ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન બસ ત્યાં બસ સ્ટોપ પર રાહ જોઈને ઊભેલા મુસાફરો પર ચઢી ગઈ હતી. પ્રોસિક્યુશનનો આરોપ હતો કે ડ્રાઈવરે લોકોની ઉપસ્થિતિ હોવા છતાં બેદરકારીપૂર્વક અને પૂરઝડપે બસ ચલાવી હતી, જેના કારણે ૪ નિર્દોષ નાગરિકોના જીવ ગયા હતા અને ૧૨ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

કોર્ટે જામીન આપતી વખતે શું નોંધ્યું?
આ કેસમાં જામીન અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ શ્યામ ચાંડકે જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ એ વાતમાં દમ લાગે છે કે આરોપી સંતોષ સાવંત પાસે ઈલેક્ટ્રિક બસ ચલાવવા માટેની જરૂરી તાલીમ ન પણ હોઈ શકે. બસ ચલાવવા માટે સોંપવામાં આવી ત્યારે BEST પાસે તેની તાલીમનું પ્રમાણપત્ર હોવાનો કોઈ પુરાવો નહોતો.
આ બાબતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે ૧૧ મહિનાથી જેલમાં બંધ રહેલા ડ્રાઈવર સંતોષ સાવંતને શરતી જામીન મંજૂર કર્યા છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


