શ્રી અબડાસા તાલુકા લોહાણા મહાજન તથા શ્રી અબડાસા તાલુકા રઘુવંશી સોશ્યલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અને શ્રી નલિયા લોહાણા મહાજનના સાનિધ્યમાં રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓના સન્માન અર્થે ‘સરસ્વતી સન્માન સમારોહ-૨૦૨૬’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોત્સાહક કાર્યક્રમ શ્રી ગણાત્રા ટ્રાન્સપોર્ટ કંપની પરિવાર કોઠારા (હા. ભુજ) ના સૌજન્ય અને સહયોગથી યોજાઈ રહ્યો છે.
કાર્યક્રમની વિગત અને સમયપત્રક:
આ મહોત્સવ વિક્રમ સંવત ૨૦૮૨, ભાદરવા વદ ૧, તા. ૨૭-૦૯-૨૦૨૬ ને રવિવારના શુભ દિવસે યોજાશે.
કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ રહેશે:
- સંધ્યા પાઠ: સાંજે ૪:૦૦ થી ૫:૩૦ કલાકે (સ્વર સાધક: પૂજ્ય જીતુ ભગત – વાંઢાય)
- આશીર્વચન તથા સન્માન સમારોહ: સાંજે ૬:૦૦ કલાકે (આશીર્વચન: મહંતશ્રી જાનકીદાસજી મહારાજ – રામવાડા મંદિર)
- સ્થળ: શેઠશ્રી નાનજી સુંદરજી સેજપાલ, શ્રી લોહાણા મહાજનવાડી – નલિયા
- ભોજન પ્રસાદ: કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ જ્ઞાતિજનો માટે સમૂહ ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે.

આમંત્રક અને સંયોજકો:
આ પ્રસંગે અબડાસા તાલુકાના તમામ જ્ઞાતિજનોને સહપરિવાર ઉપસ્થિત રહેવા માટે સ્નેહભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે:
- શ્રી અબડાસા તાલુકા લોહાણા મહાજન: પ્રમુખ – શ્રી મહેન્દ્ર રવજી ઠક્કર, મહામંત્રી – શ્રી મયંક રૂપારેલ
- શ્રી નલિયા લોહાણા મહાજન: પ્રમુખ – શ્રી તુષાર આઈયા
- શ્રી અબડાસા તાલુકા રઘુવંશી સોશ્યલ ગ્રુપ: પ્રમુખ – શ્રી તારાચંદ ઠક્કર
- શ્રી નલિયા લોહાણા યુવક મંડળ: પ્રમુખ – શ્રી જીગ્નેશ વડેરા
- શ્રી નલિયા લોહાણા મહિલા મંડળ: પ્રમુખ – શ્રીમતિ દીપ્તિબેન વડેરા
- શ્રી અબડાસા તાલુકા રઘુવંશી સોશ્યલ ગ્રુપ (યુવા પાંખ): પ્રમુખ – શ્રી અંકિત આઈથા
- શ્રી અબડાસા તાલુકા રઘુવંશી સોશ્યલ ગ્રુપ (મહિલા પાંખ): પ્રમુખ – શ્રીમતિ કામિનીબેન ઠક્કર
- કાર્યક્રમ સંયોજક: ગીરીશ સોનાઘેલા, દર્શન રેલોન
- તથા સમસ્ત કારોબારી સમિતિ – શ્રી અબડાસા તાલુકા લોહાણા મહાજન
સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને સંગઠન ભાવના મજબૂત કરવાના હેતુથી યોજાઈ રહેલા આ પ્રસંગે મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના ભાઈ- બહેનો હાજર રહેશે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



