આંખના નંબર હોય તેવા અનેક લોકોમાંથી કેટલાક એવા હોય છે જેમના નંબર સતત વધતા રહે છે. આંખના નંબર સતત વધતા હોય તો 2 હર્બલ વસ્તુઓ તમારી મદદ કરી શકે છે. આ 2 આયુર્વેદિક વસ્તુ કઈ છે અને તેનાથી કેવો ફાયદો થાય ચાલો જાણીએ.
કલાકોના સ્ક્રીન ટાઈમના કારણે આંખ ડ્રાય થઈ જવી, આંખમાં બળતરા, લાલ આંખ, ધુંધળુ દેખાવું જેવી સમસ્યા થઈ શકે છે. પરંતુ માયોપિયા, મોતિયો, ગ્લૂકોમા સહિતની સમસ્યા દ્રષ્ટિ નબળી હોવાના કારણે થઈ શકે છે. હવે તો બાળકો અને યુવાનોમાં પણ નબળી દ્રષ્ટિ જોવા મળે છે. જેના કારણે તેમને નાની ઉંમરમાં વધારે નંબરના ચશ્મા પહેરવા પડે છે. આ સ્થિતિમાં લોકો આંખની દ્રષ્ટિ સુધારવા માટે નેચરલ વસ્તુઓ શોધતા હોય છે. તો ચાલો આજે તમને 2 વસ્તુ વિશે જણાવીએ જે આંખ માટે લાભકારી સાબિત થઈ શકે છે.
આયુર્વેદમાં અલગ અલગ રોગની સાથે નબળી આંખો માટે પણ નેચરલ ઉપાયો જણાવેલા છે. સંતુલિત આહાર અને કેટલીક ઔષધીઓની મદદથી આંખની રોશની વધારવામાં મદદ મળી શકે છે.જેમાં આંખ માટે મધ અને અશ્વગંધાને અસરકારક માનવામાં આવે છે.

નબળી આંખ માટે મધ અને અશ્વગંધા
આયુર્વેદ અનુસાર મધમાં રહેલા ગુણ આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મધના ગુણ ઓક્સીડેટિવ સ્ટ્રેસ અને સોજા ઓછા કરવામાં મદદ કરે છે. મધનું સેવન કરવાથી આંખની નબળાઈ દુર થાય છે અને આંખને પોષણ મળે છે. તેમાં પણ મધ સાથે જો અશ્વગંધા લેવામાં આવે તો ફાયદા વધી જાય છે. રિસર્ચ અનુસાર મધ અને અશ્વગંધા આંખ માટે લાભકારી સાબિત થઈ શકે છે.
મધમાં એન્ટી ઈન્ફેલમેટરી ગુણ હોય છે. રિસર્ચ અનુસાર આ ગુણ આંખની સપાટી પર થતા સોજા કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. તેમાં અશ્વગંધા ઉમેરવાથી ગુણ વધી જાય છે. ઓક્સીડેટિવ સ્ટ્રેસ શરીરની કોશિકાઓને નુકસાન કરી શકે છે. આ નુકસાન આંખને પણ થાય છે. જો મધ સાથે અશ્વગંધા લેવામાં આવે તો શરીરની સાથે આંખને પણ લાભ થઈ શકે છે.
મધમાં અશ્વગંધા મિક્સ કરીને લેવાથી આંખની રોશની વધે છે, આંખનો થાક ઓછો થાય છે. તેના એન્ટી ઓક્સીડન્ટ ગુણ દ્રષ્ટિ સ્પષ્ટ કરવામાં મદદ કરી શકે છે.
કઈ રીતે લેવું મધ અને અશ્વગંધા?
અશ્વગંધા અને મધ લેવાની રીત વિશે જણાવીએ તો 3 ગ્રામ જેટલું અશ્વગંધા ચૂર્ણ 1 ચમચી શુદ્ધ મધમાં મિક્સ કરી લેવું જોઈએ. આ મિશ્રણ લીધા પછી હુંફાળુ પાણી પી શકો.

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/HJymbNlR3aD2Ww4z7v3ktu
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
