અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના ઉદ્યોગપતિ પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ રૂ.60 કરોડની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસે લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કર્યો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. એક અધિકારીએ કહ્યું હતું કે, શહેર પોલીસની આથક ગુના શાખા દ્વારા એલઓસી જારી કરવામાં આવ્યું છે.
આ દંપતી વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરે છે.આથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. અભિનેત્રી અને તેના પતિ વિરુદ્ધ 14 ઓગસ્ટના રોજ જુહુ પોલીસ સ્ટેશનમાં એક ઉદ્યોગપતિ સાથે લોન-કમ-રોકાણ સોદામાં લગભગ 60 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.બાદમાં કેસ તપાસ માટે આથક ગુના શાખાને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. લુકઆઉટ સર્ક્યુલર એ એક એવી પદ્ધતિ છે જેનો ઉપયોગ વ્યક્તિને દેશ છોડતા અટકાવવા અથવા સામાન્ય રીતે ઇમિગ્રેશન અને બોર્ડર કન્ટ્રોલ પોઈન્ટને ચેતવણી આપીને તેમની હિલચાલ પર નજર રાખવા માટે થાય છે.

બાદમાં કેસ તપાસ માટે આથક ગુના શાખાને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, જુહુના રહેવાસી 60 વર્ષીય ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આ સંબંધમાં ફરિયાદ નોંધાવી હતી.કોઠારી લોટસ કેપિટલ ફાઇનાન્સ સવસીસ નામની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી ) ના ડિરેક્ટર છે. ફરિયાદીના જણાવ્યા મુજબ તે રાજેશ આર્ય દ્વારા કુન્દ્રા અને તેની અભિનેત્રી પત્નીના સંપર્કમાં આવ્યો હતો. કુન્દ્રા અને શેટ્ટી બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર હતા, જે એક હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ છે.
દંપતીએ આર્ય દ્વારા રૂ.75 કરોડની લોન માંગી હતી, પરંતુ ઊંચા કરવેરાથી બચવા માટે તેને રોકાણ તરીકે દર્શાવ્યું હતું.બનેએ માસિક રિટર્ન અને મૂળ રકમ ચૂકવવાનું પણ વચન આપ્યું હતું. એફઆઈઆર મુજબ ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેણે એપ્રિલ 2015માં શેર સબસ્ક્રિપ્શન કરાર હેઠળ રૂ.31.9 કરોડ ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ સપ્ટેમ્બર 2015 માં પૂરક કરાર હેઠળ બીજા રૂ.28.53 કરોડની ચુકવણી કરી હતી. એપ્રિલ 2016માં વ્યક્તિગત ગેરંટી આપવા છતાં શેટ્ટીએ તે વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે કોઠારીને પાછળથી જાણવા મળ્યું કે 2017માં કંપની સામે બીજા કરારમાં ડિફોલ્ટ થવા બદલ નાદારીની કાર્યવાહી ચાલી રહી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
