મુંબઈથી પુણે તરફ જઈ રહેલા એક ટુવ્હીલર ચાલક રાયગઢ પાસે પહોંચતા વરંધ ભોર ઘાટ પર રસ્તાનો અંદાજ ન રહેતા પોતાનું સંતુલન ગુમાવી બેસતા સીધો ૧૦૦ ઊંડી ખીણમાં પડી ગયો હતો. આ અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અ કસ્માતમાં શિવાજી ડેરેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, શિવાજી ડેરે ટુ વ્હીલર પર સવાર થઈને બુધવારે સવારે મુંબઈથી પોતાના વતન શિલિમ્બ જઈ રહ્યો હતો. આ દરમિયાન રાયગઢ અને પુણે જિલ્લાઓને જોડતા વરંધ ભોર ઘાટમાં શિવાજી એક તીવ્ર વળાંક પર પહોંચ્યો હતો.

આ સમયે રસ્તાનો ચોક્કસ અંદાજ ન રહેતા શિવાજીએ પોતાના વાહન પરનું સંતુલન ગુમાવી બેસતા ટુ વ્હીલર સીધું ૧૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં શિવાજીને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિકોએ પોલીસની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચીને તેની શોધખોળ હાથ ધરી હતી. આ બાદ શિવાજીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
