મેષ (અ, લ, ઈ ) :-
આર્થિક :- આ વર્ષે આર્થિક યોગ આપના માટે ખૂબ જ સારો રહેશે વર્ષ દરમિયાન ગુરુ બીજે અને ત્રીજે સ્થાને હોય આર્થિક યોગમાં સારો એવો ધનલાભ કરાવે ધંધામાં સારી આવક થાય અને સારો ધનલાભ થાય રોકાયેલા નાણા છૂટા થાય અને સારો ધનલાભ થાય મે મહિનાથી ગુરુ ત્રીજા સ્થાનમાં આવે છે જેથી પારિવારિક અને કુટુંબિક તરફથી પણ આર્થિક લાભ થવાના યોગ છે પોતાનું કામકાજ ખૂબ મોટું થાય વિકાસની તકો વધે અચાનક સામેથી ધનલાભના યોગો ઉભા થાય શેર બજારમાં ફાયદો થાય ગુપ્ત ધન લાભ મળે અને આર્થિક ફાયદો થાય
સ્વાસ્થ્ય :- આ વર્ષે સ્વાસ્થ્ય સારું રહેશે સારા સ્વાસ્થ્યના હિસાબે સારી મહેનત કરી શકશો બીજાને મદદ કરી શકતો બીજાને ઉપયોગી થાવ તેવા યોગો છે ચિંતાઓ મુક્ત થાય માનસિક બોજ હળવો થાય અને માનસિક પ્રફુલિતતા વધે ભક્તિના વિચારો અને સારી ભક્તિમય પ્રવૃત્તિ થાય રમત ગમતના ક્ષેત્રે સારી સફળતા મળે અને સારો જસ્ટ મળે લેખન પ્રવૃત્તિમાં યાત્રા પ્રવાસ થાય શ્વાસ દમ શરદી કફ ના બીમારોને મે મહિના પછી એ બીમારીમાંથી છુટકારો થાય અગર એ બીમારીમાં સારો એવો ફાયદો થાય
ગૃહસ્થ જીવન :- આ વર્ષ ગૃહસ્થ જીવન સુખ શાંતિમય રહેશે પરણીત લોકોને પરિવારનું સુખ સારું મળશે આપણને વિવાહના યોગો છે પતિ-પત્ની સાથે મળી બંનેની મહેનતથી સારો આર્થિક વિકાસ કરશે પતિ પત્નીનો એકમાત્ર હે પારિવારિક સુખ શાંતિ રહે પરિવારમાં કોઈ મંગળ પ્રસંગના યોગો છે માંગલિક પ્રસંગથી સહ પરિવાર ખૂબ જ ખુશી અને આનંદના યોગો છે સહ પરિવાર કોઈ ધાર્મિક કાર્યના યોગો છે પતિ પત્નીને કોઈ ધાર્મિક કાર્યની વિધિનો પણ લાભ મળે અને જસ મળે.
કૌટુંબિક અને સામાજિક જીવન :- કુટુંબમાં સારો જસ મળે મે મહિનામાં ત્રીજા સ્થાનમાં ગુરુ આવે છે જેનાથી કુટુંબ પરિવારમાં વિચારોમાં ફાયદો થાય મતભેદો દૂર થાય કોઈ અજ્ઞાનતા ના કારણે વિવાદ થયેલો હોય તે વિવાદ શાંતિથી દૂર થાય અને એકબીજાના સંપમાં વધારો થાય સમાજમાં સારો જસ મળે સમાજમાં કોઈ પદ પ્રતિષ્ઠા મળે રાજકીય સંબંધ ધરાવતી વ્યક્તિને રાજકીય ક્ષેત્રમાં સારું પદ મળે અને પ્રતિષ્ઠા મળે પોતાની કીર્તિ નો સારો ફેલાવો થાય પરિવારને સમાજને તમારા તરફથી ફાયદો થાય તેનાથી પણ પરિવાર અને સમાજમાં તમારું સન્માન વધવાના યોગો છે.
વિદ્યાર્થી જીવન :- આ વર્ષે વિદ્યાના યોગ્ય બહુ જ સારી તકો ઉભી થાય તેવા યોગો છે ગુરુ તમારી રાશિમાં વર્ષ દરમિયાન બીજા અને ત્રીજા સ્થાને હોય વિદ્યામાં તમને સારું બળ મળશે વિદ્યામાં સારી મહેનત કરી શકશો. આળસ દૂર થાય અને સારી મહેનતથી વિદ્યામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકો. વિદ્યા માટે વિદેશ જવાના પણ યોગો છે વિદ્યાની સાથે અન્ય જ્ઞાનની પણ પ્રાપ્તિ થશે વિદ્યામાં કોઈ માન સન્માન ઇનામ પ્રાપ્ત થાય યાદશક્તિમાં વધારો થાય તમારી વિદ્યા જાહેર પ્રકાશમાં આવે
સમાધાન :- રોજ પોતાના માતા પિતા અને ગુરુને પગે લાગવું રૂબરૂમાં શક્ય ન હોય તો ફોટામાં અગર મનથી પગે લાગવું.
વૃષભ ( બ, વ, ઉ )
આર્થિક :- આ વર્ષ આર્થિક યોગ સારો છે મે મહિના સુધી ગુરુપ્રથમ સ્થાનમાં છે જેથી મહેનત વધારે કરવી પડશે અને મહેનતમાં પણ બુદ્ધિની મહેનત યાને કે બુદ્ધિની સારી એવી કસોટી થશે મે મહિનામાં ગુરુ બીજા સ્થાનમાં આવે છે પછી આ કસોટી નો અંત આવશે અને ગુરુ બીજે ધન સ્થાનમાં આવવાથી સરળતાથી સારો એવો ધનલાભ થશે અચાનક ધનલાભ થશે અન્ય કોઈ કામકાજ ની નવી પ્રવૃત્તિ પણ ચાલુ થઈ શકે છે જે પ્રવૃત્તિ તમે નાના પાયે શરૂ કરી હોય તે પ્રવૃત્તિમાં દિવાળી આવતા આ અણધારીઓ લાભ થઈ શકે છે
સ્વાસ્થ્ય :- આ વર્ષે સ્વાસ્થ્ય સારું રહેશે તંદુરસ્તીનો વધારો થાય લોહીની ટકાવારીમાં વધારો થાય વજન પણ વધી શકે છે વજન વધારે હોય તેને કાળજી લેવી લોહી તત્વમાં સુધારો થવાથી શારીરિક બળમાં વધારો થાય સારી મહેનત કરી શકો. દોડાદોડી કરી શકો. તમારાથી લોહીનું દાન પણ થાય શુદ્ધ સ્વાસ્થ્યના હિસાબે મન ખુશ રહે બીજાને મદદરૂપ બની શકો. તમારી મદદ થી બીજાના સ્વાસ્થ્યને ફાયદો થાય મનોરંજન પ્રવૃત્તિમાં રુચિ વધે માનસિક સંતોષ થાય મનની ઈચ્છાઓ પૂરી થાય.
ગૃહસ્થ જીવન :- આ વર્ષે વર્ષ દરમિયાન એકંદરે ગૃહસ્થ જીવન ખૂબ જ સુખ શાંતિમય રહેશે ગૃહસ્થ જીવનમાં સંતોષની અનુભૂતિ થશે ભાવ સંબંધોમાં આનંદનું વાતાવરણ બંધાય એકબીજા પ્રત્યે વિશ્વાસ વધે એક બીજા પ્રત્યે વિશ્વાસ વધવાથી જીવનમાં આગળ સારો વિકાસ કરી શકો કોઈ નવું મકાન વાહનની ખરીદી થાય અને તેનાથી આનંદમાં વધારો થાય પુત્ર પરિવારની ખુશી વધે સંતાનને સંતાન પ્રાપ્તિ થાય સંતાનના વિવાહનો યોગ આવે સંતાનોની ખુશી જોઈ તમને માનસિક સંતોષ થાય તમારી ખુશીમાં વધારો થાય અને મન પ્રફુલિત બને.
કૌટુંબિક અને સામાજિક જીવન :- કુટુંબ પરિવારમાં તમે સારું માન સન્માન મેળવશો તમારાથી કુટુંબના સારા કાર્ય થાય તમે કુટુંબને મદદરૂપ બનો કુટુંબના કોઈ મતભેદો હોય તે તમારાથી દૂર થાય અને કુટુંબમાં સંપમાં વધારો થાય અને કુટુંબની એકતા મજબૂત બને અને આ બધી વાતનો તમને સારો એવો જસ મળે કુટુંબને તમે આર્થિક મદદરૂપ પણ બની શકશો કુટુંબના કોઈ અટકેલા કાર્યો પણ તમારાથી થશે કુટુંબમાં તમને અગ્રસ્થાન મળશે સમાજમાં પણ કોઈ અગ્રસ્થાન મળે સામાજિક વ્યવહારિક સેવા થાય અને સામાજિક ધાર્મિક પણ સેવા થાય સમાજને તમારી બુદ્ધિ અને વિચારોથી કોઈ નવી દિશા સૂચન મળે.
સમાધાન :- પોતાના ઈષ્ટ મંદિરમાં પોતાનાથી બને તે દાન સેવા કરવી
મિથુન (ક, ચ, ઘ )
વિદ્યાર્થી જીવન :- આ વર્ષે વર્ષ દરમિયાન ગુરુ તમારા બીજા અને ત્રીજા સ્થાને હોય સારી વિદ્યા પ્રાપ્ત કરી શકશો. વિદ્યામાં સારું કોઈ પદ પ્રાપ્ત થાય શાળા કોલેજમાં તમારી વિદ્યા પ્રકાશમાં આવે અને તમને કોઈ માન સન્માન પ્રાપ્ત થાય વિદ્યામાં સારો જસ મળવાથી તમારા માતા-પિતા અને પરિવાર ખૂબ જ ખુશ થાય એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે તમે ખૂબ પ્રકાશમાં આવો તમારી પાસેથી અન્ય કોઈ વિદ્યા શીખવાની અપેક્ષા રાખશે તમે તમારી પાસેથી અન્ય કોઈને વિદ્યાનો લાભ પણ મળશે વિદ્યા ભણવાની સાથે વિદ્યા ભણાવવાનું કાર્ય પણ થઈ શકે છે.
આર્થિક :- આ વર્ષે વર્ષ દરમિયાન આર્થિક યોગ સારો રહેશે પરંતુ મહેનત વધારે કરવાની થશે ખૂબ જ પરિશ્રમ કરવો પડે જોકે પરિશ્રમનું ફળ તમને સંતોષકારક મળશે પરિશ્રમમાં દોડાદોડી થાય તમારી માનસિક કસોટી પણ થાય પરંતુ બંનેમાં એકંદરે સફળતા મળશે તમારું કોઈ અટકેલું કાર્ય હોય બંધ પડેલો વ્યવસાય હોય તે ખરીદી ચાલુ થશે અને એ વ્યવસાય ખૂબ જ ફાયદાકારક રહેશે જમીન જગ્યામાં નાણાંનું રોકાણ થાય જમીન જગ્યા અને વ્યવસાયમાં સારો ધનલાભ થાય.
સ્વાસ્થ્ય :- આ વર્ષે વર્ષ દરમિયાન એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે સામાન્ય પીળા કોઈ રહે પરંતુ મોટી બીમારીનો કોઈ યોગ નથી સામાન્ય પીળા આવે અને મટી જાય પીડામાં પણ થોડી ઘણી પગની પીડા ની સંભાવના છે અને વાળમાં પણ થોડી તકલીફની સંભાવના છે બીજી કોઈ પીળાદાયક તકલીફનો યોગ્ય જણાતો નથી સામાન્ય આંખની તકલીફ થાય એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે છતાં ભોજનમાં નિમિત્તા જાળવવી નિયમિત ફળોનો આહાર લેવો અને નિયમિત ચાલવાનું રાખવાથી સ્વાસ્થ્ય વધારે સારું રહેશે.
ગૃહસ્થ જીવન :- આ વર્ષે વર્ષ દરમિયાન ગૃહસ્થ જીવન સારું રહેશે પતિ-પત્ની પુત્ર પરિવારમાં ભાવ લાગણીની વૃદ્ધિ થાય એકબીજા પ્રત્યે વિશ્વાસનો ભાવ વધે માનસિક રીતે સંપથી અને હળી મળીને રહેવાના વિચારો ઉભા થાય સમસ્ત પરિવારને સ્નેહની દ્રષ્ટિ રહે પરિવારમાં કોઈ ખુશીનું કાર્ય થાય પરિવારમાં કોઈ વિવાહિત કાર્યના આનંદનો યોગો આવે સહપરિવાર યાત્રા થાય પતિ પત્ની એકબીજાને ગૃહસ્થ કાર્યમાં અને ધંધાના કાર્યમાં મદદરૂપ થાવ બંનેની સહમતીથી ઘરમાં વધારે શાંતિનું વાતાવરણ બની રહે.
ગૌતમિક અને સામાજિક જીવન :- આ વર્ષે વર્ષ દરમિયાન કુટુંબમાં સમસ્ત કુટુંબની સાથે તમારા સંબંધો હશે એના કરતાં પણ વધારે મજબૂત બનશે સમસ્ત કુટુંબની તમારા ઉપર ચાર નામાં વધારો થાય સમસ્ત કુટુંબને એક સૂત્ર બનાવવામાં તમારો બહુ મોટો ભાગ રહેશે તેનાથી સમસ્ત કુટુંબ આદર અને લાગણીની દ્રષ્ટિથી જોશે તમારી મહેનતથી સમજતો કુટુંબની એકતામાં વધારો થશે તેનાથી સમર્થ કુટુંબનો પણ વિકાસ થશે આ વાતનો જસ પણ તમને જ મળશે તમારી મહેનતથી તમારા સમસ્ત કુટુંબનો સ્વર્ચેશ્વર તમારા સમાજમાં પ્રકાશમાં આવશે આની સાથે તમારાથી સમાજ સેવાનો પણ સારું કાર્ય થશે સમાજમાં ઉત્થાન અને સમાજને એકત્ર કરવાનો તમને સારો એવો જસ મળશે.
વિદ્યાર્થી જીવન :- આ વર્ષે વર્ષ દરમિયાન વિદ્યાના યોગગો સારા રહેશે વિદ્યામાં તમારી મહેનત વધશે જ્ઞાનવિદ્યાનો યોગ પ્રફુલિત બને છે તેથી વિદ્યામાં તમારું ધ્યાન વધારે એકત્રિત થશે અને વિદ્યામાં કાંઈ નવું કરવાનું વિચારો અંતઃ સ્ફુર્ણાથી આપોઆપ પ્રગટે અને આ સ્ફુર્ણાંથી વિદ્યામાં તમે કાંઈ નવું સંશોધન કરી શકશો. તે સંશોધનથી વિદ્યાના યોગમાં તો તમને ફાયદો થશે જ પણ તમને નામના કીર્તિ કોઈ માન સન્માન પણ પ્રાપ્ત થાય માતા પિતા તરફથી વિદ્યાના ઉત્તેજન માટે સારો સહકાર મળશે માતા પિતાનો પ્રેમ અને હુક મળશે માતા પિતાનો ભાવ તમારા વિદ્યા બાલ માં વધારો કરશે.
સમાધાન :- બને તો રોજ નહીતર દર શનિવારે હનુમાનજીને તેલ ચઢાવો.
કર્ક ( ડ, હ )
આર્થિક :- આ વર્ષે વર્ષ દરમિયાન આર્થિક યોગ ખૂબ જ પ્રબળ બને છે વર્ષ દરમિયાન ગુરુ અગિયારમાં અને બારમા સ્થાનમાં રહીને સારો ધનલાભ કરાવશે અને ધાર્મિક કાર્યમાં ધનનો સારો ઉપયોગ થશે પોતાનું કામકાજ ખૂબ જ વિસ્તૃત થશે એક ગામથી બીજા ગામમાં પણ તમારું નવું કામ શરૂ થાય વિદેશમાં તમારું કોઈ કામ હોય તો વિદેશથી સારો એવો ધન લાભ થાય વિદેશમાં પણ તમારું નવું કામકાજ સારું થવાના યોગો છે અને તે થઈને તમને વિદેશથી સારો એવો ધનલાભ થશે.
સ્વાસ્થ્ય :- આ વર્ષે વર્ષ દરમિયાન એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે પીડા ક્યારેક કોઈ યોગ નથી સારી તંદુરસ્તી રહેશે શરીર અને મન બંને તંદુરસ્તી રહેશે મન પ્રફુલિત રહેશે નાની મોટી કોઈ દાંત ની તકલીફ થશે પરંતુ તેમાં પણ કોઈ પીડા કારક યોગ નહીં હોય સારી તંદુરસ્તીના હિસાબે પ્રવાસ અને ધારેલા કાર્યોનો સારો લાભ લઈ શકશો બીજાની સેવા થશે ખાસ કરીને સ્વાસ્થ્યની તકલીફ હોય તેવા લોકોની સેવા થશે અને તેનો તમને સારો જસ મળશે ધાર્મિક પુસ્તકોનું વાંચન થાય.
ગૃહસ્થ જીવન :- આ વર્ષે વર્ષ દરમિયાન ગૃહસ્થ જીવન શાંતિમય રહેશે ગૃહસ્થમાં કોઈ ભૂતકાળનો વિવાદ કે વિવાદથી કાંઈ વિખવાદ અશાંતિ તેનું સુખદ સમાધાન થઈ અને એક નવો જ આનંદ એક નવું જીવન નવ પલ્લવિત ગૃહસ્થનો યોગ ઉભો થાશે પતિ-પત્નીના વિચારોમા મતભેદો હોઈએ વિચારોની એકતા થશે એકબીજાને સમજવાનો ભાવ જાગૃત થશે પુત્ર પરિવારનું સુખ સારું રહેશે વિદ્યા અર્થે સંતાનોને વિદેશ જવાના યોગો છે વિદેશમાં સંતાનોનો ભણતા હોય તે સંતાનો તરફથી સારી વિદ્યા પ્રાપ્તિના ખુશી ના સમાચારો મળશે.
કૌટુંબિક અને સામાજિક જીવન :- આ વર્ષે વર્ષ દરમિયાન કુટુંબમાં તમને અલગથી માન પાન મળશે કુટુંબમાં તમારા વર્ચસ્વમાં ખૂબ જ વધારો થશે તમારાથી કુટુંબને મદદરૂપ બનવાના કાર્યો થશે કુટુંબમાં કોઈના અટકેલા કાર્યો તકલીફ તમારાથી દૂર થાય ને તેનો તમને સારો જસ મળે સમાજ સેવામાં ખૂબ જ વધારો થશે અચાનક સમાજમાં તમારું કોઈ વર્ચસ્વ વધે અચાનક સમાજમાં સમાજ હિતનું એવું કોઈ કાર્ય તમારાથી થાય જેનાથી સમાજમાં તમારો એક અલગ પ્રભાવ ઊભો થાશે અને ખૂબ જ સમાજ ચાહના માં વધારો થશે.
વિદ્યાર્થી જીવન :- આ વર્ષે વર્ષ દરમિયાન વિદ્યાના યોગો ખૂબ જ બળવાન બને છે અચાનક વિદ્યામાં તમારી રુચિમાં વધારો થાય આળસ ઓછું થાય અને મહેનતમાં વધારો થાય સારી ટકાવારી પ્રાપ્ત કરી શકો. સારી ડિગ્રી પ્રાપ્ત કરી શકો અને સારી ડિગ્રી મેળવવા માટે ઉચ્ચ સ્થાનની ડિગ્રીમાં પ્રવેશ કરી શકો. તમારી વિદ્યા પ્રાપ્તિમાં માતા-પિતાનો સારો સહકાર અને આર્થિક સહયોગ મળશે સારા મિત્રોની સંગતિ થશે સારા મિત્રોની સંગતિથી વિદ્યાની દિશામાં સારો વધારો થશે અને જીવન પણ આનંદિત રહેશે.
સમાધાન :- ગાયને ઘાસચારો નાખવો અને કબૂતરને ચણ નાખવી
સિંહ (મ, ટ)
આર્થિક :- આ વર્ષે વર્ષ દરમિયાન એકંદરે વર્ષ સારું જ રહેશે પરંતુ તેમાં ઘણા યોગો આવશે તમારો વિકાસ રૂંધાવવાનો પ્રયાસો થાય તમારું ધન મિલકત દબાવવાના પ્રયાસ થાય ભાગીદાર કપટ કરી તમને છેતરવાની કોશિશ કરે જોકે કોઈનું કાંઈ ચાલશે નહીં સફળ તમે જ રહેશો પણ વિટંબણા નો સામનો કરવાનો રહેશે અને તેમાં ધીરજ રાખશો તે તમને વધારે ફાયદાકારક થશે ક્રોધ ઉપર કાબુ રાખજો તમને ક્રોધ આવશે અગર બીજા દ્વારા તમને ક્રોધ કરાવવાની કોશિશ થશે બધાની કોશિશ ના કામયાબ રહેશે અને તમારો આર્થિક વિકાસ થશે અને લોકો જોતા રહે તેવો વિકાસ થશે.
સ્વાસ્થ્ય :- આ વર્ષે વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે પરંતુ 29 માર્ચથી 18 મે દરમિયાન તમારી રાશિથી આઠમા સ્થાને મીન રાશિમાં શનિ-રાહુ ની યુવતી થાય છે જેના કારણે આ સમય દરમિયાન અચાનક કોઈ બીમારીના યોગો બને છે ને બીમારીમાં પણ શસ્ત્રક્રિયાના પણ યોગો બને છે શસ્ત્રક્રિયા અને બીમારીમાં પેટની તકલીફ કિડનીની તકલીફ અને હૃદયની તકલીફ થવાના રોગો છે 18 મે પછી સ્વાસ્થ્યમાં સુધારો થાય સ્વાસ્થ્ય બાબતની તકલીફો દૂર થાય અને ફરી તંદુરસ્તી વધે.
ગૃહસ્થ જીવન :- આ વર્ષે વર્ષ દરમિયાન ગૃહસ્થ જીવન શાંતિમય રહેશે પરંતુ કલેશ અને મતભેદ આ બંનેના યોગો ઉભા થાય આ બંને વાતને લઈ પતિ પત્ની બંનેમાં કારણ ક્રોધ ઉભો થાય જે ક્રોધના કારણે સુખ શાંતિમય જીવન અકારણ વિવાદમાં અને એમાં જીદ અને હઠ કારણ ખુદ બને જેથી કરી ક્રોધ અને જીદ બંનેમાં સંભાળવું જેથી કરી ગૃહસ્થ જીવનમાં ખોટી અશાંતિ ઉભી ના થાય માતા-પિતા અને સંતાનો વચ્ચે પણ વિચારભેદની કોઈ મતભેદો ઉભા થાય તેમાં પણ એકબીજાને સમજવાની કોશિશ કરવી અને સત્યનો સ્વીકાર કરવો.
કૌટુંબિક અને સામાજિક જીવન :- આ વર્ષે વર્ષ દરમિયાન કુટુંબમાં તમારું સ્થાન સારું હશે અને સારું જ રહેશે સમાજમાં પણ તમારું સ્થાન સારું હશે અને સારું જ રહેશે કુટુંબ અને સમાજ બંનેમાં તમારા સારા વર્ચસ્વની ઈર્ષા ઊભી થશે કુટુંબમાં અને સમાજમાં તમારું વર્ચસ્વ અને માન બંનેને હાનિ પહોંચાડવાના પ્રયાસો થશે જોકે કોઈનું કંઈ ચાલશે નહીં. તમને કોઈ તકલીફ થશે નહીં. પરંતુ ઈર્ષા તત્વના લોકો આ કોશિશ કરશે અને એની ઈર્ષાની વચ્ચે પણ તમે તમારું સ્થાન જાળવી રાખશો કુટુંબ અને સમાજની વચ્ચે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને રહેશે.
વિદ્યાર્થી જીવન :- આ વર્ષે વર્ષ દરમિયાન વિદ્યાના યોગો ખૂબ જ સારા છે પરંતુ સંગતિ દોષથી સંભાળવું સંગતિથી દોષથી તમારી વિદ્યાને નુકસાન થઈ શકે છે અને તમારી કારકિર્દીને પણ નુકસાન થાય અને તેમાં પણ ખાસ કરીને વ્યસનથી સંભાળવું આ બધા દોષો તમને વિદ્યાની વિમુખ કરે. સંગતિનો મર્યાદિત વિશ્વાસ કરવો મર્યાદાની બહાર વિશ્વાસ કરવો નહીં અને કરશો તો તમને નુકસાન થશે સંગતિ દોષથી વિદ્યામાં પાછળ રહી જવાના યોગો છે આર્થિક નુકસાન થવાના યોગો છે અને સ્વાસ્થ્યને નુકસાન થવાના યોગો છે આટલું સંભાળજો વિદ્યામાં સારી મહેનત કરજો પરિણામ સારું આવશે.
સમાધાન :- રોજ સવારે ઊઠતી વખતે અને સાંજે સૂતી વખતે તમારા ઇષ્ટદેવ અને તમારા ગુરુને યાદ કરવા.
કન્યા ( પ, ઠ, ણ)
આર્થિક :- આ વર્ષે વર્ષ દરમિયાન તમારું આર્થિક યોગ સારો રહેશે કામકાજમાં નવી દિશાઓ ખુલશે તેનાથી આવકનો સ્ત્રોત વધશે ભાગીદારીથી કોઈ અડચણ હોય તો તે દૂર થશે નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની અડચણો દૂર થશે અને આ અડચણો દૂર થતાં તમારો માર્ગ વધારે સરળ થાશે અને તેનાથી આવકનો પ્રવાહ વધશે. આવકનો પ્રવાહ વધ્યા પછી પોતાના નવા કાંઈ કામકાજનું પણ નિર્માણ થાય અને તે કામ જુના કામ કરતા વધારે ફાયદાકારક બને મહેનત વધારે કરવી પડશે.
સ્વાસ્થ્ય :- સ્વાસ્થ્ય સારું રહેશે એવી કોઈ ખાસ બીમારીના યોગો નથી થોડો થાક લાગે એવું દેખાય છે શારીરિક થાક લાગે અગર માનસિક થાક પણ લાગે જમવામાં નિયમિતતા જાળવવી ચાલવાનું રાખવું કદાચ લાગવા ભાગવાથી અકસ્માતથી કોઈ સામાન્ય ઈજા થાય પરંતુ કષ્ટદાયક કોઈ બીજી તકલીફના યોગો નથી સ્વાસ્થ્ય માટે વધારે પડતા હાનિકારક એવા કોઈ રોગો નથી સ્વાસ્થ્ય સારું રહેશે તેનાથી પોતાના કામકાજમાં વધારે ધ્યાન આપી શકશો અને વધારે મહેનત કરી શકશો. મે મહિના પછી સ્વાસ્થ્ય વધારે સારું રહેશે.
ગૃહસ્થ જીવન :- આ વર્ષે ગૃહસ્થ જીવનમાં શાંતિના યોગો છે વિવાહિત જીવન હોય તેમના જીવનમાં સુખ શાંતિનો વધારો થાય અવિવાહિત હોય તેમના વિવાહ થાય અને સુખ શાંતિ મળે વિવાહના યોગો 14 જાન્યુઆરી એટલે કે ઉતરાયણ પછી વધારે પ્રબળ બને છે અચાનક યોગોનું સર્જન થાય ઘરમાં કોઈ કલેશનું વાતાવરણ હોય તો તે દૂર થશે સામાન્ય મતભેદો વિખવાદો અને તેના કારણે જીદ તેનાથી ઘરમાં રહેતી અશાંતિ તે દૂર થશે સુખ અને શાંતિનો અનુભવ થશે ઘરમાં સંપ વધશે અને ધર્મની ભાવના પણ વધશે.
કૌટુંબિક અને સામાજિક જીવન :- કુટુંબમાં સારો જસ મળશે પહેલા કરતાં પણ સંબંધોમાં સુધારો થશે કુટુંબમાં કોઈ સામાન્ય બીમારીના યોગો ઉદ્ભવશે એમાં તમારો સારો સહકાર અને સારી સેવા હશે અને આને લઈ કુટુંબનો ભાવ તમારી ઉપર વધારે સારો બનશે સમસ્ત કુટુંબમાં સંપ અને એકતા વધશે અને આ બાબતની મહેનત પણ તમારી જ હશે સમાજમાં પણ સારો જસ મળશે અને માનપાન વચ્ચે સમાજમાં કોઈ ધાર્મિક કાર્યનો લાભ તમને મળશે તેનાથી સમાજમાં વધારે પરિચિત થશો તમારા હિસાબે અને તમારી મહેનતથી તમારા કુટુંબનું પણ સમાજમાં માનપાન વધશે.
વિદ્યાર્થી જીવન :- આ વર્ષે વર્ષ દરમિયાન ગુરુ તમારી રાશિથી દસમા અને 11 માં સ્થાને રહેતા વિદ્યા યોગ તમારો બળવાન બને છે વિદ્યામાં તમારો કર્મયોગ એટલે કે મહેનત બહુ સારી રહેશે અને તેની સાથે તમારી વિદ્યામાં વધારો થાય તેવો તમારા પિતા તરફથી તમને સારો સહકાર મળશે પિતા તરફથી એક સારું બળ મળશે અને આ સહકારથી તમારું મનોબળ વધારે મજબૂત બનશે અને તમે વધારે મહેનત કરી સારું અને ધારેલું પરિણામ લાવી શકશો આર્થિક અને વિદ્યાથી ઉપકરણોની બધી જ વ્યવસ્થા સરળતાથી થઈ જશે.
સમાધાન :- દવાખાનામાં બીમાર દર્દીઓની જે થાય તે સેવા કરવી
તુલા ( ર, ત )
આર્થિક :- આ વર્ષે વર્ષ દરમિયાન આર્થિક યોગ સર ભર રહેશે વર્ષની શરૂઆતમાં આર્થિક યોગ ઓછો હોય તેવું લાગે અને વર્ષના ઉત્તરાર્ધમાં વળી આર્થિક યોગ સારો થાય વર્ષનો ઉત્તરાર્ધ આર્થિક યોગમાં આપના માટે વધારે સારો રહેશે મહેનતનું ફળ મળી રહેશે થોડીક ખેંચતાણ દેખાશે પરંતુ અંતે સંતોષકારક થઈ જશે કોઈની મદદની જરૂર નહીં પડે તમારી મહેનત અને તમારા વિશ્વાસ ઉપર તમારું બધું કામ થઈ જશે વાહન મકાન જમીન જગ્યા નવી કોઈ પણ વસ્તુની ખરીદી થાશે તમારાથી બીજાને પણ કંઈ આર્થિક સહયોગ મળશે.
સ્વાસ્થ્ય :- સ્વાસ્થ્ય સારું રહેશે એકદમ સામાન્ય પીડા સિવાય બીજી કોઈ સ્વાસ્થ્યની તકલીફ વર્ષ દરમિયાન થશે નહીં વજન વધવાના યોગો છે વધારે વજન હોય તેને ધ્યાન રાખવું સારા સ્વાસ્થ્યને કારણે તમારા કામકાજમાં સારી મહેનત કરી શકશો. દોડાદોડી કરી શકશો અને બીજાની સેવા માટે પણ દોડાદોડી કરી શકશો. બીજાના સ્વાસ્થ્યની સેવા માટે દોડાદોડી થાય અગર બીજાના કષ્ટની સેવા માટે પણ દોડાદોડી થાય અને તે તમારા સારા સ્વાસ્થ્યને લઈ અને સારી રીતે કરી શકશો.
ગૃહસ્થ જીવન :- ગૃહસ્થ જીવન રાબેતા મુજબ સારું રહેશે કોઈ અડચણો નો યોગ નથી ગૃહસ્થ જીવનની એકતા સારી એવી જળવાઈ રહેશે એકબીજા પ્રત્યે ભાવ અને વિશ્વાસમાં વધારો થશે પોતાના પરિવારમાં કોઈ તકલીફના યોગો નથી પરંતુ સસુર પક્ષમાં બીમારી અકસ્માતથી કષ્ટ પીડા થવાના યોગો છે અને તે કષ્ટમાં તમારે દોડાદોડી મહેનત અને સેવા કરવાની થાય અને તેમા તમને સારો જસ મળશે તમારી પ્રશંસા થશે મિત્ર વર્ગને પડોશી અગર પરિચિત આમાંથી કોઈની પણ સેવા કરવાની થાશે એવું પણ બને કે તમારાથી કોઈના જીવ બચે.
કૌટુંબિક અને સામાજિક જીવન :- કુટુંબના કથળેલા સંબંધો સુધરશે કુટુંબમાં તમારી કોઈ અવગણના થયો હોય તો તેમાં સુધારો થશે કુટુંબીનો તમારી ઉપર વિશ્વાસ વધશે અને તમારી વાત માનવા તૈયાર થશે તમારી સમજાવટ અને સલાહથી કુટુંબનો સંપ અને એકતા વધશે સમાજમાં પણ તમારું માન પાન વધશે સમાજમાં તમારી વાતને ધ્યાનથી લેવામાં આવશે સામાજિક સેવા તમારાથી ચાલુ રહેશે તેનાથી બીજાને ફાયદો થશે અને તમને જસ મળશે અને તમારી પ્રત્યે લોકોને ચાહના અને વિશ્વાસમાં વધારો થશે વધારે જસ તો એટલા માટે જ મળશે કે તમે નીતિના માર્ગે જ ચાલશો.
વિદ્યાર્થી જીવન :- આ વર્ષે વિદ્યા યોગ સારો રહેશે તમને સારી વિદ્યા પ્રાપ્ત થાય વિદ્યાની સાથે કોઈ જ્ઞાન પ્રાપ્ત થાય જે વિદ્યા ને જ્ઞાન તમને આગળ ઉપર સારો ફાયદો કરાવે તમારી સંતાનની વિદ્યામાં પણ વધારો થાય તમારા સંતાનો વિદ્યામાં આળસુ હોય તો આ વર્ષે એનું આળસ ઓછું થાય અને વિદ્યામાં વધારે પડતું ધ્યાન દઈ અને મહેનત કરે શાળામાં કોલેજમાં તમારી સંતાનોને તેજસ્વી વિદ્યાર્થી તરીકેનું કોઈ માન સન્માન પ્રાપ્ત થાય કોઈ ઇનામ મળે.
સમાધાન :- રોજ જે કાંઈ થઈ શકે તે પોતાના ઈષ્ટ દેવના જાપ કરવા.
વૃશ્વિક ( ન, ય )
આર્થિક :- આ વર્ષે વર્ષ દરમિયાન આર્થિક યોગ આગળના વર્ષો કરતા વધારે મજબૂત થશે આવકમાં વધારો થશે ધારેલી આવક તો થશે જ પરંતુ ધારણાથી વધારે પણ આવક થઈ શકે છે કર્જામાં હોય તે લોકો કર્જમુક્ત થશે તમારો આર્થિક યુગ મજબૂત થતો જોય તમારી આજુબાજુના લોકોને ઈર્ષા થશે જલન પણ થશે તમારો ફાયદો અટકાવવાના પ્રયાસો પણ થશે પરંતુ કોઈનું કાંઈ ચાલશે નહીં. કારણ કે યોગો જ બળવાન છે અને યોગોની સામે કોઈનું ચાલતું નથી તમને નીચા પાડવા માટે ક્યારેક એવા હિન્ન પ્રયાસો પણ થશે પરંતુ તેમાં પણ કોઈનું ચાલશે નહીં.
સ્વાસ્થ્ય :- આ વર્ષે સ્વાસ્થ્ય યોગ રાબેતા મુજબ સારો રહેશે કોઈ પીડાકારક યોગ થાય તેવું નથી તમારું કાર્ય અને મહેનતમાં સ્વાસ્થ્યની બાબતે કોઈ અડચણ આવશે નહીં સામાન્ય થાક જેવું લાગશે મહેનત વધારે કરવાની રહેશે તેથી આહારમાં ધ્યાન દઈ સારો આહાર કરજો પૌષ્ટિક ખોરાક લેજો અને તમારી મહેનત પ્રમાણે ભોજનમાં ધ્યાન આપજો. વધારે પડતી મહેનતના હિસાબે શરીર દૂર્બળ ના થઈ જાય અને લોહી ઓછું ના થઈ જાય લોહીની કોઈ બીમારી ના થઈ જાય આ બાબતનું ધ્યાન રાખજો.
ગૃહસ્થ જીવન : ગૃહસ્થ જીવન પ્રાબેતા મુજબ ચાલશે પતિ પત્ની પુત્ર પિતા પરિવાર તેમાં સામાન્ય મતભેદો મતભેદોના કારણે સામાન્ય કલેશ તેના કારણે થોડી ઘણી જીદ તેનાથી થોડો બહુ ક્રોધ આ બધું અવારનવાર થતું રહેશે પરંતુ તેનાથી ગૃહસ્થ જીવનમાં કોઈ વિઘ્ન કે એવી કોઈ મોટી હાની કે કોઈ એવી મોટી તકલીફ ઊભી થાય આવું કાંઈ થશે નહીં બધું સહેજ રહેશે અને સહેજ ચાલશે અને ગૃહસ્થ જીવન સુખ શાંતિમય રહેશે વર્ષ દરમિયાન પોતાના સંતાનો તરફથી કાંઈ ખુશીના સમાચાર મળશે.
કૌટુંબિક અને સામાજિક જીવન :- કૌટુંબિક જીવનમાં યોગો મધ્યમ છે જસ પણ નહીં અને અબજસ પણ નહીં આ સ્થિતિમાં રહેશો કુટુંબ તરફથી તમને કોઈ મદદ મળશે નહીં કુટુંબમાં તમારી કોઈ ચિંતા કરશે નહીં પરંતુ તમે કુટુંબની ચિંતા કરશો અને સમય આવે કુટુંબને મદદરૂપ બનશો સામાજિક યોગમાં બહુ સંબંધો જેવું નહીં રહે પરંતુ મધ્યમ યોગો રહેશે પ્રતિષ્ઠા છે અને પ્રતિષ્ઠા જળવાઈ રહેશે સમાજમાં નવી ઓળખાણો અને નવા સંબંધો ઊભા થવાના યોગો છે ઘણા સમય પછી સમાજ સાથેના સંબંધોમાં વધુ મજબૂત થશે તેવા સંકેતો છે.
વિદ્યાર્થી જીવન :- તમારો વિદ્યા યોગ મધ્યમ છે તમારા કરતાં તમારા સંતાનોનો વિદ્યા યોગ વધારે બળવાન બને છે તમારા સંતાનો વિદ્યામાં અગ્રસ્થાન મેળવે તમારા સંતાનો વિદ્યા માટે વિદેશ જાય તમારા સંતાનો વિદેશમાં ભણતા હોય તો તે વિદ્યામાં વધારે ધ્યાન આપે તમારા વિદેશમાં ભણતા સંતાનોને સારી સંગતિ મળે સારી સંગતિથી તમારા સંતાનોનું આળસ નીકળી જાય અને વિદ્યામાં વધુ પડતા મહેનત કરવામાં લાગી જાય અને તેમની સારી વિદ્યાના અને સારા સંસ્કારના તમને સમાચાર મળે.
સમાધાન :- રોજે દિવસમાં એક વખત પાંચ મિનિટ મૌન ધારણ કરવું
ધન ( ભ, ફ, ધ, ઢ)
આર્થિક :- આ વર્ષે વર્ષ દરમિયાન આર્થિક યોગ ખૂબ જ સારો બને છે અને તેમાં પણ 14 જાન્યુઆરી એટલે કે ઉતરાયણ પછી તમારો આર્થિક યોગ બહુ જ સારો રહેશે આવકનો પ્રવાહ સારો રહેશે કામકાજ તમારું જે હશે એના કરતાં મોટું થશે નવું કોઈ કારખાનું ઉદ્યોગની સ્થાપના થશે કોઈ કારખાનું ઉદ્યોગ ભાગીદારીમાં ચાલતું હોય તો ભાગીદાર થી છુટા થશો તે પણ વિવાદ કે ઝઘડા વગર શાંતિથી ને છૂટા થયા પછી તમારો પોતાનો કોઈ નવો ઉધોગ થશે અને સારો ચાલશે સારી આવક થશે અને અમુક પૈસા સદકાર્યમાં પણ વપરાશે.
સ્વાસ્થ્ય :- એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ નાની મોટી કોઈ પગની અગર કમરની તકલીફ આવશે અને તેમાં પણ નબળાઈ આવે તેવા યોગ્ય છે વધુ પડતી દોડાદોડી ખોરાકની અનિયમિતતા અને લઈ શારીરિક નબળાઈની સંભાવના છે વ્યસન હોય તેણે વ્યસન મુક્ત થઈ જવું નહિતર તેનાથી પણ શારીરિક નબળાઈની તકલીફ થઈ શકે છે દૂધનો ફળોનો તાજા અને સારા ભોજનનો આહાર કરવો બીજી સ્વાસ્થ્યમાં કોઈ મોટી તકલીફના યોગો નથી એકંદરે સ્વાસ્થ્ય યોગ સારો છે.
ગૃહસ્થ જીવન :- ગૃહસ્થ જીવન એકદમ સારું રહેશે પતિ પત્ની એકબીજા પ્રત્યેનો વિશ્વાસ એકબીજા પ્રત્યેનો લાગણી ભર્યો વ્યવહાર અને ભાવ મમતા સભર જીવનને લઈ ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે એક બીજા પ્રત્યે સારો વિશ્વાસ રહેશે અને એ વિશ્વાસથી વફાદારી સારી નિવડશે શાંતિમય ગૃહસ્થ જીવનને કારણે પણ ઘરમાં લક્ષ્મીનો વધારો થાય નવું કોઈ ઘર મકાન બને તેમાં સારી સજાવટ બને અને ગૃહસ્થ જીવનના આનંદમાં વધારો થાય સહ પરિવાર કોઈ યાત્રા પ્રવાસ થાય યાત્રા પ્રવાસ સુખ શાંતિ અને આનંદદાયક રહે.
કૌટુંબીક અને સામાજિક જીવન :- કૌટુંબીક યોગમાં તમારા થકી કુટુંબને ફાયદો થશે તમારી દયાદ્રષ્ટિ કુટુંબને ફાયદો કરશે તમારી ભાવ લાગણીથી કુટુંબને ફાયદો થશે અને તમારા નામથી પણ કુટુંબને ફાયદો થશે કુટુંબના ટુટેલા સંબંધો કુટુંબના કોઈ વિવાદ એ તમારાથી દૂર થશે અને તેનાથી પણ કુટુંબને ફાયદો થશે સમાજમાં પણ તમારું માન અને કદ વધશે રાજકીય કારકિર્દી ધરાવતા હોય તેનું રાજકીય પદ મજબૂત થશે કોઈ પક્ષ પરિવર્તનનો પણ યોગ થાય જે યોગ તમારા ફાયદામાં જશે વધુ પડતા વિશ્વાસમાં રહેવું નહીં તેનું ધ્યાન રાખજો.
વિદ્યાર્થી જીવન :- વિદ્યા યોગ સારો છે પરંતુ વિદ્યામાં મહેનત વધારે કરવી પડશે તમારું ધ્યાન વિદ્યામાંથી ચલિત થઈ જાય એવા યોગો બની શકે છે આને લઇ મન મજબૂત કરી મનને વિદ્યામાં કેન્દ્રિત કરી વિદ્યામાં ધ્યાન દેવું તો સમયની બરબાદીનું નુકસાન ઓછું થશે અને વિદ્યામાં ફાયદો થશે વિદ્યામાં ધારેલું પરિણામ પણ લાવી શકશો વિદ્યામાં ધ્યાન દેવાની જરૂર વધારે પડતી મે મહિના સુધી જ છે મે મહિના પછી ગુરુની સ્થાન બદલી થતાં આ અડચણો દૂર થશે અને વિદ્યામાં તમારું મન વધારે મજબૂત થશે.
સમાધાન :- સાધુ બ્રાહ્મણ અને અતિથિને ભોજન કરાવવું.
મકર ( ખ, જ)
આર્થિક :- આ વર્ષે વર્ષ દરમિયાન આર્થિક યોગ મધ્યમ રહેશે કામકાજ સારું ચાલતું હશે અને સારું જ રહેશે પરંતુ વિશ્વાસઘાતીના યોગોની સંભાવના છે વિશ્વાસઘાતિથી તમારા પૈસા અટકી જાય ભાગીદાર તરફથી તમારા સાથે વિશ્વાસઘાત થવાની તમારા હિસ્સાના પૈસાને દબાવવાની અને તમારી સાથે વિખવાદ કરવાની શક્યતાઓ છે કારણ વગર તમને કોઈ વિવાદમાં નાખવામાં આવે તમારા ઉપર અકારણ વિશ્વાસઘાતનું કલંક નાખવામાં આવે ખોટા કોઈક કેસ કરી તમને કોર્ટ કચેરી ખેંચવામાં આવે તમને બજારમાં અને બિરાદરીમાં બદનામ કરવામાં આવે.
સ્વાસ્થ્ય :- વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે પરંતુ નાની-નાની તકલીફો આવ્યા કરશે જે હશે સામાન્ય પીડા કોઈ મોટી કષ્ટદાયક પીડાનો યોગ નથી પરંતુ નાની નાની પીડાઓ અવારનવાર આવી અને તમારા કામકાજમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ થશે મનની બેચેની રહે શારીરિક કરતા મનથી થાકી જવાય ચિંતાના હિસાબે ખોરાક ઓછો થઈ જાય એની સાથે ઊંઘ પણ ઓછી થાય માનસિક અકળામણ રહે પરંતુ સ્વાસ્થ્યની બાબતે પરિવારનો તમને પૂર્ણ સહકાર મળશે અને પારિવારિક હુંફથી મનની શાંતિ મળશે.
ગૃહસ્થ જીવન :- ગૃહસ્થ જીવન સારું રહેશે પતિ પત્નીના સંબંધો હશે એના કરતાં વધુ સારા થશે પતિ-પત્નીનો એકબીજાના કામકાજમાં સારો સહકાર મળશે સંતાનો તરફથી સારું લેણું રહેશે સંતાનોની ઈચ્છા તમારાથી પૂરી થશે અને સંતાનો તમારા ઉપર ખુશ થશે નવા વાહનની ખરીદી થશે સારું વાહન આવશે પોતાના વતનમાં ઘર મકાન જમીન જગ્યાનું સુખ પ્રાપ્ત થશે સહ પરિવાર પોતાના વતનમાં યાત્રામાં અગર વિદેશ પ્રવાસના યોગો છે યાત્રા પ્રવાસ ખૂબ જ આનંદદાયક રહેશે ઘર મકાનનું કોઈ કામ ઘણા સમયથી અટકેલું હોય તેની અર્ચનો દૂર થઈ અને એ કાર્ય આગળ વધશે.
કૌટુંબિક અને સામાજિક જીવન :- કુટુંબ પ્રત્યે તમારી ભાવના સારી રહેશે કુટુંબનું હિત કરવું કુટુંબની મદદ કરવી એવો તમારો ભાવ હશે પરંતુ વર્ષ દરમિયાન એમાં પણ ખાસ કરીને માર્ચથી મે મહિના દરમિયાન તમારી રાશિથી ત્રીજા સ્થાનમાં શનિ રાહુની યુતી થી તમને અપજસ અપાવે કુટુંબ પ્રત્યેની તમારી ગમે એટલી સારી ભાવના હોય તો પણ આ ગ્રહદોષના હિસાબે કુટુંબની તમારા પ્રત્યે દ્વેષની દ્રષ્ટિ રહે વિરોધની દ્રષ્ટિ રહે અને ઈર્ષાની પણ દ્રષ્ટિ રહે અને કારણ વગર તમને અબજસ પણ આપવામાં આવે કારણ વગર તમને વિવાદમાં નાખવામાં આવે અને કારણ વગર બીજાનું કલંક તમારા ઉપર નાખવામાં આવે તમને કારણ વગર કલંકિત કરવાનો પ્રયાસ થાય આના નિવારણ માં જો તમે જ્યોતિષમાં માનતા હોય તો શની રાહુની વિધિ કરાવવી.
વિદ્યાર્થી જીવન :- વિદ્યા યોગ સારો રહેશે વિદ્યાની ઉત્તેજના વધશે વિદ્યામાં રુચિ વધશે વિદ્યામાં કંઈ કરી છૂટવાના સારા પરિણામ લાવવાના ભાવ ઉભા થશે વિદ્યામાં બીજાની સાથે હરીફાઈ થાય ને એ હરીફાઈમાં પણ તમને ફાયદો થશે હરીફાઈથી વિદ્યાની તમારી આખી કાર્ય પદ્ધતિમાં પરિવર્તન આવશે અને તમે વિદ્યામાં ધ્યાન કેન્દ્રિત થઈ જશો બીજા લોકો તમારી પાસે વિદ્યા શીખવા માટે આવશે તમે વિદ્યાની સાથે કંઈ વિદ્યા ભણાવવાનું પણ કામ કરશો તમારા સંતાનોની વિદ્યાનો યોગ પણ સારો રહેશે.
સમાધાન :- નિયમિત ઉંબરાનુ પૂજન કરવું
કુંભ ( ગ, શ, સ, ષ )
આર્થિક :- આ વર્ષે વર્ષ દરમિયાન અન્ય ગ્રહોની દ્રષ્ટિએ આર્થિક યોગ તો તમારો સારો જ રહેશે પરંતુ બીજા સ્થાને સ્થિત રાહુ અને વિશેષ માર્ચથી મે મહિના દરમિયાન બીજા સ્થાનમાં રાહુ શનિની યુતી તમને ધંધામાં સાવચેત રહેવાનું સૂચવે છે આ સમય દરમિયાન આકસ્મિક ધનહાની ચોરીથી ધનહાની શેરબજારમાં નુકસાન મશીનરીના કામકાજવાળાને મશીનરીમાં એવું કોઈ મોટું નુકસાન થવાના યોગો છે અને આયોગોથી તમને સારી એવી તકલીફ થઈ શકે છે જો તમે જ્યોતિષમાં માનતા હોય તો આ શની રાહુના દોષની કોઈ પાસે વિધિ કરાવજો જેથી કરી બહુ મોટા નુકસાન થી બચી શકો.
સ્વાસ્થ્ય :- સ્વાસ્થ્ય સારું રહેશે સારા સ્વાસ્થ્યના હિસાબે ગમે તેવી વિટમણામાં તમે ટકી શકશો અને લડી શકશો સારા સ્વાસ્થ્યના હિસાબે દોડાદોડી કરી શકશો સ્વાસ્થ્યમાં સામાન્ય આંખની અને ચશ્મા ની તકલીફ રહે આ સિવાય કોઈ પીડાકારક યોગ નથી તંદુરસ્તી સારી રહેશે જૂની કોઈ બીમારી હશે તો પણ આગળ ઉપર સારી થશે અને તેમાં ફાયદો થશે કોઈ પણ દવા લેતા હશો તેમાં ઘટાડો થશે ફક્ત આહાર સુધી રાખજો ચાલવાનું નિયમિત રાખજો અને ખાસ કરીને ઉગતા કે આથમતા સૂર્યની સામે ચાલશો તેનાથી વધારે ફાયદો થશે.
ગૃહસ્થ જીવન :- ગૃહસ્થ જીવન સારું રહેશે ગૃહસ્થ જીવન વર્ષ દરમિયાન વધારે મજબૂત થશે કાંઈ પણ સામાન્ય વિવાદ વીખવાદ હશે તેનું નિરાકરણ થશે છૂટાછેડા નો વિવાદ ચાલતો હોય છૂટાછેડા નો કેસ ચાલતો હોય તેવા લોકોનું પણ સુખદ નિવારણ થઈ શકે છે છૂટાછેડા થઈ ચૂક્યા હોય તેનું પણ સમાધાન થાય ફરીથી જોડાણ થઈ શકે છે ફરીથી ગૃહસ્થ જીવનનો આનંદ સુખ-શાંતિ અને ગૃહસ્થ જીવનની એક નવી ખુશી નો યોગ ઉદ્ભવ થાય છે પુત્ર પરિવાર થી પણ સારું સુખ રહેશે સંતોષકારક વ્યવહાર રહેશે.
કૌટુંબીક અને સામાજિક જીવન :- કુટુંબથી સારું બનશે તમારાથી કુટુંબની સેવા અને સારા કાર્યો થાય તમારા કુટુંબને મજબૂત બનાવવામાં તમારો સિંહ ફાળો હશે તે તમારી મહેનત અને પ્રયાસથી તમારું આખું કુટુંબ વિકાસના માર્ગે જશે અને સમસ્ત કુટુંબના વિકાસનો જસ તમને મળશે સમસ્ત કુટુંબ તમારું માન સન્માન જાળવશે સમસ્ત કુટુંબનો કોઈ કુટુંબ મેળો થાય અને તે કુટુંબ મેળામાં તમે અગ્રસ્થાને હશો સમાજમાં પણ તમારી સારી સેવા હશે સમાજનું કોઈ અટકી પડેલું કામ તમારા પ્રયાસથી થઈ જશે તેનો સમાજમાં તમને સારો જસ મળશે.
વિદ્યાર્થી જીવન :- વિદ્યા યોગ બળવાન છે સારી વિદ્યા પ્રાપ્ત થાય તમે વિદ્યામાં જે કોઈ મહેનત કરો તેમાં સારું ફળ મળે ધારેલું પરિણામ લાવી શકો કોઈ સારી ડિગ્રીની દિશામાં જવાનું થશે વિદ્યા માટે વિદેશ પણ જવાનું થાય તમારા સંતાનોનો પણ વિદેશ ભણાવવા જવાનો યોગ આવે તે પણ વિદ્યામાં સારી સફળતા મેળવે વિદ્યાકાળ દરમિયાન સામાન્ય બીમારીનો યોગ આવશે તે થોડોક સમય અવરોધકારક બને પરંતુ તેમાં એકંદરે કોઈ નુકસાન થઈ થશે નહીં એકંદરે તો ગ્રહોના બળથી તમારા વિદ્યાના યોગને કોઈ નુકસાન થઈ શકે તેવું નથી.
સમાધાન :- ભૂખ્યાને ભોજન કરાવો.
મીન ( દ, ચ, ઝ, થ)
આર્થિક :- આ વર્ષે વર્ષ દરમિયાન આર્થિક યોગ મધ્યમ છે આવક અને જાવક સરભર રહેશે વહેવાર જળવાઈ રહેશે મહેનત વધારે કરવાની થશે સખત મહેનત છતા ફળ મધ્યમ મળશે તમારી મહેનતથી બીજાને ફાયદો થઈ શકે પરંતુ તમારું કોઈ કાર્ય અટકશે નહીં આર્થિક તકલીફ જેવું કંઈ રહેશે નહીં કોઈની મદદ પણ લેવી પડશે નહીં. તમારો વહેવાર તમારી રીતે જળવાઈ રહેશે ઉપરથી તમે બીજાને મદદરૂપ બનશો. તમારી પાસે કોઈ આશા કરશે તમે ગમે તેવી સ્થિતિમાં કોઈને નિરાશ કરશો નહીં.
સ્વાસ્થ્ય :- વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય મધ્યમ રહેશે મોટી કોઈ તકલીફ થાય તેવું નથી પરંતુ સામાન્ય પીળા અવારનવાર ઉદ્ભવતી રહેશે શરીર પીડા કરતા પણ મનની પીડા વધારે રહેશે મનની બેચેની મનની મૂંઝવણ ચિંતાઓ આ બધું વધારે રહેશે પરંતુ મજબૂત મનોબળના હિસાબે તમને બીજી કોઈ તકલીફ થશે નહીં અને તમારી ઉપર દેવી-દેવતાની કૃપાથી તમે મજબૂત રીતે ટકી રહેશો દેવી-દેવતા ની તમારી ઉપર સારી પ્રસન્નતા રહેશે અત્યાર સુધી તમે દેવી દેવતાની સહાયથી જ ટકી રહ્યા છો.
ગૃહસ્થ જીવન :- ગૃહસ્થ જીવન સારું રહેશે મજબૂત રહેશે શુદ્ધ અને સંસ્કારી રહેશે એકબીજાના સહકારથી ગમે તેવી વિપતીમાં પણ મજબૂત રીતે ટકી રહેશો ગૃહસ્થ જીવનની મજબૂતાઈથી જ ટકી રહ્યા છો પુત્ર પરિવારથી લેણું સારું રહેશે સંતોષકારક વર્તાવ રહેશે ગૃહસ્થમાં સારો સંપ રહેશે ગૃહસ્થમાં ધર્મની ભાવના રહેશે ધાર્મિક કાર્યમાં ધાર્મિક ક્ષેત્રમાં ધન ખર્ચ થશે તમારું ગૃહસ્થ જીવન બીજાના ગૃહસ્થને મદદ કરશે સારા વિચારો અને સંસ્કારથી બીજાના તૂટતા ગૃહસ્થને બચાવશે અને તેનો તમને સારો જસ મળશે.
કૌટુંબીક અને સામાજિક જીવન :- કૌટુંબિક સંબંધોનું લેણું મધ્યમ રહેશે કુટુંબનું તમારાથી ઘણું જ ભલું થશે કુટુંબનું હિત કરવાની તમારી સારી ભાવના હશે અને પ્રયાસ પણ હશે પરંતુ તેનો જસ તમને મળશે નહીં ગમે તેટલું પ્રયાસ કર્યા પછી પણ તમને અપજસ મળશે અને અકારણ તમારા પર દ્વેષભાવ રાખવામાં આવશે તમારા પર ઈર્ષાની દ્રષ્ટિ રહેશે અ કારણ તમને હેરાન કરવાની પણ કોશિશ થાય પરંતુ તમે દયાના સ્વભાવના લીધે કુટુંબનું હિત કરશો અને હિત કરવાની ભાવના રહેશે.
વિદ્યાર્થી જીવન :- વિદ્યા યોગ મધ્યમ છે વિદ્યામાં મહેનત વધારે કરવી પડશે અને સખત મહેનત કર્યા પછી પણ પરિણામમાં સંતોષ ના થાય તમારા સંતાનોને પણ વિદ્યામાં કંઈક આવું જ બને જેથી કરીને વિદ્યામાં સમયનો પૂર્ણ ઉપયોગ કરો સમય નિરર્થક નો જાય તેની કાળજી લેવી વિદ્યામાંથી મન ઉઠી જાય તેના કારણે વિદ્યામાં નુકસાન ન જાય તેની કાળજી લેવી જેથી કરી વિદ્યામાં સારું પરિણામ લાવી શકાય વિદ્યાની સાથે રમતગમતના ક્ષેત્રમાં તમે સારા સફળ થઈ શકો તેમ છો તેથી તેમાં પણ રુચિ હોય તેમાં વધારે ધ્યાન આપવું.
સમાધાન :- યથા યોગ્ય દેવતાઓનું પૂજન અર્ચન અને પિતૃઓનું તર્પણ કરવું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw