સોશ્યલ મીડિયાના માધ્યમથી ઓળખાણ થયા પછી અશ્ર્લીલ વીડિયો બનાવીને મહિલાનું કથિત જાતીય શોષણ કરનારા જ્યોતિષીએ મહિલા પાસેથી 33 લાખ રૂપિયા પડાવ્યા હતા. વધુ રૂપિયાની લાલચ કરવા જતાં જ્યોતિષીએ આખરે લૉકઅપભેગા થવું પડ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીની ઓળખ મીરા રોડમાં રહેતા અમર મહાગાવકર તરીકે થઈ હતી. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે ફેબ્રુઆરી, 2025માં મહિલાની ઓળખામ ફેસબુકના માધ્યમથી આરોપી સાથે થઈ હતી. તેણે પોતાની ઓળખ જ્યોતીષી તરીકે આપી હતી. બન્ને ઑક્ટોબર, 2025 સુધી સોશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હતા. બોરીવલીમાં રહેતી મહિલા ધીરે ધીરે આરોપી પર વિશ્ર્વાસ કરવા લાગી હતી. આ વાતનો ફાયદો ઉઠાવી આરોપીએ મહિલાને મળવા રાજી કરી હતી.

નક્કી થયા પ્રમાણે મહિલા માર્વે બીચ નજીક આરોપીને મળવા ગઈ હતી. આરોપી તેને નજીકની એક હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં તેની ઇચ્છા વિરુદ્ધ આરોપીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ કૃત્યનો આરોપીએ વીડિયો પણ બનાવ્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આ વીડિયોની મદદથી આરોપી મહિલાને ધમકાવતો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તે મહિલાનું જાતીય શોષણ કરતો હતો. ડરી ગયેલી મહિલા પાસેથી તેણે સમયાંતરે 33 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા.
જોકે આરોપી વધુ ત્રાસ આપીને ફરી નાણાંની માગણી કરવા લાગતાં મહિલા કંટાળી હતી. તેણે માલવણી પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ પછી આરોપીને પકડી પાડ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
