ડોમ્બિવલીમાં બાવીસ વર્ષની એક યુવતીને એક ફ્લેટમાં પાર્ટી માટે આમંત્રણ આપી ત્રણ રિક્ષા ડ્રાઈવરોએ વારાફરતી સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. કર્યો.પોલીસે આરોપી ત્રિપુટીની ધરપકડ કરી છે.કોર્ટમાં ત્રણ આરોપીઓને રજૂ કર્યા બાદ તેમને ચાર એપ્રિલ સુધી રિમાન્ડ અપાયા છે. તિલક નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજયકુમાર કદમે જણાવ્યું હતું કે, આ ઘટના ૨૭ માર્ચની રાત્રે બની હતી અને બીજા દિવસે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પીડિત યુવતી આરોપીને ઓળખતી હતી. તેને ખંભાળપાડાના એક ફ્લેટમાં પાર્ટી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું દરમિયાન તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. યુવતીએ પોલીસનો સંપર્ક કર્યા પછી ખાસ ટીમો બનાવવામાં આવી હતી.છેવટે આરોપી રિક્ષા ચાલકો ચેતન ચૌહાણ (૨૦), હેમંત ચૌહાણ (૨૨) અને ઉમેશ વર્મા (૩૦) ધરપકડ કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.

કદમે જણાવ્યું હતું કે આ ત્રણ આરોપી પર ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગેંગરેપ અને અન્ય ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. એક આરોપી આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો માટે લાઇસન્સ મેળવવા માટે મધ્યસ્થી તરીકે કામ કરતો હોવાનું કહેવાય છે.
આ યુવતી ડોમ્બિવલીમાં એક ખાનગી સુરક્ષા એજન્સીમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે. રિક્ષામાં પ્રવાસ દરમિયાન તેનો ડોમ્બિવલીના કેટલાક રિક્ષા ચાલકો સાથે પરિચય થયો હતો. આ ઓળખાણ મિત્રતામાં ફેરવાઈ ગઈ હતી.પીડિત યુવતી તેના કાર્યસ્થળે જતી વખતે આ રિક્ષા ચાલકો સાથે સંપર્ક અને વાતચીત કરતી હતી.તે મૂળ સોલાપુરની રહેવાસી છે.
યુવતી સાથે ગાઢ મિત્રતા થયા પછી રિક્ષાચાલકે પાર્ટીનું આયોજન કર્યું હતું.રિક્ષાચાલકો પરિચિત હોવાથી યુવતી તેમના પર વિશ્વાસ રાખી પાર્ટીમાં જોડાવા માટે સંમત થઈ હતી. ડોમ્બિવલી નજીક ખંભાલપાડામાં તેને એક રિક્ષાચાલકના ફ્લેટમાં લઈ ગયા હતા. ફ્લેટમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે ત્રણ રિક્ષાચાલકોએ યુવતી પર ગેંગરેપ કર્યો હતો.આ ઘટનાથી પીડિતા વ્યથિત થઈ ગઈ હતી. તેણે આરોપીઓનો પ્રતિકાર કર્યો અને ચુંગાલમાંથી છટકી ગયા બાદ તિલકનગર પોલીસને ઘટનાની જાણ કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
