“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. તે ટેલિવિઝન પર સૌથી લાંબો સમય ચાલતો શો છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અસિત મોદી અને આ સિરિયલ વિવાદોમાં ફસાયેલી છે. હવે એવી અફવાઓ હતી કે, તારક મહેતા શો ટૂંક સમયમાં બંધ થઈ જશે. જાણો અસિત મોદીએ આ બાબતે શું કહ્યું?
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં સૌથી સફળ શોમાંથી એક છે. તે છેલ્લા 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના પાત્રો ઘર-ઘરમાં જાણીતા બની ગયા છે. દયાબેન, જેઠાલાલ, મહેતા સાહેબ અને સુંદરલાલ જેવા પાત્રોએ દર્શકનું દિલ જીતી લીધું છે. ભલે દયાબેન હવે શોનો ભાગ નથી, છતાં લોકો તેમને ભૂલ્યા નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટપ્પુ સેના સાથે એક આખી પેઢી મોટી થઈ છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં છેલ્લા 18 વર્ષમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. ઘણા કલાકારોએ પોતાની ભૂમિકાઓ માટે ખ્યાતિ મેળવી હતી તેમણે શો છોડી દીધો છે. ઘણા કલાકારોએ નિર્માતા અસિત મોદી પર ગંભીર આરોપો લગાવ્યા છે. કેટલાકે પૈસા ન આપવાનો, કેટલાકે શોષણનો અને કેટલાકે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ આરોપોથી ઘેરાયેલા અસિત મોદીનો શો અનેક વિવાદોમાં ફસાઈ ગયો છે. છતાં શોની TRP પર વધુ અસર જોવા મળી નથી.

શું તારક મહેતા શો બંધ થશે?
તારક મહેતા શોમાંથી મોટાભાગના જૂના કલાકારોએ અલવિદા કહી દીધું છે. તેથી દર્શકો કહે છે કે, હવે શોમાં પહેલા જેવી મજા નથી. કારણ કે તારક મહેતાનું મુખ્ય પાત્ર દયાબેન છેલ્લા 8 વર્ષથી ગાયબ છે. ઘણીવાર લોકો સવાલો કરતા જોવા મળે છે કે, દયાભાભી ક્યારે પાછા ફરશે? અસિત મોદી પાછા લાવવા માટે વચન તો આપે છે, પરંતુ દયાબેન હજુ સુધી પાછા ફર્યા નથી. હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઘણા નવા કલાકારો છે, અથવા એમ કહીએ તો ચાલે લગભગ બધા જ નવા છે. શોમાં ટપ્પુ સેના મોટી થઈ ગઈ છે, જૂના લગભગ બધા જ કલાકારોએ શો છોડી દીધો છે. સારા-સારા કલાકારોના ગયા પછી વર્ષોથી એવી અફવાઓ ચાલી રહી છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીઆરપી ઘટી છે અને શો ટૂંક સમયમાં બંધ થઈ શકે છે. ત્યારે હાલમાં શોના નિર્માતા અસિત મોદીએ આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બંધ થવાના વિષય પર અસિત મોદીએ પોતાનું મૌન તોડ્યું હતું. અસિત મોદીએ ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમીના 25મા વર્ષગાંઠના કાર્યક્રમમાં કહ્યું કે, આવું કંઈ નથી. તેમણે કહ્યું કે, આ શો બંધ થવાનો નથી, અને તેઓ શક્ય હોય ત્યાં સુધી તેને ચલાવતા રહેશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
