મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં અને ઝારખંડમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનની જીતની ભવિષ્યવાણી કરાઈ છે. જ્યારે બે રાજ્યોમાં કેટલાક એક્ઝિટ પોલે ભાજપનું ટેન્શન વધારતા ઈન્ડિયા ગઠબંધનને મજબૂત દેખાડ્યું છે. 

મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ 288 સીટો માટે એક જ તબક્કામાં અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાની 38 બેઠકો માટે બુધવારે 20 નવેમ્બરના રોજ મતદાન થયું. મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં અને ઝારખંડમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનની જીતની ભવિષ્યવાણી કરાઈ છે. જ્યારે બે રાજ્યોમાં કેટલાક એક્ઝિટ પોલે ભાજપનું ટેન્શન વધારતા ઈન્ડિયા ગઠબંધનને મજબૂત દેખાડ્યું છે. 

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે જ ઉત્તર  પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં પેટાચૂંટણી માટે મતદાન થયા હતા જેમાં એક્ઝિટ પોલમાં ભાત ભાતના દાવા કરાયા છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ભાજપ ગઠબંધનની સરકાર બનતી જોવા મળી રહી છે. જો કે એક્સિસ માય ઈન્ડિયા સર્વે અને એક્ઝિટ પોલમાં ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનતી જોવા મળી રહી છે. જો કે વિધાનસભા ચૂંટણીના પરિણામ તો 23 નવેમ્બરે મતગણતરી બાદ જાહેર થશે અને ત્યારે જ ખબર પડશે કે કોણ જીતશે. 

એક-એક એક્ઝિટ પોલે બંને રાજ્યોમાં વધાર્યું ભાજપનું ટેન્શન
એક્સિસ માય ઈન્ડિયા સર્વે એજન્સીના એક્ઝિટ પોલ મુજબ ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધનને 53 અને ભાજપ ગઠબંધનને 25 તથા અન્ય પક્ષોના ખાતામાં 3 સીટ જોવા મળી રહી છે. જ્યારે ઈલેક્ટોરલ એજ સર્વે એજન્સીના એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિને 118 અને કોંગ્રેસ ગઠબંધન એટલે કે મહાવિકાસ આઘાડીને 150 સીટ મળે તેવું અનુમાન છે. જ્યારે બાકી પક્ષોના ખાતામાં 20 સીટ જતી જોવા મળી રહી છે. આ બંને એક્ઝિટ પોલના અનુમાનોએ બંને રાજ્યોમાં ભાજપ ગઠબંધનનું ટેન્શન વધાર્યું છે. 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ…કુલ સીટ 288, બહુમત માટે જરૂરી 145 સીટ

એજન્સીમહાયુતિમહાવિકાસ આઘાડીઅન્ય રાજકીય પક્ષ
    
Peoples Pulse175-19585-1127-12
ચાણક્ય સ્ટ્રેટેજીસ152-160130-1388-10
P marq137-157126-1462-8
News 18- મૈટ્રેિસ150-170110-1308-10
Poll Diary122-18669-12112-29
ભાસ્કર રિપોર્ટ્સ પોલ125-140135-15020-25
ઈલેક્ટોરલ એજ11815020
રિપલ્બિક137-157126-1462-8
લોકશાહી મરાઠી રુદ્ર128-142125-14018-23
એસએસ ગ્રુપ127-135147-15510-13

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઝી ન્યૂઝનો AI એક્ઝિટ પોલ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને ઝી ન્યૂઝ અને ઈન્ડિયા કોન્સોલિડેટેડ (ICPL)ના AI એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધન એટલે કે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. ZEENIAના એક્ઝિટ પોલ અનુમાન મુજબ ભાજપ પ્લસને 129 થી 159 સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસ પ્લેસને 124 થી 154 સીટ મળી શકે છે. અન્ય પક્ષોને 0-2 સીટ મળી શકે છે. 

Jharkhand Exit Poll 2024: એક્ઝિટ પોલ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ 2024, કુલ સીટ- 81 અને બહુમત માટે 42

એજન્સીમહાયુતિમહાવિકાસ આઘાડીઅન્ય રાજકીય પક્ષ
    
Axis My India25533
Matrize42-4725-301-4
People Pulse44-5325-375-9
Times Now JVC0-4430-401-1
સી વોટર્સ362619
ચાણક્ય45-5035-3803-05
ભાસ્કર રિપોર્ટ્સ પોલ37-4036-390-2
    

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ઝી ન્યૂઝનો AI એક્ઝિટ પોલ
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને ઝી ન્યૂઝ-આઈસીપીએલના AI આધારિત એક્ઝિટ પોલમાં ભાજપ ગઠંબધન અને જેએમએમ ગઠબંધનમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. 81 બેઠકોવાળા ઝારખંડમાં એનડીએને 36-41 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 39-44 સીટો મળી શકે છે. અન્ય પાર્ટીઓ 0-3 સીટો પર સમેટાઈ શકે છે. 

ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us