કટોકટીની પરિસ્થિતિમાં દરદીઓને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડતી બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની મુલુંડ-વેસ્ટમાં પાંચ રસ્તા નજીક આવેલી અગરવાલ હૉસ્પિટલનું ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU) ક્યારે ખોલવામાં આવશે એ પ્રશ્ન ઊભો થયો છે. આ હૉસ્પિટલમાં ICU ૨૦૨૩ની ૧૫ ઑગસ્ટથી બંધ છે.

સ્થાનિક રહેવાસીઓ અને જનપ્રતિનિધિઓ સતત આ ICUને ફરીથી ખોલવાની માગણી કરી રહ્યા છે. દરદીને કટોકટીની પરિસ્થિતિમાં ઇલાજ માટે ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલ સુધી લઈ જવાની ફરજ પડે છે. આ મામલે BMCના આરોગ્ય વિભાગ પાસે ICUમાં દરદીઓનો ઇલાજ કરી શકે એવા MBBS અને MD ડૉક્ટર ન હોવાને કારણે આ ICU બંધ રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
